Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈઝરાયલ-લેબનોન વચ્ચે 10 દિવસનો યુદ્ધવિરામ:ટ્રુથ સોશિયલ પર ટ્રમ્પની જાહેરાત;આજે રાત્રે 2-30 વાગ્યાથી શરૂ થશે; અમેરિકા બોલ્યું- ઈરાને ડીલ ન માની તો ફરી યુદ્ધ

    1 week ago

    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે ઇઝરાયલ અને લેબનોન 10 દિવસના યુદ્ધવિરામ માટે સંમત થયા છે. આ યુદ્ધવિરામ ગુરુવારે ભારતીય સમય મુજબ સવારે 2:30 વાગ્યે અમલમાં આવશે. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કર્યું કે તેમણે લેબનોનના રાષ્ટ્રપતિ જોસેફ આઉન અને ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે વાત કરી હતી, ત્યારબાદ આ કરાર થયો હતો. તેમણે જણાવ્યું હતું કે તેઓ ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને લેબનોનના રાષ્ટ્રપતિ જોસેફ આઉનને વાટાઘાટો માટે વોશિંગ્ટન આમંત્રણ આપશે. આ અઠવાડિયે, 34 વર્ષમાં બંને દેશો વચ્ચે પહેલી સીધી વાટાઘાટો વોશિંગ્ટનમાં થઈ હતી, જેમાં યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો પણ સામેલ હતા. ટ્રમ્પે જણાવ્યું હતું કે તેમણે ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સ, સેક્રેટરી ઓફ સ્ટેટ રુબિયો અને જોઈન્ટ ચીફ્સ ચેરમેન જનરલ ડેન કેઈનને કાયમી શાંતિ સુનિશ્ચિત કરવા માટે બંને દેશો સાથે કામ કરવા નિર્દેશ આપ્યો છે. યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચેના બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    વાનખેડેમાં મુંબઈ...મુંબઈ...ની ગુંજ, પંજાબની બીજી વિકેટ પડી!:ગઝનફરનું રોનાલ્ડો સેલિબ્રેશન, પ્રિયાંશ બાદ કોનોલીને આઉટ કર્યો
    Next Article
    અમેરિકામાં 10 વૈજ્ઞાનિકો શંકાસ્પદ રીતે ગુમ-મોત:એક જ પેટર્ન; ફોન-વૉલેટ-ચાવી વગર ઘરેથી નીકળ્યા ને પાછા ન ફર્યા; ન્યુક્લિયર સિક્રેટ્સ જાણતા વૈજ્ઞાનિકો ટાર્ગેટ પર

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment