Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં 10 ઈંચથી જળબંબાકાર, નવસારીની કાવેરી નદીમાં પૂર:સુરતમાં ખાડી ઓવરફલો થતા પાણી ભરાયા, 112 તાલુકામાં વરસાદ; દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

    3 days ago

    રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આજે 22 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં સવારે 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીમાં 112 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જ્યારે સૌથી વધુ 10 ઈંચ વલસાડમાં વરસાદ ખાબક્યો છે. સુરતની ભેદવાડ ખાડી ઓવરફલો થઈ અને ઠેર ઠેર શહેરમાં પાણી ભરાયા છે અને સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે નવસારીની ચીખલીમાં કાવેરી નદી બે કાંઠે વહેવા લાગી છે. આજે નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સાત દિવસ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને ત્યારબાદ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આજે 22 જુલાઈએ નવસારી અને વલસાડમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ સાથે અત્યંત ભારે વરસાદની શક્યતા છે. સુરત, ડાંગ, તાપી અને દમણ, દાદરા-નગર હવેલીમાં અતિભારે વરસાદ પડી શકે છે. પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. રાજ્યના વરસાદની તસવીરો… દક્ષિણ ગુજરાત ભારે વરસાદની શકયતા 23 જુલાઈ દરમિયાન પણ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેશે. આ સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં અનેક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, જ્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મોટાભાગના સ્થળોએ વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં કેટલાક સ્થળોએ અને કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 24 જુલાઈ દરમિયાન પણ આવી જ સ્થિતિ રહેવાની આગાહી છે. આજે નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરમાં પૂર, એક વ્યક્તિ તણાયો, રેડ એલર્ટ જાહેર 22 જુલાઈના રોજ દેશ ઉપર છવાયેલા વાદળોની સેટેલાઇટ ઇમેજ… દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ છેલ્લાં 24 કલાક દરમિયાન રાજયમાં 173 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં કપરાડામાં 16 ઈંચ તેમજ વલસાડના નાનાપોંઢામાં 11 અને ચીખલી અને વાંસદામાં 10 ઈંચ જેટલો ભારે વરસાદ નોંધાતાં ચારેતરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જ્યારે વાંસદા તાલુકામાં બોપી-મોળા આંબા કોઝવે પરથી પસાર થતી ઈકો તણાઈ હતી, જેમાં એક વ્યક્તિનો આબાદ બચાવ થયો છે.
    Click here to Read More
    Previous Article
    ‘મોદી-અમિત શાહનો દેશવાસીઓ જવાબ માંગશે’:‘નેપાળમાં નેતાઓને જે રીતે દોડાવીને માર્યા હતા તેની ભારતમાં દિલ્હીથી શરૂઆત થઈ ગઈ’, કોંગ્રેસ કાર્યાલયે ભાજપના વિરોધથી ચાવડા લાલઘૂમ
    Next Article
    પેટ્રોલિંગમાં નીકળેલા PI વૃદ્ધા માટે 'દેવદૂત' બન્યા:સુરત આઉટર રિંગ રોડ પર બાઈક સ્લીપ થતાં વૃદ્ધા ઇજાગ્રસ્ત, ઉત્રાણ પોલીસના સેકન્ડ PI એ પોતાની ગાડીમાં હોસ્પિટલ પહોંચાડ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment