Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં પોલીસ ચોકી સામે યુવકનું મર્ડર:10 ગુંડા ટેમ્પોમાં આવ્યા, દોડાવી દોડાવીને પીઠમાં 15થી વધુ ઘા માર્યા, આંતરડું બહાર આવી ગયું; 12 દિવસ પહેલાં બબાલ થઈ'તી

    2 days ago

    અમદાવાદમાં રાણીપ પોલીસ ચોકી નજીક ગઇકાલે(15 ઓગસ્ટ) મોડી રાત્રે યુવકની હત્યા કરાઈ હતી. અગાઉની અદાવતમાં યુવક પર 8થી 10 શખસો હથિયાર વડે તૂટી પડ્યા હતા. જેમાં પીઠમાં 15થી વધુ ઊંડા ઘા માર્યા હતા. હુમલામાં યુવકના પેટમાંથી આંતરડું પણ બહાર આવી ગયું હતું. આ હત્યા જાહેરમાં અને રાણીપ પોલીસ ચોકીથી માત્ર ગણતરીના અંતરમાં જ બની છે. રાતના સમયે પોલીસ કમિશનરે તમામ અધિકારીઓને હાજર રહેવા સૂચના આપી છે. ત્યારે મોડી રાતે જાહેરમાં જ આ પ્રકારનો હત્યાનો બનાવ બનતા પોલીસની કામગીરી પર સવાલ ઊભા થયા છે. વિશાલ ચૌહાણ અને 8થી 10 સાગરીતો તલવાર-ધારિયા લઈ તૂટી પડ્યા RTO ચાર રસ્તા નજીક 37 વર્ષીય અજય સાલ્વી નામના યુવક પર વિશાલ ચૌહાણ અને તેના 8થી 10 સાગરીતોએ ભેગા મળીને તલવાર અને ધારિયા જેવા ધારદાર હથિયાર વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં અજયને ગંભીર ઈજા પહોંચી હતી. જેથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે ગંભીર ઈજા થવાના કારણે અજયનું સારવાર દરમિયાન જ મોત થયું છે. પોલીસે અજયના મૃતદેહને પીએમ માટે મોકલી ફરિયાદ નોધી છે. બનાવ અંગે આસપાસના સીસીટીવી ફૂટેજ અને પરિવારના સભ્યોના નિવેદન લેવામાં આવી રહ્યા છે. બે પક્ષના ઝઘડામાં વચ્ચે પડ્યો હતો પોલીસ તપાસમાં આ હત્યા જૂની અદાવતમાં થઈ હોવાનું સામે આવ્યું છે. થોડા દિવસ અગાઉ મદ્રાસી સમાજના લોકો અને આરોપીઓ વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં મૃતકે મદ્રાસી સમાજના લોકોનો પક્ષ લઈને આરોપીનો વિરોધ કર્યો હતો. તે દિવસથી આરોપી અને તેના સાગરિતો મૃતકને મારવાની ફિરાકમાં હતા. ગઈકાલે મોકો મળતા જ વિશાલ અને તેના સાગરીતોએ મૃતક પર જીવલેણ હુમલો કરી હત્યા કરી હતી. હત્યા બાદ તમામ આરોપીઓ ફરાર થઈ ગયા છે જેમની શોધખોળ ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    વારાણસી એરપોર્ટમાં ફાયરિંગ, 2 કર્મચારીઓ ઘાયલ:મુસાફર પોતાની પિસ્તોલ જમા કરાવવા પહોંચ્યો હતો, ત્યારે ગોળી છૂટી ગઈ; મુંબઈ જઈ રહ્યો હતો
    Next Article
    વિશ્વાસનો ફાયદો ઉઠાવી કરોડો ચાઉં કરી લીધા:બિલ્ડરે એકાઉન્ટન્ટને સહી કરેલી કોરી ચેકબુકો આપી, 16 મહિનામાં 1.23 કરોડ બીજાના ખાતામાં ટ્રાન્સફર કરી દીધા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment