Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢ યાર્ડમાં કેસરના શ્રીગણેશ:કમોસમી વરસાદ અને રોગચાળાને કારણે આ વર્ષે કેરીનો સ્વાદ મોંઘો પડશે, 10 કિલોના 1700 સુધી ભાવ

    8 hours ago

    ​જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ગીર પંથકની જગવિખ્યાત કેસર કેરીની આવક વિધિવત રીતે શરૂ થઈ ગઈ છે. સિઝનની શરૂઆતમાં જ કેરીના ભાવ આસમાને જોવા મળી રહ્યા છે. આજના દિવસે માર્કેટિંગ યાર્ડમાં કેરીના 10 કિલોના ભાવ 1,000થી લઈને 1,700 સુધી બોલાયા છે. જોકે, આ આંકડાઓ પાછળ ખેડૂતો અને ઇજારેદારોની વેદના છુપાયેલી છે. ​આ વર્ષે વાતાવરણમાં આવેલા અચાનક પલટા, કમોસમી વરસાદ અને આંબામાં ફેલાયેલા રોગચાળાને કારણે કેરીની આવકમાં મોટો ઘટાડો નોંધાયો છે. દિવસેને દિવસે આવક ઘટતી જતી હોવાથી બજારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. દર વર્ષે કમોસમી વરસાદ, માવઠું અને રોગ આવવાના કારણે હવે બગીચા રાખનારા ઇજારેદારો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. અંતિમ સમયે પાક નિષ્ફળ જતાં રાતા પાણીએ રોવાનો વારો બજારના ગણિત મુજબ, જો આવનારા દિવસોમાં આવક વધશે તો જ ભાવમાં ઘટાડો થશે, પરંતુ હાલની પરિસ્થિતિ જોતા જો આવક ઓછી રહેશે તો ભાવ હજુ પણ ઊંચા જવાની પૂરેપૂરી શક્યતા છે. કુદરતની કારમી થપાટે હાલ ઇજારેદારોને હેરાન-પરેશાન કરી દીધા છે. આખું વર્ષ આંબાની માવજત કરવા છતાં, અંતિમ સમયે પાક નિષ્ફળ જતાં ઇજારેદારોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. આ સંજોગોમાં કેરીના સ્વાદરસિકો માટે માઠા સમાચાર એ છે કે, આ વર્ષે કેસર કેરી માત્ર મોડી જ નહીં, પણ ઘણી મોંઘી પણ મળશે. 'જ્યાં 500 બોક્સની આશા હોય ત્યાં માંડ 200 બોક્સ ઉતરે છે' જગદીશભાઈ ગોંડલીયાએ વધુમાં જણાવ્યું હતું કે, અગાઉ 10 કિલોના બોક્સના 1,700થી 1,800 જેવો ભાવ મળતો હતો, જેની સામે અત્યારે 1,200થી 1,500 મળી રહ્યા છે. જો આ પરિસ્થિતિ રહી તો ખેડૂતો કંટાળીને આંબા કાપી નાખશે અને ઇજારેદારોએ અન્ય ખેતી તરફ વળવું પડશે. અમે સાતથી આઠ વખત દવાનો છંટકાવ કરીએ છીએ, પૂરતું પાણી આપીએ છીએ, પણ વાતાવરણમાં અચાનક પલટો આવતા જે કેરી તૈયાર થઈ હોય તે ખરી પડે છે. જ્યાં 500 બોક્સની આશા હોય ત્યાં માંડ 200 બોક્સ ઉતરે છે. આ પરિસ્થિતિમાં સ્વાદરસિકોને મોંઘી અને મોળી કેરી ખાવી પડશે. સ્વાદ રસિકોને આ વર્ષે પૂરતી કેરી અને યોગ્ય ભાવમાં ફળ નહીં મળે ​ગીર પંથકમાં આંબાનો બગીચો રાખતા અનુભવી ઇજારેદાર વેડશીભાઈએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, હું છેલ્લા 25 વર્ષથી આંબાનો બગીચો ઇજારા પર રાખું છું. આજે હું અહીં અંદાજે 80 જેટલા બોક્સ કેરી લઈને આવ્યો છું. હાલ બજારમાં 10 કિલો કેરીના ભાવ 1,000થી 1,500 સુધી મળી રહ્યા છે, પરંતુ દુઃખની વાત એ છે કે દર વર્ષે જેટલી કેરી ઉતરે છે તેટલી આ વર્ષે આંબા પર દેખાતી નથી. આ વર્ષે આંબામાં ખૂબ જ રોગચાળો આવ્યો છે, જેને કારણે ઉત્પાદન ઘટ્યું છે. કમોસમી વરસાદ અને રોગના કારણે અમને ખૂબ મોટું નુકસાન થવાની ભીતિ છે. સ્વાદરસિકોને આ વર્ષે પૂરતી કેરી અને યોગ્ય ભાવમાં ફળ નહીં મળે, કારણ કે ઓછી આવકના લીધે ભાવ ઊંચા જ રહેવાના છે. ખેડૂતોની જેમ ઈજારેદારોને પણ સરકાર સહાય આપે તેવી માગ ​ઇજારેદારોનું કહેવું છે કે, દર વર્ષ કરતાં આ વર્ષે નુકસાનનો આંકડો મોટો હશે. જ્યારે કોઈ ઇજારેદાર ખેડૂત પાસેથી આંબાનો બગીચો રાખે છે, ત્યારે તેણે 50 ટકા રકમ એડવાન્સ પેટે ચૂકવવી પડે છે. કમોસમી વરસાદ અને માવઠાને કારણે આંબા પરથી કેરીઓ ખરી પડે છે, જે સીધું નુકસાન ઇજારેદારોના ફાળે જાય છે. બાર મહિના સુધી મોંઘી દવાઓ અને ખાતર આપીને આંબાની માવજત કરવામાં આવે છે છતાં કુદરત સાથ નથી આપતી. ઇજારેદારોની માગ છે કે સરકાર તેમને પણ પૂરતી મદદ કરે, કારણ કે ખેડૂતોને ઘણીવાર સહાય મળે છે પણ ઇજારેદારોને માત્ર નુકસાન જ વેઠવું પડે છે. બજારમાં 20 કિલોના સરેરાશ ભાવ 1,000થી 4,200 સુધી બોલાયા હરેશભાઈ ગજેરાએ આંકડાકીય માહિતી આપતા જણાવ્યું હતું કે, જૂનાગઢ શાકભાજી માર્કેટિંગ યાર્ડમાં કેરીના શ્રી ગણેશ તારીખ 22 માર્ચ, 2026થી થયા છે. શરૂઆતના દિવસે માત્ર 58 બોક્સની આવક થઈ હતી, જ્યારે આજે 800થી વધુ બોક્સ આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 3,200 જેટલા બોક્સ આવ્યા છે. બજારમાં 20 કિલોના સરેરાશ ભાવ 1,000થી 4,200 સુધી બોલાયા છે. એટલે કે 10 કિલોના ભાવ 500થી 2,000 સુધી રહ્યા છે. 'દર વર્ષની સરખામણીએ આ વર્ષે ઉત્પાદન ઓછું રહેશે' ​માર્કેટિંગ યાર્ડના વેપારી અદ્રેમાન પંજાએ જણાવ્યું હતું કે, આજે યાર્ડમાં 800થી વધુ બોક્સ આવ્યા છે અને 10 કિલોના ભાવ 900થી 1,500 વચ્ચે રહ્યા છે. ભાવનો સંપૂર્ણ આધાર આવક પર રહેશે. જો આવક વધશે તો ભાવ ઘટશે, પણ હાલ તો ઘટાડો થવાની શક્યતા ઓછી જણાય છે. આગામી 15 દિવસમાં આવક થોડી વધશે અને એક મહિના બાદ કેરીની પૂરેપૂરી સિઝન શરૂ થશે. જોકે, એ વાત નક્કી છે કે દર વર્ષની સરખામણીએ આ વર્ષે કેરીનું કુલ ઉત્પાદન ઓછું જ રહેવાનું છે.
    Click here to Read More
    Previous Article
    મનપા કમિશનર એક્શન મોડમાં:ગંગાજળિયા તળાવ, મહિલા બાગ અને બિઝનેસ સેન્ટર સહિતના સ્થળોએ કમિશનરે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું, બિઝનેસ સેન્ટરને નોટિસ પાઠવવામાં આવશે
    Next Article
    Watch: How Laughter Stopped An Armed Robbery In Spain

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment