Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કસરત:રોજ 10, 000 પગલાં ચાલવું જરૂરી છે?

    4 days ago

    શહેરોમાં સૌથી વધુ કોઈ કસરતને પસંદ કરવામાં આવતી હોય તો તે ચાલવાની કસરત છે. મોર્નિંગ વોક અથવા જોગિંગના મોડર્ન નામથી ઓળખાતી ઝડપથી ચાલવાની રીત આજના સમયની સૌથી મનપસંદ કસરત છે. ચાલવા વિશેની ઘણી માન્યતા છે જેના કારણે ઘણી વાર ચાલવાને લઈને ખૂબ ગુંચવણ થતી હોય છે, તેવી જ એક માન્યતા છે કે રોજ કેટલું ચાલવું જોઈએ? જવાબ છે 10,000 પગલાં. દસ હજાર પગલાં ચાલવાની આ માન્યતાએ પાછલા છ દશકથી દુનિયાભરના ફિટનેસ રસિયાના મગજ પર કબજો જમાવ્યો છે. પણ ખરેખર રોજના દસ હજાર પગલાં ચાલવું જરૂરી છે ખરા? આ માન્યતા ક્યાંથી આવી? રોજિંદા 10,000 પગલાં ચાલવાથી શરીર સ્વસ્થ રહે છે તેવી એક વ્યાપક માન્યતા છે જેની શરૂઆત જાપાનમાં થઈ હતી. હાર્વર્ડની ટી એચ ચાન સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના પ્રોફેસર ડૉ આઈ મીન લીએ જાતઅનુભવ કરીને આ માન્યતા વિશે સંશોધન કર્યું છે. પ્રોફેસર મીનના કહેવા પ્રમાણે 10,000 પગલાં ચાલવાની પ્રથા 1960માં જાપાનમાં પ્રચલિત થઈ હતી. 1964માં જ્યારે જાપાનમાં ટોકિયો ખાતે ઓલિમ્પિક ગેમ્સ યોજવામાં આવી હતી ત્યાર બાદ સમગ્ર દેશમાં ફિટનેસ અંગે લોકો ખૂબ જાગૃત થઈ ગયા હતા. આ મોકાનો લાભ લઈને જાપાનની એક ઘડિયાળ બનાવતી કંપનીએ ખૂબ મોટી માત્રામાં ઓડોમીટર (કેટલા પગલાં ચાલ્યા તેનો હિસાબ રાખતું મશીન) બનાવવાનું શરૂ કર્યું. આ કંપનીએ ઓડોમીટરને ખાસ તે પ્રમાણે ડિઝાઇન કર્યું હતું કે જ્યારે તેને પહેરીને કોઈ ચાલે તો તેમાં એક ડિજિટલ આકૃતિ જોડે ચાલતી દેખાય. ઉપરાંત આ કંપનીના નામનો અર્થ પણ જાપાની ભાષામાં 10,000 શબ્દો થતો હતો. 1960ના દશકમાં જાપાનમાં બનેલી આ બધી ઘટનાને કારણે ફિટનેસ જગતમાં 10,000 પગલાં ચાલવાની માન્યતા કાયમ થઇ અને ધીમે ધીમે તે સમગ્ર વિશ્વમાં ઠોસ બનતી ગઈ. 10,000 પગલાં ચાલવું શક્ય છે? જો કદાચ આપણે મન મક્કમ કરીને રોજિંદા 10,000 પગલાં ચાલવાનું લક્ષ્ય પાર કરીએ તો પણ કામ રોજરોજ ન થઈ શકે. બેલ્જિયમ ખાતે એક પ્રયોગ કરવામાં આવ્યો હતો જેમાં 660 લોકોને એક વર્ષ સુધી રોજિંદા 10,000 પગલાં ચાલવાનું લક્ષ્ય આપવામાં આવ્યું હતું. વર્ષના અંતમાં જ્યારે વૈજ્ઞાનિકોએ રિપોર્ટ જોયો તો તેમાં સામે આવ્યું કે માત્ર 8 ટકા લોકો રોજિંદા 10,000 પગલાં ચાલવામાં સફળ રહ્યા હતા. આ અભ્યાસને વધુ 3 વર્ષ માટે ચાલુ રાખવામાં આવ્યો હતો. એ પછી મોટા ભાગના લોકોએ 10 હજાર પગલાનો ટાર્ગેટ તડકે મુકી દીધો હતો. ચાલવું એ સંપૂર્ણ કસરત નથી! અમેરિકા અને તેના જેવા અમુક અન્ય દેશ કસરતની ગણતરી માટે આંકડા કરતા સમય પર વધુ નિર્ભર રહે છે. દા.ત. અમેરિકાની સરકારે નિષ્કર્ષ બહાર પાડ્યું છે કે દરેક વ્યક્તિએ દર અઠવાડિયે 150 મિનિટ એટલે કે અઢી કલાક કસરત કરવી જોઇએ, જેનો દૈનિક હિસાબ 25-30 મિનિટ થાય છે. અમેરિકન સરકારે જોકે તે પણ સ્પષ્ટ કર્યું છે કે કસરત દરમ્યાન ચલાયેલા પગલાંને દિનચર્યા કરતા અલગ ગણવા રહ્યા કારણ કે દિનચર્યા દરમ્યાન દર એક માણસ અંદાજે 2000-3000 પગલાં ચાલી જતો હોય છે. એ હિસાબે અઠવાડિયે 16-17 હજાર પગલાં ચલાતું હોય છે. અંતરમાં ગણતરી કરીએ તો વોકિંગ પોણા બે-બે કિલોમીટર જેટલું થાય. દુનિયાભરના ફિટનેસ એક્સપર્ટ જોકે ચાલવાને સંપૂર્ણ કસરત નથી ગણતા પરંતુ જો આપણે અન્ય કસરત કરવા સક્ષમ નથી તો રોજિંદા 7000-8000 પગલાં ચાલીને પણ ઘણી બીમારીઓને દૂર રાખી શકાય. ભારતમાં પ્રવેશ જાપાનથી શરૂ થયેલી આ માન્યતા અન્ય દેશોમાં પ્રવેશી. બનારસ હિન્દુ યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ. કુમાર સર્વોત્તમ કહે છે કે અઠવાડિયામાં પાંચ દિવસ 10,000 પગલાં ચાલવું હિતાવહ છે અને તેને રોજિંદા 30 મિનિટ સુધી કરેલી કસરત બરાબર ગણી શકાય તેમ છે. જોકે તે શરીરની બનાવટ પર નિર્ભર છે કેમ કે દરેક વ્યક્તિની ખાવા પીવાની ટેવ અને અન્ય શારીરિક ગતિવિધિમાં ઘણું અંતર જોવા મળે છે.
    Click here to Read More
    Previous Article
    Iran vs New Zealand LIVE Score | FIFA World Cup 2026 IRN vs NZL Match LIVE Updates: Pre-Revolutionary Iran Flags Seen At Stadium Ahead Of NZ Match
    Next Article
    હૂંફ:બાળવિકાસમાં સર્વ એન્ડ રિટર્ન

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment