Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભણતર માત્ર 10-12 પાસ, પણ દિમાગ 'ભેજાબાજ':પહેલા Groww-Angel One જેવી એપમાં નફો કરાવ્યો, પછી નકલી 'વેલ્થ ટ્રેડ' એપથી ₹8 કરોડ 22 લાખ ખંખેર્યા

    6 घंटे पहले

    સુરતના એક ફરિયાદી સાથે શેર માર્કેટમાં ઊંચા નફાની લાલચ આપી ₹14,47,997ની ઓનલાઈન છેતરપિંડી આચરવાના કેસમાં સુરત સાયબર ક્રાઇમ સેલને મોટી સફળતા મળી છે. પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે મધ્ય પ્રદેશના ઈન્દોરમાં ચાલતા ગેરકાયદે કોલ સેન્ટર પર દરોડો પાડી 5 આરોપીની ધરપકડ કરી છે. ચોંકાવનારી બાબત એ છે કે, આ હાઈ-પ્રોફાઈલ સાયબર ફ્રોડ આચરનાર ટોળકીના તમામ સભ્યો માત્ર ધોરણ 10થી 12 સુધીનો જ અભ્યાસ ધરાવે છે. આ ગેંગે છેલ્લા એક વર્ષમાં 12 બેંક એકાઉન્ટ મારફતે ₹8,22,00,969ના શંકાસ્પદ વ્યવહારો કર્યા હોવાનું સામે આવ્યું છે. પહેલા જાણીતી એપમાં નફો કરાવી વિશ્વાસ જીતવાની મોડસ ઓપરેન્ડી આ ગેંગની છેતરપિંડી કરવાની પદ્ધતિ અત્યંત શાતિર હતી. આરોપીઓ સૌપ્રથમ શેરબજારમાં રોકાણ કરવા ઈચ્છુક લોકોનો ડેટા મેળવી તેમને વ્હોટ્સએપ અને ફોન દ્વારા સંપર્ક કરતા હતા. શરૂઆતમાં તેઓ રોકાણકારોનો વિશ્વાસ જીતવા માટે Groww અને Angel One જેવી જાણીતી એપ્લિકેશનમાં ડિમેટ એકાઉન્ટ ખોલાવી તેમાં રોકાણ કરાવતા અને થોડો નફો પણ અપાવતા હતા. ત્યારબાદ આ એપ્સમાં વધુ કમિશન અને ચાર્જિસ લાગતા હોવાનું બહાનું કાઢી, પોતાની ડેવલપ કરેલી 'Wealth Trade' નામની બનાવટી APK ફાઈલની લિંક મોકલી એપ ડાઉનલોડ કરાવતા હતા. બનાવટી એપમાં નુકસાન બતાવી પૈસા પડાવી લેતા ફરિયાદી એકવાર નકલી 'Wealth Trade' એપ્લિકેશનમાં એકાઉન્ટ ખોલે ત્યારબાદ આરોપીઓ વ્હોટ્સએપ મારફતે અલગ-અલગ બેંક એકાઉન્ટની વિગતો મોકલી તેમાં નાણાં ટ્રાન્સફર કરાવતા હતા. એપ્લિકેશનમાં શરૂઆતમાં નફો બતાવી વધુ રોકાણ કરાવ્યા બાદ અચાનક ડિમેટ એકાઉન્ટમાં મોટું નુકસાન થયું હોવાનું જણાવી રોકાણકારોના પૈસા પરત આપતા નહોતા. સુરતના ફરિયાદી પાસેથી પણ આ જ રીતે ₹14.47 લાખ પડાવી લેવાતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. ઈન્દોરના કોલ સેન્ટરમાં 18 ટેલીકોલર્સ કામ કરતા હતા સાયબર ક્રાઇમ સેલની ટીમે છેલ્લા 3-4 દિવસથી ઈન્દોરમાં ધામા નાખી ટેકનિકલ વિગતોના આધારે કોલ સેન્ટર પર રેડ કરી હતી. ત્યાં કુલ 18 ટેલીકોલર્સ કામ કરતા મળી આવ્યા હતા, જેમાંથી મુખ્ય 5 આરોપી હેમંત સોનારે (ઉં.વ. 28), ધર્મેન્દ્ર ઉર્ફે ડી.કે. રાય (ઉં.વ. 25), સુધાંશુ ગીતે (ઉં.વ. 26), પ્રવિણ ઉર્ફે પ્રિયાંશુ રાય (ઉં.વ. 25) અને યશ કુમાવત (ઉં.વ. 27)ની ધરપકડ કરી 4 દિવસના રિમાન્ડ મેળવાયા છે. આ તમામ મૂળ મધ્યપ્રદેશના રહેવાસી છે અને છેલ્લા 9 મહિનાથી એક વર્ષથી આ કોલ સેન્ટરમાં નોકરી કરતા હતા. 24 મોબાઈલ, 3079 લોકોનો ડેટા અને દેશભરની 7 ફરિયાદો ખુલી પોલીસે કોલ સેન્ટરમાંથી 19 અને આરોપીઓ પાસેથી 5 મળી કુલ 24 મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. તપાસ દરમિયાન કોલ સેન્ટરમાંથી ભારતના વિવિધ રાજ્યોના કુલ 3,079 કસ્ટમરોનો ડેટા મળી આવ્યો છે. આરોપીઓ દ્વારા ઉપયોગમાં લેવાયેલા 12 બેંક એકાઉન્ટને નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ (NCRP) પર ચેક કરતા ઉત્તરપ્રદેશમાં 3, તેમજ પશ્ચિમ બંગાળ, બિહાર, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં 1-1 મળી કુલ 7 ફરિયાદો નોંધાયેલી હોવાનું ખુલ્યું છે, જેમાં અંદાજે 1 કરોડની ઠગાઈ થઈ છે. સાયબર સેલના ડીસીપી બિશાખા જૈનની નાગરિકોને ખાસ અપીલ સાયબર સેલના ડીસીપી બિશાખા જૈને જણાવ્યું કે, છેલ્લા બે-ત્રણ મહિનાના ટેકનિકલ વર્કઆઉટ બાદ અમારી ટીમે ઈન્દોરમાં દરોડો પાડી 5 આરોપીને પકડ્યા છે, જેઓ માત્ર 10 કે 12 ધોરણ સુધી જ ભણેલા છે. તેમની મોડસ ઓપરેન્ડી એવી છે કે શરૂઆતમાં પ્રોફિટ વિડ્રો કરવા દઈને જેન્યુઇન હોવાનો વિશ્વાસ અપાવે છે અને બાદમાં મોટું રોકાણ કરાવી ફોન બંધ કરી દે છે. હું લોકોને અપીલ કરું છું કે, ફોન પર કોઈ લોભ-લાલચ આપે તો તેમાં ન આવશો અને માત્ર જેન્યુઇન બ્રોકિંગ કંપનીઓ દ્વારા જ ડિમેટ એકાઉન્ટ ખોલાવી રોકાણ કરો.
    Click here to Read More
    Previous Article
    કુંભારવાડામાં સ્પ્રેની બોટલમાં બ્લાસ્ટ થતાં 8 લોકો આગની ઝપેટમાં:3થી વધુ બાળકો સહિત એક જ પરિવારના 8 સભ્યો દાઝ્યા, કેટલાકની હાલત ગંભીર
    Next Article
    જામનગર એન્ટિ નાર્કોટિક્સની ટીમ પર હુમલામાં 2ની અટકાયત, 2 ફરાર:4.725 કિલો ગાંજો મળ્યો, સિમેન્ટની થેલીમાં ચેકિંગ મુદ્દે ચારેય ઉશ્કેરાયા હતા, પોલીસકર્મીને ઈજા પહોંચતા લોહિલુહાણ થયો હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment