Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝાપટાં:10 ઓગસ્ટ સુધી હળવા વરસાદની આગાહી, રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 18% વધુ વરસાદ

    9 hours ago

    4થી 10 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્ર- કચ્છ અને ગુજરાત રીજિયનમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 'સ્ટીપ પ્રેશર ગ્રેડિએન્ટ'ના કારણે મજબૂત પવનો ફૂંકાઈ શકે છે, જેની ઝડપ 15થી 20 નોટ્સ અને ઝટકા સાથે 25 નોટ્સ સુધી પહોંચી શકે છે. પવનની દિશા મુખ્યત્વે દક્ષિણ-પશ્ચિમ તરફ રહેશે. દરિયાઈ વિસ્તારમાં 30થી 40 કિમી/કલાકની ઝડપે અને ઝટકા સાથે 50 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના હોવાથી માછીમારો માટે ચેતવણી જાહેર કરાઈ છે. અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે એસજી હાઇવે સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સામાન્ય 15.99 ઇંચ કરતાં 18% વધુ એટલે કે કુલ 18.87 ઈંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. હાલમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય વેધર સિસ્ટમ વિશે હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. એ.કે. દાસે જણાવ્યું કે, મોનસૂન ટ્રફ હાલ અનૂપગઢ, દિલ્હી, શાહજહાંપુર, બસ્તી અને છપરા થઈને પૂર્વમાં નાગાલેન્ડ સુધી વિસ્તરેલી છે. આ ઉપરાંત, 5.8 કિમીની ઊંચાઈ પર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ટ્રફ સ્વરૂપે સક્રિય છે. ઉત્તર-પૂર્વ રાજસ્થાન પર 1.5 કિમી સુધી, સૌરાષ્ટ્ર-કચ્છ પર 5.8 કિમીની ઊંચાઈએ, તેમજ પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી અને આંધ્રપ્રદેશના કાંઠા વિસ્તાર પર 4.5 કિમી સુધી સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે.
    Click here to Read More
    Previous Article
    આ મહિને 14 દિવસ બેંકોમાં કામકાજ નહીં:ઓગસ્ટમાં 5 રવિવાર અને 2 શનિવાર ઉપરાંત અલગ-અલગ જગ્યાએ 7 દિવસ બેંક બંધ
    Next Article
    સમઢીયાળામાં બાળકો માટે કાયદાકીય શિબિર યોજાઈ:તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ અને ચાઈલ્ડ હેલ્પલાઇન 1098 દ્વારા આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment