Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    10 જાન્યુઆરીથી વસ્તી ગણતરીનો બીજો તબક્કો શરૂ:સેલ્ફ વિકલ્પ બાદ 25 જાન્યુઆરીથી ઘરે ઘરે જઈને 40 પ્રશ્નોની માહિતી એકત્ર કરાશે, અંદાજે 4200 જેટલા કર્મચારીઓ કામગીરીમાં જોડાશે

    2 दिन पहले

    રાજકોટ મહાપાલિકા દ્વારા 10 જાન્યુઆરી 2027થી વસ્તી ગણતરીના બીજા તબક્કાની શરૂઆત થશે. આ અંતર્ગત 10 થી 24 જાન્યુઆરી સુધી નાગરિકો માટે સ્વ-ગણતરીનો વિકલ્પ રહેશે, અને 25 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી કર્મચારીઓ ઘરે-ઘરે જઈને દરેક વ્યક્તિને કુલ 40 પ્રશ્નો પૂછશે. 1 થી 5 માર્ચ દરમિયાન પુનરીક્ષણ દોર યોજાશે. નવા વિસ્તારો ભળવાથી શહેરનો વિસ્તાર 161.86 ચોરસ કિમી થયો છે, જેના કારણે કુલ વસ્તી 20 લાખને પાર થવાની શક્યતા છે. આ સમગ્ર કામગીરીમાં મનપા, શાળાઓ, યુનિવર્સિટી અને સરકારી બેંકોના અંદાજે 4,200થી વધુ કર્મચારીઓ જોડાશે, તેમજ સ્માર્ટફોન ધારકોને સ્વ-ગણતરીમાં જોડાવા અપીલ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી રહેલી વસ્તી ગણતરીના બીજા તબક્કાની શરૂઆત આગામી 10 જાન્યુઆરી 2027થી થશે. ભારતના રાજપત્રની સૂચના મુજબ, કર્મચારીઓ ઘરે ઘરે જઈને ગણતરી શરૂ કરે તે પહેલાં 10 જાન્યુઆરી 2027થી 24 જાન્યુઆરી 2027 સુધી નાગરિકો માટે સ્વ-ગણતરી (સેલ્ફ)નો વિકલ્પ રહેશે. ત્યારબાદ 25 જાન્યુઆરી 2027થી 28 ફેબ્રુઆરી 2027 સુધી કર્મચારીઓ ઘરે ઘરે જઈને વિગતો એકત્ર કરશે અને 1 માર્ચ 2027થી 5 માર્ચ 2027 દરમિયાન પુનરીક્ષણ દોર યોજાશે. આ કામગીરી માટે સંદર્ભ તારીખ માર્ચ 2027ના પહેલા દિવસે 00:00 વાગ્યાની નક્કી કરાઈ છે. સમગ્ર પ્રક્રિયા માટે રાજકોટમાં 17 અને 18 નવેમ્બર એમ બે દિવસ ટ્રેનિંગ પણ યોજાઈ ચૂકી છે. બીજા તબક્કામાં દરેક વ્યક્તિને પૂછાશે આ 40 પ્રશ્નો 1. વ્યક્તિનું નામ 2. મુખિયા સાથેનો સંબંધ 3. લિંગ 4. જન્મ તિથિ અને આયુ (પૂર્ણ વર્ષોમાં) 5. વર્તમાન વૈવાહિક સ્થિતિ 6. લગ્ન સમયની આયુ (પૂર્ણ વર્ષોમાં) 7. પતિ/પત્નીનું નામ 8. ઘોષિત રાષ્ટ્રીયતા 9. ધર્મ 10. અનુસૂચિત જાતિ (અ.જા.)/અનુસૂચિત જનજાતિ (અ.જ.જા.)/જાતિ 11. પિતાનું વિવરણ 12. માતાનું વિવરણ 13. નિઃશક્તતા 14. માતૃભાષા અને અન્ય ભાષાઓનું જ્ઞાન 15. સાક્ષરતા અને ડિજિટલ સાક્ષરતાની સ્થિતિ 16. શૈક્ષણિક સંસ્થાનમાં શિક્ષણ ગ્રહણ કરવાની સ્થિતિ 17. પ્રાપ્ત શિક્ષણનું ઉચ્ચતમ સ્તર તથા સંકાય/વિષય 18. ભૂતકાળમાં કોઈ પણ સમયે કોઈ કામકાજ કર્યું છે કે કેમ 19. આર્થિક કાર્યકલાપની શ્રેણી 20. વ્યવસાય 21. ઉદ્યોગ, વ્યાપાર અથવા સેવાનું સ્વરૂપ 22. કર્મીનો વર્ગ 23. બિન-આર્થિક કાર્યકલાપ (અલ્પકાલિક, અર્ધ-અલ્પકાલિક અને બિન કર્મી માટે) 24. કામની શોધમાં અથવા કામ માટે ઉપલબ્ધતા (અલ્પકાલિક, અર્ધ-અલ્પકાલિક અને બિન કર્મી માટે) 25. કાર્યસ્થળ સુધીની મુસાફરી 26. જન્મ સ્થાન 27. પૂર્વ નિવાસ સ્થાન 28. સ્થળ પરિવર્તનનું કારણ 29. સ્થળ પરિવર્તન બાદ આ ગામ/શહેરમાં નિવાસની અવધિ 30. સ્થાયી નિવાસ સ્થાનનું સરનામું 31. વર્તમાનમાં જીવિત બાળકોની સંખ્યા (કેવળ વર્તમાનમાં વિવાહિત, વિધવા, છૂટાછેડા અને સંબંધ વિચ્છેદિત મહિલા માટે) 32. ક્યારેય પણ જીવિત જન્મેલા બાળકોની સંખ્યા (કેવળ વર્તમાનમાં વિવાહિત, વિધવા, છૂટાછેડા અને સંબંધ વિચ્છેદિત મહિલા માટે) 33. છેલ્લા 1 વર્ષ દરમિયાન જીવિત જન્મેલા બાળકોની સંખ્યા (કેવળ વર્તમાનમાં વિવાહિત મહિલા માટે) 34. કોવિડ-19 રસીકરણનું સ્થાન 35. બેંક ખાતાની કુલ સંખ્યા 36. મોબાઈલ નંબર (જો ઉપલબ્ધ હોય તો) 37. આધાર નંબર (જો ઉપલબ્ધ હોય તો) 38. વોટર આઈડી નંબર (જો ઉપલબ્ધ હોય તો) 39. પાસપોર્ટ નંબર (જો ભારતીય પાસપોર્ટ ધારક હોય) 40. ડ્રાઈવિંગ લાયસન્સની ઉપલબ્ધતા નવા વિસ્તારોને કારણે રાજકોટની વસ્તી 20 લાખને પાર થવાની શક્યતા વર્ષ 2011 બાદ લાંબા સમય પછી થઈ રહેલી આ વસ્તી ગણતરીમાં શહેરનો વિસ્તાર વધવાથી કુલ વસ્તી 20 લાખને વટાવી જાય તેવી શક્યતા છે. વર્ષ 1998માં રૈયા, નાનામૌવા અને મવડી ભળ્યા બાદ વિસ્તાર 104.86 ચોરસ કિમી થયો હતો. ત્યારબાદ જાન્યુઆરી 2015માં કોઠારીયા અને વાવડી ભળતા 129.21 ચોરસ કિમી અને જૂન 2020માં મોટામૌવા, મુંજકા, ઘંટેશ્વર, માધાપર તથા મનહરપુર-1 ભળતા કુલ વિસ્તાર 161.86 ચોરસ કિમી થયો છે. વર્ષ 1981માં 4.44 લાખ, 1991માં 5.50 લાખ, 2001માં 10.00 લાખ અને 2011માં 13.46 લાખ વસ્તી નોંધાઈ હતી, જેમાં આ વખતે નવા ભળેલા વિસ્તારોને લીધે મોટો વધારો જોવા મળી શકે છે. 4,200થી વધુ કર્મચારીઓની ટીમ કામે લાગશે રાજકોટ મનપાનાં ચૂંટણી અધિકારી પ્રણય પંચાલે આ અંગે દિવ્યભાસ્કર સાથેની ટેલિફોનિક વાતચીતમાં કહ્યું હતું કે, આ કામગીરી કરવા માટે અંદાજે 4,200 જેટલા કર્મચારીઓની જરૂર પડશે. રાજકોટ મહાનગરપાલિકા પાસે હાલ 4,500 જેટલો સ્ટાફ છે, છતાં કલેક્ટર મારફત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, મનપા હસ્તકની શાળાઓ, ગ્રાન્ટેડ શાળાઓ, સરકારી બેંકો અને કલેક્ટરના કર્મચારીઓને પણ આ કામગીરીમાં જોડવામાં આવશે. જેમાં લોકોને ઉપર દર્શાવેલ 40 પ્રશ્નો પૂછવામાં આવશે. મોટાભાગના લોકો સ્માર્ટ ફોનનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે આવા તમામ લોકોને સ્વ ગણતરીમાં જોડાવા માટેની અપીલ પણ તેમણે કરી છે.
    Click here to Read More
    Previous Article
    પાંડેસરામાં રખડતા શ્વાને 6 વર્ષના બાળકના ગાલ પર બચકાં ભર્યા:પાલિકામાં હજુ સુધી કોઈ ફરિયાદ નહીં, શ્વાનના વધતા ત્રાસથી વાલીઓમાં ભારે ચિંતા
    Next Article
    જાહેરમાં જુગાર રમતી મહિલાઓ ઝડપાઇ:બોરતળાવ મફતનગર મહાકાળી ચોક પાસે જાહેર જગ્યામાં જુગાર રમતી 4 મહિલાઓ સહિત 5 શખ્સો ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment