Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પરબધામમાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ:10 લાખ ભક્ત ઉમટશે, પ્રસાદ માટે 24 કલાક ધમધમતા રસોડા, 4 હજાર સ્વયંસેવકોની રાત-દિવસની સેવા, ડાયરા-સંતવાણી સાથે મહોત્સવ

    1 day ago

    અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં ભક્તિનો માહોલ છે. ભેંસાણ તાલુકામાં આવેલા ઐતિહાસિક અને વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ પરબધામ ખાતે ભજન, ભોજન અને ભક્તિનો અનોખો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે. સંત દેવીદાસ બાપુ અને અમર માના આ પાવન સેવાધામમાં અષાઢી બીજના દર્શનનું સનાતન ધર્મમાં મોટું મહત્વ હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. બે દિવસમાં 10 લાખ શ્રદ્ધાળુ અહીં દર્શને ઉમટી પડશે અને પ્રસાદનો લાભ લેશે. ત્યારે પ્રસાદ માટે 24 કલાક રસોડા ધમધમી રહ્યા છે. આ ઉપરાંત આ ઉત્સવમાં સંત દેવીદાસ અને અમર માની સમાધિએ વિશેષ પૂજા-અર્ચના, ધ્વજારોહણ અને આરતી કરાશે. જ્યારે રાત્રે ડાયરા અને સંતવાણીના કાર્યક્રમ યોજાશે. 24 કલાક અવિરત મહાપ્રસાદ પરબધામમાં વર્ષોથી ચાલી આવતી 'ટુકડો ત્યાં હરિ ઢુકડો'ની પરંપરા આજે પણ ભવ્ય રીતે કાર્યરત છે. 14 જુલાઈની સાંજથી જ અહીં 24 કલાક અવિરત મહાપ્રસાદની શરૂઆત કરી દેવામાં આવી છે. શુદ્ધ ઘીના લાડુ, ગાંઠિયા, શાક અને ખીચડી-કઢી જેવા પ્રસાદ માટે વિશાળ રસોડાં ધમધમી રહ્યા છે. આ રસોડા વિભાગમાં આસપાસના 170થી વધુ ગામના યુવાનોથી લઈને વૃદ્ધો સુધીના સેંકડો લોકો સેવા આપી રહ્યા છે. વ્યવસ્થા અને સુરક્ષાના સજ્જ આયોજનો લાખોની મેદનીને નિયંત્રિત કરવા માટે મંદિર પ્રશાસન દ્વારા રોટલી, દાળ-શાક, પાર્કિંગ, સફાઈ, મેડિકલ અને વાઈ-ફાઈ સહિત 40 જેટલા અલગ-અલગ વિભાગો બનાવવામાં આવ્યા છે, જેમાં 4000 જેટલા સ્વયંસેવકો રાત-દિવસ સેવા આપી રહ્યા છે. સુવિધા: ભક્તોની સરળતા માટે 18 એન્ટ્રી ગેટ બનાવવામાં આવ્યા છે. ટ્રાફિક નિયંત્રણ: ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે ખાસ પાર્કિંગ પ્લોટની વ્યવસ્થા કરાઈ છે. સુરક્ષા: સમગ્ર કેમ્પસમાં 125 જેટલા સીસીટીવી કેમેરા અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયેલો છે. રાત્રે ભવ્ય લોક ડાયરો અષાઢી બીજની રાત્રે પરબધામના પટાંગણમાં ભવ્ય લોક ડાયરા અને સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના નામાંકિત કલાકારો અને ભજનિકો મોડી રાત સુધી ભજન અને ભક્તિરસની સરવાણી વહાવશે, જ્યાં પરંપરાગત વાદ્યોના તાલે ભક્તો લીન બનશે. શ્રદ્ધા, અન્નદાન અને ભક્તિના આ અનોખા સંગમ સમાન પરબધામનો મેળો લોક સંસ્કૃતિ અને સેવાનો ઉત્કૃષ્ટ નમૂનો પેશ કરે છે. મંદિરે આવતા તમામ યાત્રિકો શાંતિપૂર્વક દર્શન અને મહાપ્રસાદનો લાભ લઈ શકે તે માટે મંદિર પ્રશાસન અને પોલીસ તંત્ર સંપૂર્ણપણે કટિબદ્ધ છે. અષાઢી બીજના પવિત્ર દિવસે વહેલી સવારથી જ પરબધામમાં સંત દેવીદાસ બાપુ અને અમર માની સમાધિએ વિશેષ પૂજા-અર્ચના, ધ્વજારોહણ અને આરતી સાથે મહોત્સવનો વિધિવત પ્રારંભ થયો છે. પરબધામના વર્તમાન ગાદીપતિ રમેશદાસ બાપુના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    જાયન્ટ્સ પાટણ દ્વારા કોટાવડ શાળામાં ચોપડા વિતરણ:દાતાઓના સહયોગથી 102 વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય
    Next Article
    How Delhi Police Proved Tahir Hussain Was Behind Intel Officer's Killing

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment