Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં 10 સ્થળે કડાકાભેર વૃક્ષો તૂટી પડ્યા:રાતના 2થી સવારના 11 વાગ્યા સુધી ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમની ઘંટડીઓ રણકતી રહી, સદનસીબે જાનહાનિ ટળી

    2 days ago

    સુરતમાં મોડી રાત્રે મેઘરાજાની તોફાની બેટિંગની સાથે વાવાઝોડા જેવા ફૂંકાયેલા ભારે પવને શહેરમાં અનેક જગ્યાએ તારાજી સર્જી હતી. રાત્રે 2 વાગ્યાની આસપાસ શરૂ થયેલા પવનના તીવ્ર સુસવાટા સહન ન કરી શકવાને કારણે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં 10 જેટલા વિશાળકાય અને વર્ષો જૂના વૃક્ષો પત્તાના મહેલની જેમ કડાકાભેર ધરાશાયી થઈ ગયા હતા. રાત્રિના ઘનઘોર અંધકાર વચ્ચે અચાનક વૃક્ષો પડવાના અવાજોથી આસપાસના રહીશોમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો. કેટલાક વાહનો પર પણ વૃક્ષો પડતા નુકસાન થયું હતું. ફાયર કંટ્રોલ રૂમમાં સતત કૉલ્સ આવ્યા, રસ્તાઓ સાફ કરવા યુદ્ધના ધોરણે કામગીરી મેઘતાંડવ વચ્ચે મોડી રાત્રે 2 વાગ્યાથી શરૂ કરીને સવારના 11 વાગ્યા સુધીમાં ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમમાં ઝાડ પડવાના એકપછી એક 10 કોલ રજીસ્ટર થયા હતા. કૉલ મળતાની સાથે જ ફાયર ફાઈટરોની અલગ-અલગ ટીમો આધુનિક સાધનો અને કટર સાથે ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ભારે વરસાદની વચ્ચે જ ફાયરના જવાનોએ રસ્તા પર આડા પડેલા તોતિંગ ઝાડના ડાળખાં કાપીને રસ્તાની સાઇડ પર ખસેડવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરી હતી, જેથી સવારના સમયે ટ્રાફિક જામની સમસ્યા ન સર્જાય. ભરચકક અને પોશ વિસ્તારોમાં મોટો અકસ્માત ટળ્યો શહેરના જે વિસ્તારોમાં વૃક્ષો પડવાની ઘટનાઓ બની છે, તેમાં સલાબતપુરા, કતારગામ વેડરોડ, અઠવા લાઈન્સ ગોકુલમ ડેરી પાસે, મક્કાઈપુલ, અડાજણ મધુરમ સર્કલ, વરાછા બુટ ભવાની બસ સ્ટોપ, મોરા ભાગળ જનતા ચોક અને કતારગામ મોટી વેડ જેવા પોશ અને સતત વાહનોથી ધમધમતા વિસ્તારોનો સમાવેશ થાય છે. સામાન્ય દિવસોમાં આ વિસ્તારોમાં ભારે ભીડ હોય છે, પરંતુ સદનસીબે આ આખી ઘટના મોડી રાત્રે અને વહેલી સવારે બની હોવાથી રસ્તાઓ સુમસામ હતા. કેટલાક વાહનો પર વૃક્ષ પડવાના કારણે થોડું ઘણું નુકસાન થયું હતું. જોકે કોઈ મોટી જાનહાનિ કે વાહનોને મોટું નુકસાન થવા પામ્યું નથી. તંત્રએ પણ કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટતાં રાહતનો શ્વાસ લીધો છે.
    Click here to Read More
    Previous Article
    A brief history of Pride Month
    Next Article
    મોરબી શનાળાના વોકળાઓમાં ગંદકી:ફરિયાદો બાદ કમિશનર સંગીતા રૈયાણીએ અધિકારીઓને તાકીદ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment