Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીના રાજુલા-ધારીમાં મેઘરાજાની તોફાની બેટિંગ, 10-10 ઈંચે જળબંબાકાર:ખોડિયાર ડેમના 9 દરવાજા ખોલાતા 40 ગામોને એલર્ટ, 66 લોકોનું રેસ્ક્યુ, ખેતરો-તળાવમાં બેટમાં ફેરવાયા

    2 days ago

    સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય એમ આક્રમક બેટિંગ કરી છે. રાજુલા અને ધારીમાં સૌથી વધુ 10-10 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. જ્યારે ખાંભામાં છ ઈંચ, જ્યારે વિજયનગર, સાવરકુંડલા, જાફરાબાદ, લિલિયા અને બગસરામાં ચાર ઈંચ કરતા વધુ વરસાદ ખબાક્યો હતો. સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં મેઘરાજાની આક્રમક બેટિંગને કારણે ગામો અને ખેતરો બેટમાં ફેરવાઈ ચૂક્યા છે. નદીઓમાં ઘોડાપૂરના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં અનેક રસ્તાઓ બંધ થયા છે. અમરેલીના જાફરાબાદ તાલુકાના વઢેરા ગામમાં જળબંબાકારની સ્થિતિ વચ્ચે દિવ્ય ભાસ્કરની ટીમ મોડી રાતે ગ્રાઉન્ડ પર પહોંચી હતી. ભારે વરસાદના કારણે લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. નીચાણવાળા દરિયા કાંઠાના ગામડામાં પાણી પાણી જોવા મળી રહ્યું હતું. ધારાસભ્ય, પોલીસ તંત્ર, વહીવટી તંત્ર ખડેપગે જોવા મળ્યા હતા. અસરગ્રસ્તોને સલામત સ્થળે સ્થાનિક શાળામાં ખસેડવામાં આવ્યા છે. તો બીજી તરફ ધારી તાલુકાના ખોડિયાર ડેમના 9 દરવાજા ખોલાતા 40 ગામોને એલર્ટ કરાયા હતા, જ્યારે મીઠાપુર ડુંગરી ગામે પાણીમાં ફસાયેલા 66 લોકોનું સફળ રેસ્ક્યુ કરાયું હતું. આ ઉપરાંત ગીર ગઢડાના રાવલ ડેમમાં પાણીની આવક વધતા 6 દરવાજા બબ્બે ફૂટ ખોલવાની ફરજ પડી છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ, પાલનપુર, વિસનગર, ઊંઝા, મહેસાણા સહિતના જિલ્લાઓમાં મોડી સાંજે વરસાદ ખબાક્યો હતો. સાબરકાંઠા અને બનાસકાંઠામાં વરસાદ શરૂ થતા ખેડૂતો સહિત લોકોએ રાહતનો શ્વાસ લીધો અને સારા વરસાદની આશા સેવી રહ્યા છે. રાત્રે 10 વાગ્યા સુધીમાં રાજ્યના 140 તાલુકામાં વરસાદે હાજરી પુરાવી છે. આ ઉપરાંત ચૌત્રા ગામનો બ્રિજ પાણીમાં ગરકાવ થતાં ગામ સંપર્કવિહોણું બન્યું છે અને ભેરાઇ ગામમાં પૂરના પાણી ઘૂસતાં NDRF અને ફાયર વિભાગની ટીમ સ્ટેન્ડબાઈ રખાઈ છે. ગીર સોમનાથના ઉનાના ગાંગડા ગામેથી પણ 250 લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયું છે. ઉનાના સૈયદ રાજપરામાં દરિયામાં તણાયેલી બોટોમાંથી 4 માછીમારોનું દિલધડક રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી ગુજરાત અને આસપાસના રાજ્યોમાં વરસાદ માટે સર્જાયેલી અનુકૂળ સ્થિતિના કારણે આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા આજે અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આજે વરસાદની શક્યતા છે. આવતીકાલે પણ આ વિસ્તારમાં ભારે વરસાદનું અનુમાન છે. આ ઉપરાંત આગામી ત્રણ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગ અને સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદ સાથે વીજળી પડવાની પણ શક્યતા રહે છે. પવનની ગતિ 40થી 50 કિમીની રહેશે. આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે. બંદરો પર 3 નંબરના ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યા છે. અમરેલી જિલ્લામાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ અમરેલી જિલ્લામાં મુશળધાર વરસાદે આફત સર્જી છે, જેના કારણે જુદા જુદા વિસ્તારોમાં લોકો ફસાયા હોવાના અહેવાલો છે. લીલીયાના બવાડી ગામની સીમમાં આવેલી વાડી-ખેતર ફરતે શેત્રુંજી નદીના પૂરના પાણી ફરી વળતા એક પરપ્રાંતીય પરિવારના 9 લોકો ફસાયા હતા. પોતાનો જીવ બચાવવા આ લોકો ઓરડીની છત પર ચડી ગયા હતા. લીલીયા મામલતદાર, ટીડીઓ અને ફાયરની ટીમ સ્થળ પર પહોંચી છે. નદીમાં પાણીની સતત આવકને કારણે રેસ્ક્યુમાં મુશ્કેલી પડી રહી છે, જોકે હાલ તમામ 9 લોકો સલામત છે. રાવલ ડેમના 6 દરવાજા ખોલાયા, ઉનાના ગામોમાં રેસ્ક્યુ ગીર ગઢડા તાલુકાના મધ્ય ગીરમાં આવેલા રાવલ ડેમમાં પાણીની ભારે આવક થતાં તેના 6 દરવાજા 2 ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા. આના કારણે નીચાણવાળા સનખડા ગામમાં પાણી ભરાઈ ગયા છે અને લોકો છાતી સમા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. ઉનાના પશવાળા ગામે પણ ડેમના પાણી ફરી વળતા ઉના પી.એસ.આઈ. બોરીચા અને પોલીસ સ્ટાફ દ્વારા ગ્રામજનોનું સફળ રેસ્ક્યુ કરી સલામત સ્થળે સ્થળાંતર કરાયું હતું. આ ઉપરાંત, ઉનાના ગરાળ ગામે આવેલા ભૂતડાડા આશ્રમના મંદિર પરિસરમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા હતા. ધાતરવડી-1 અને 2 ડેમ ઓવરફ્લો, રાજુલા સહિત 10થી વધુ ગામોને હાઈ એલર્ટ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાની ધાતરવડી-2 સિંચાઇ યોજનામાં ઉપરવાસના ભારે વરસાદને કારણે ઓવરફ્લો થયો છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતાં વહીવટી તંત્રે ડેમના 20 દરવાજા 0.90 મીટર સુધી ખોલી દીધા છે. ઉપરવાસમાં આવેલો ધાતરવડી-1 ડેમ પણ ઓવરફ્લો થયો છે, જેને પગલે નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. પૂરના સંકટને ધ્યાને રાખી નીચાણવાળા રાજુલા શહેર, ખાખબાઇ, હિંડોરણા, વડ, ભચાદર, ઉચૈયા, રામપરા-2, લોઠપુર અને કોવાયા સહિતના ગામોને હાઈ એલર્ટ કરી સ્થાનિકોને નદી-નાળા કે વહેતા પાણીમાં ન જવા અપીલ કરાઈ છે. રાયડી ડેમના 8 દરવાજા 10 ફૂટ ખોલાયા ખાંભા તાલુકાના મોટાબારણ ગામે રાયડી સિંચાઇ યોજનામાં વરસાદી પાણીની આવક વધતા ડેમના 8 દરવાજા 10 ફૂટ ખોલાયા છે. નીચાણ વાળા વિસ્તારના મોટા બારમણ, નાના બારમણ, ચોતરા, નાગેશ્રી, મીઠાપર ગામોને સાવચેતીના પગલાં લેવા તેમજ નદી નાળા અને વહેતા પાણીમાં ન જવા માટે તંત્રએ અપીલ કરી છે. ધાતરવડી નદીના પાણીનું જોર વધતા વડ ગામ નજીક પાળો તૂટવાની શક્યતા રાજુલા તાલુકાના વડ ગામ નજીક ધાતરવડી નદીના પાણીનું જોર વધતું જોવા મળી રહ્યું છે. પૂરના પાણીને કારણે વડ ગામ નજીક પાળો તૂટે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવતા તંત્રની ટીમ વડ ગામમાં પહોંચી હતી. પાણી વધતા પાળો તૂટશે તો નિચાણવાળા વિસ્તારોમાં નુકસાનની દહેશત વ્યક્ત કરવામાં આવી છે. આ પણ વાંચો... ઉનામાં મેઘતાંડવ, 12 ઇંચ વરસાદ, 50થી વધુ પશુના મોત, માલણ નદી ગાંડીતૂર બનતા ગામોમાં પાણી ઘૂસ્યા આ પણ વાંચો... રાજુલા-ખાંભામાં આભ ફાટ્યું, 12 ઇંચ વરસાદથી 20 ગામ સંપર્કવિહોણા, મદદ માટે MLAએ તરવૈયાઓની ફોજ માગી ચોમાસું 48 કલાકમાં ગુજરાતને કવર કરી શકે…
    Click here to Read More
    Previous Article
    ઓસ્ટ્રેલિયા સાતમી વાર વુમન્સ T-20 વર્લ્ડકપ ચેમ્પિયન:ફાઇનલમાં ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, 151 રનનો ટાર્ગેટ 17 બોલ બાકી રહેતા ચેઝ કર્યો
    Next Article
    Maharashtra Rain Update | મહારાષ્ટ્રમાં મેઘતાંડવ! ભયંકર દ્રશ્યો | Mumbai | Marin Drive | Rain

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment