Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરમાં ફૈઝલને 10 મિનિટમાં 107 દંડા મારી બેવડો વાળી દીધો:લિવ-ઇન પાર્ટનરના હત્યારાને દોરડેથી બાંધીને PI ઉનડકટ તૂટી પડ્યા, ડીજીપી અને સુપ્રીમના આદેશનો ઉલાળિયો

    7 hours ago

    ભાવનગરના એસ.ટી. બસ સ્ટેન્ડમાં લિવ ઈન રિલેશનશિપમાં રહેતી યુવતીની 3 સપ્ટેમ્બરે ફૈઝલે હત્યા કરી હતી. ત્યારે પોલીસે હત્યારાને ઝડપી લીધો હતો અને આજે(5 ઓગસ્ટ) ઘટનાસ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. જેમાં નીલમબાગ પોલીસ સ્ટેશનના PI ડી.પી.ઉનડકટે આરોપી ફૈઝલ ઉર્ફે ખાટકીને દોરડાથી બંધાવીને સટોસટ દંડાના 107 ફટકા માર્યા હતાં. આજે આરોપીને કોર્ટમાં રજૂ કરાશે. નીલમબાગ પોલીસ સ્ટેશનના PI ડી.પી.ઉનડકટને જાણે ગુજરાતના ડીજીપી અને સુપ્રીમ કોર્ટના આદેશ લાગુ જ ન પડતા હોય તે રીતે આરોપીને જાહેરમાં લઈ જઈ ઢોર માર મારતા સવાલો ઉઠ્યા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતના પૂર્વ ઈન્ચાર્જ DGP ડૉ. કે.એલ.એન. રાવે કડક લેખિત આદેશ જાહેર કરી કોઈપણ આરોપીનું જાહેરમાં સરઘસ કાઢવા અને આરોપીઓ સાથે અપમાનજનક વર્તન કરનાર પોલીસકર્મીઓ સામે કાર્યવાહી થઈ શકે તેવો આદેશ જાહેર કર્યો હતો. PI ઉનડકટ સાથે ટેલીફોનિક વાતચીત કરતા કહ્યું હતું કે, આવું કોઈ બીજી મહિલાઓ સાથે ન બને તે માટે જાહેરમાં સર્વિસ કરવામાં આવી હતી. મર્ડરના આરોપી પર PI ઉનડકટ લાકડી લઈને તૂટી પડ્યા હતા, જેમાં વીડિયોની વિગતવાર ઘટનાક્રમ મુજબ પ્રથમ 4 મિનિટમાં જ 48 દંડા મારવામાં આવ્યા હતા. ત્યારબાદ 4.15 મિનિટે તેને એક પિલર સાથે બાંધી દેવાયો અને માત્ર 1 દંડો મારતાં જ નીચે પડી ગયો હતો. આગળ જતાં 4.17 મિનિટથી 7.16 દરમિયાન 25 દંડા, 8.30 મિનિટથી 3 દંડા, 9.31 મિનિટથી 1 દંડો અને 10.36 મિનિટથી વધુ 7 દંડા ફટકારાયા હતા. આ સિવાય 12.06 મિનિટથી 17 દંડા તથા 13.09 મિનિટથી 1 દંડો મારવામાં આવ્યો હતો અને છેલ્લે બહાર નીકળતી વખતે વધુ 4 દંડા મારીને કુલ 107 દંડાનો માર મારવામાં આવ્યો હતો. લિવ ઈન પાર્ટનરને લાતો મારીને પતાવી દીધી હતી, CCTV ભાવનગરના કુંભારવાડામાં રહેતા 70 વર્ષીય ભાગુબેન બારૈયાની 40 વર્ષીય દીકરી કાજલબેન છેલ્લા આઠ વર્ષથી એસ.ટી. બસ સ્ટેન્ડની ફૂટપાથ પર રહેતા 20 વર્ષીય ફૈઝલ ઉર્ફે ખાટકી રફિકભાઈ લાખાણી સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેતી હતી. ગત 3 સપ્ટેમ્બરે બપોરે કાજલબેન પોતાના ઓળખીતા રવિ ઉર્ફે બાડો ગોહેલ સાથે બસ સ્ટેન્ડ પાસે વાતો કરી રહ્યા હતા, ત્યારે જેલમાંથી બહાર આવેલા ફૈઝલે ત્યાં પહોંચીને સંબંધ બાબતે ઝઘડો શરૂ કર્યો હતો. ઉશ્કેરાયેલા ફૈઝલે રવિ અને કાજલને લાતો મારી ટાઇલ્સ પર પટક્યા હતા તથા કાજલબેનના વાળ પકડીને માથા, ગળા અને મોઢાના ભાગે વારંવાર ટાઇલ્સ પર પટકીને માર માર્યો હતો. કાજલ બેભાન થઈ જતાં ફૈઝલે 108 મારફતે તેમને સર ટી. હોસ્પિટલ પહોંચાડી હતી, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. ફૈઝલ ઉર્ફે ખાટકી દબોચાયો અને જાહેરમાં પોલીસે સરભરા કરી મૃતકની માતા ભાગુબેન બારૈયાએ આરોપી ફૈઝલ ઉર્ફે ખાટકી સામે દીકરીની હત્યા કર્યાની ફરિયાદ નોંધાવી હતી, પોલીસે આરોપી ફૈઝલ ઉર્ફે ખાટકી રફિકભાઈ લાખાણીને ઝડપી લીધો હતો. ત્યારબાદ આજે(5 ઓગસ્ટ) તેને એસ ટી બસ સ્ટેન્ડ ખાતે રી-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, પોલીસે જાહેરમાં આરોપી ફૈઝલની ઉર્ફ ખાટકીની સરભરા કરી હતી.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં શિક્ષક દિનની ઉજવણી, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શાળાઓનું સન્માન:મંત્રી કાંતિ અમૃતિયાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો, 100 ટકા પરિણામવાળી શાળાઓ પણ સન્માનિત
    Next Article
    बिजनौर में पड़ रही है मूसलाधार बारिश, चारों तरफ पानी ही पानी, रोजगार पर गहराया संकट

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment