Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુપીના લખનઉમાં પૂર, 10 હજાર લોકોનું સ્થળાંતર:બિહારમાં 27નાં મોત, 20 લાપતા; રાજસ્થાન-મધ્ય પ્રદેશ સહિત 4 રાજ્યોમાંથી ચોમાસાની વિદાય

    1 day ago

    યુપીમાં વરસાદ અટકી ગયો છે, પરંતુ નદીઓ હજુ પણ તોફાની વેગે વહી રહી છે. 11 જિલ્લાઓમાં 10 નદીઓ જોખમના નિશાનથી ઉપર વહી રહી છે. લખનઉમાં ગોમતી નદીનું જળસ્તર વધવાથી 40 હજારથી વધુ ઘરોમાં પાણી ઘૂસી ગયું છે. 10 હજાર લોકો ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ જતાં રહ્યા છે. ગલીઓમાં હોડીઓ ચાલી રહી છે. બિહારમાં પૂર સંબંધિત અલગ-અલગ ઘટનાઓમાં અત્યાર સુધીમાં 27 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. તેમાં સારણમાં પૂરના પાણીમાં ડૂબી જવાથી 12 લોકોનાં મોત થયાં છે, જ્યારે 20થી વધુ લોકો લાપતા છે. સિવાનમાં પૂરના પાણીમાં ડૂબી જવાથી 6 બાળકોનાં મોત થયાં છે. રાજસ્થાનમાંથી લગભગ 3 દિવસના વિલંબ બાદ શનિવારે ચોમાસું સંપૂર્ણપણે વિદાય થઈ ગયું. ચોમાસાની વિદાય સાથે જ રાજ્યમાં ગરમી પણ વધવા લાગી છે. પિલાણી (ઝુંઝુનૂ)માં શનિવારે દિવસનું તાપમાન 41°Cને પાર પહોંચી ગયું. મધ્ય પ્રદેશમાંથી પણ શનિવારે ચોમાસાની વિદાય થઈ ગઈ. જોકે, ઓક્ટોબરમાં હળવા વરસાદનો દોર ચાલુ રહેશે. 7 ઓક્ટોબરે પૂર્વ ભાગમાં ગાજવીજ અને વાવાઝોડા સાથે વરસાદ થવાની સંભાવના છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાંથી પણ શનિવારે ચોમાસું સંપૂર્ણપણે વિદાય લઈ ગયું. ઉત્તરાખંડમાં 5 ઑક્ટોબરથી પર્વતીય જિલ્લાઓમાં હવામાન બદલાવા લાગશે. 6 અને 7 ઑક્ટોબરે કેટલાક જિલ્લાઓમાં તેજ પવનો સાથે વરસાદ પડી શકે છે. સેટેલાઇટ નકશામાં જુઓ ચોમાસાના વાદળોની સ્થિતિ બિહારનો 73% વિસ્તાર પૂરગ્રસ્ત બિહાર સરકાર મુજબ, રાજ્યનો આશરે 68.80 લાખ હેક્ટર વિસ્તાર એટલે કે લગભગ 73% હિસ્સો પૂરથી પ્રભાવિત છે. રાજ્યના 38માંથી 28 જિલ્લાઓને પૂરગ્રસ્ત માનવામાં આવે છે. સરકાર દર વર્ષે પૂરનો સામનો કરવા અને પૂર નિયંત્રણ સંબંધિત કામો પર આશરે ₹6.4 હજાર કરોડ ખર્ચે છે. દેશભરમાંથી હવામાનની તસવીરો રાજ્યોમાંથી હવામાનના સમાચાર… રાજસ્થાન: રાજ્યમાં પારો 41 ડિગ્રીને પાર પહોંચ્યો, ચોમાસાએ 3 દિવસ મોડેથી વિદાય લીધી રાજસ્થાનમાં લગભગ 3 દિવસના વિલંબ બાદ શનિવારે ચોમાસાએ સંપૂર્ણપણે વિદાય લીધી. આ સિઝનમાં લગભગ 22 ટકા ઓછો વરસાદ થયો છે. ચોમાસાની વિદાય સાથે જ રાજ્યમાં ગરમી પણ વધવા લાગી છે. શનિવારે પિલાણી (ઝુંઝુનુ)માં દિવસનું તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી ગયું. મધ્ય પ્રદેશ: રાજ્યમાંથી ચોમાસાની વિદાય, 100 દિવસ સક્રિય રહ્યું મધ્ય પ્રદેશમાંથી ચોમાસાની વિદાયની જાહેરાત થઈ ગઈ છે. 24 જૂને તેની એન્ટ્રી થઈ હતી અને 3 ઑક્ટોબરે વિદાય થઈ. આ વખતે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું રાજ્યમાં 100 દિવસ સુધી સક્રિય રહ્યું. ઉત્તર પ્રદેશ: લખનઉમાં પૂર, 10 હજાર લોકોનું સ્થળાંતર, ગલીઓમાં નાવ ચાલી રહી છે યુપીમાં વરસાદ અટકી ગયો છે, પરંતુ નદીઓ હજુ પણ બેકાંઠે છે. 11 જિલ્લાઓમાં 10 નદીઓ જોખમના નિશાનથી ઉપર વહી રહી છે. લખનઉમાં ગોમતી નદીનું જળસ્તર વધતાં 40 હજારથી વધુ ઘરોમાં પાણી ઘૂસી ગયું છે. 10 હજાર લોકો ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરી ગયા છે. બિહાર: 6 જિલ્લાઓમાં પૂર, 27 મોત..20થી વધુ લાપતા, 466 ગામો ડૂબ્યાં બિહારમાં પૂરજન્ય સ્થિતિ વિકરાળ બની ગઈ છે. ગંડક નદીમાં પૂર અને તટબંધ તૂટવાથી 6 જિલ્લાનાં આશરે 466 ગામો પૂરગ્રસ્ત બન્યાં છે. તેના કારણે આશરે 8 લાખ લોકો પ્રભાવિત થયા છે. આશરે 92,730 લોકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવામાં આવ્યા છે. ઝારખંડ: 7 ઑક્ટોબરથી ગાજવીજ સાથે ભારે પવનની શક્યતા, 5થી વાદળછાયું વાતાવરણ રહેશે ઝારખંડમાં આગામી બે દિવસ સુધી હવામાન મુખ્યત્વે સ્વચ્છ અને શુષ્ક રહેશે. ત્યારબાદ 5 ઑક્ટોબરથી રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ અને હળવાથી મધ્યમ વરસાદની પ્રવૃત્તિઓ શરૂ થઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    ‘પપ્પા, હવે તમારે કોઈને પૈસા આપવા નહીં પડે’:3 દિવસ સુધી પિતા દીકરાને સમજાવતા રહ્યા પણ માન્યો નહીં; 43માં માળેથી છલાંગ લગાવી દીધી
    Next Article
    મેઘપર પાસે કારચાલકે બાઈકને ટક્કર મારી:યુવકને મોઢાના ભાગે ગંભીર ઈજા, નાક ફ્રેક્ચર અને 4 દાંત તૂટ્યા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment