Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડિગ્રી વગરનો 10 પાસ બોગસ ડોક્ટર ઝડપાયો:અકોટામાં પ્રોમીલા ક્લિનિકમાં 15 વર્ષથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો, 1.18 લાખનો મુદ્દામાલ જપ્ત

    3 days ago

    વડોદરાના અકોટા વિસ્તારમાં છેલ્લા 15 વર્ષથી ક્લિનિક ચલાવી દર્દીઓને એલોપેથીક દવાઓ અને ઇન્જેક્શન આપતા બોગસ તબીબનો પર્દાફાશ થયો છે. LCB ઝોન-2ની ટીમે અકોટા ગાર્ડનની સામે આવેલી પ્રોમીલા ક્લિનિકમાં રેડ કરી હતી અને માન્ય તબીબી ડિગ્રી કે રજીસ્ટ્રેશન વગર જ પ્રેક્ટિસ કરતા 45 વર્ષીય બિસ્વજીત પ્રફુલ્લા હાલદારને ઝડપી પાડ્યો છે. ક્લિનિકમાંથી દવાઓ, ઇન્જેક્શન અને મેડિકલ સાધનો સહિત 1.18 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.10 પાસ બોગસ ડોક્ટર લોકોને દવા આપીને સારવાર કરતો હતો અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો. LCBનો ક્લિનિક પર દરોડો LCB ઝોન 2ની ટીમને બાતમી મળી હતી કે, પ્રોમીલા ક્લિનિકમાં બિસ્વજીત હાલદાર કોઈ માન્ય તબીબી ડિગ્રી કે રજીસ્ટ્રેશન વિના દર્દીઓની સારવાર કરે છે અને એલોપેથીક દવાઓ આપે છે. આ બાતમીના આધારે LCB ઝોન-2ની ટીમે મેડિકલ ઓફિસરની હાજરીમાં ક્લિનિક પર દરોડો પાડ્યો હતો. 15 વર્ષથી ક્લિનિક ચલાવીને એલોપેથીક દવાઓ-ઇન્જેક્શનનો ઉપયોગ કરતો તપાસ દરમિયાન આરોપીએ 15 વર્ષથી ક્લિનિક ચલાવતો હોવાનું જણાવ્યું હતું. જોકે તબીબી પ્રેક્ટિસ માટે જરૂરી માન્ય પ્રમાણપત્ર કે રજીસ્ટ્રેશન અંગે પૂછપરછ કરતા કોઈ માન્ય પ્રમાણપત્ર ન હોવાનું સામે આવ્યું છે. મેડિકલ ઓફિસરની તપાસમાં પણ આરોપી એલોપેથીક દવાઓ અને ઇન્જેક્શનનો ઉપયોગ કરીને તબીબી પ્રેક્ટિસ કરતો હોવાનું બહાર આવ્યું છે. કફ સિરપની 38 બોટલ સહિતનો 1.18 લાખનો મુદ્દામાલ જપ્ત ક્લિનિકમાંથી 41 હજાર રૂપિયાની કિંમતની કફ સિરપની 38 બોટલ, 162 ઇન્જેક્શન, દવાઓના 281 પત્તા, 84 ટ્યુબ, 30 પાઉડર, 32 કેપ્સ્યુલ, 9 ગ્લુકોઝની બોટલ અને 19 ઇન્ફ્યુઝન સેટ મળી આવ્યા છે. આ ઉપરાંત મેડિકલ સાધનો, રોકડ 15 હજાર રૂપિયા અને મોબાઇલ ફોન મળીને કુલ 1.18 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. બોગસ ડોક્ટરની ધરપકડ અકોટા પોલીસે બોગસ ડોક્ટર વિરુદ્ધ ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. વર્ષોથી ચાલતી ક્લિનિકમાં આરોપએ કેટલા દર્દીઓની સારવાર કરી હતી અને આરોપીએ કયા પ્રકારની દવાઓ તથા ઇન્જેક્શન આપ્યા હતા તેની પણ તપાસ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    એક કામગીરી પૂરી નથી ત્યાં શિક્ષકોને નવી જવાબદારી:હવે પ્રશસ્ત 2.0 એપથી તમામ વિદ્યાર્થીઓનું સ્ક્રીનિંગ, દિવ્યાંગતાની સમયસર ઓળખ કરાશે
    Next Article
    ખાંડના ભાવ રેકોર્ડ ઊંચાઈથી 18% સુધી ઘટ્યા:મીલમાંથી નીકળતી ખાંડનો ભાવ ₹55 પર આવ્યો, છૂટક બજારમાં પણ જલ્દી સસ્તી થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment