Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંડપ સર્વિસના ગોડાઉનમાં આગથી 1 કરોડનું નુકસાન:રાજકોટ માધાપર ચોકડી પાસે Z ઇવેન્ટના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગમાં ફાઈબરના સેટ-અપ, ઈજીપ્ત થીમ, ચાઈના થીમ અને રોમન થીમ બળીને ખાખ

    1 day ago

    રાજકોટમાં જામનગર રોડ પર આવેલી માધાપર ચોકડી પાસે, વોરા સોસાયટીની સામે ભરત ઓઈલ મિલ (સમર્થ પેકેજિંગ ગોડાઉન) ખાતે આવેલા ઝેડ ઇવેન્ટના મંડપ સર્વિસ અને ડેકોરેશનના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ગોડાઉનમાં ફાઈબરના સેટ-અપ, ફાઈબરની મંદિર થીમ, ઈજીપ્ત થીમ, ચાઈના થીમ, રોમન થીમ તેમજ અન્ય ફાઈબરનો સામાન અને પ્લાયવુડનો જથ્થો મોટા પ્રમાણમાં મોજૂદ હતો. જ્વલનશીલ સામગ્રી હોવાને કારણે આગે ટૂંક સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી દેખાતા આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આગની આ ઘટનામાં રૂ. 1 કરોડનું નુકસાન થયું હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે. ઘટના અંગે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી જાણવા જોગ વિગત મુજબ, અરજદાર જયેશભાઈ સુભાષભાઈ મકાતી (રહે. રાજકોટ) ના મોટા બાપાના દીકરા ભાઈ ધર્મેશભાઈ કિશોરભાઈ મકાતીનું આ ગોડાઉન છે. ગઇકાલે તારીખ 28/10/2025 ના રોજ સાંજના 7:00 વાગ્યાની આસપાસ અરજદાર મોરબી ખાતે હતા ત્યારે ગોડાઉનમાં મેનેજર તરીકે ફરજ બજાવતા ભીમજીભાઈ મુકેશભાઈ પરમારનો ફોન આવ્યો હતો. તેમણે ગોડાઉનમાં આગ લાગી હોવાની જાણ કરી હતી, જેથી અરજદાર તુરંત ત્યાં દોડી આવ્યા હતા. આગની આ ભયાનક દુર્ઘટનાની જાણ થતાં જ રામાપીર ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર જવાનોની સમયસૂચકતા અને ભારે જહેમતને કારણે આગ આસપાસના વિસ્તારમાં વધુ ફેલાતી અટકી હતી, જેથી મોટી હોનારત ટળી હતી. સદભાગ્યે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની કે કોઈને ઈજા થયાના સમાચાર નથી, પરંતુ આગને કારણે ગોડાઉનમાં રહેલો તમામ સરસમાન બળીને ખાખ થઈ ગયો હતો. પોલીસમાં નોંધાયેલી વિગતો અનુસાર, ગોડાઉનની દીવાલની પૂર્વે સાઈડ આવેલી દીવાલ પાસે સનસીટી બેગના ગોડાઉન બહાર શેરીની દીવાલ પાસે બેગના કચરામાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. કચરામાંથી લાગેલી આ આગ ગોડાઉનમાં પ્રસરી જતા અંદર રહેલો તમામ મંડપ સર્વિસનો કિંમતી સામાન સંપૂર્ણપણે નાશ પામ્યો હતો. દુર્ઘટનામાં અંદાજે રૂ. 1 કરોડ જેટલું માતબર આર્થિક નુકસાન થયાનું અરજદારે પોલીસ જણાવ્યું છે. હાલ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના PSI એ.બી.ઝાલા દ્વારા આ ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    નેતન્યાહૂ બહુમતી વગર પણ બની શકે છે વડાપ્રધાન:ઇઝરાયલમાં નવી સરકાર બનાવવા માટે 3 ઓપ્શન, આઇઝનકોટ પાસે પણ સત્તા હાંસલ કરવાના ત્રણ રસ્તા
    Next Article
    ભાજપના મહિલા કોર્પોરેટરના પુત્ર વાંગાની 'માત્ર' 19,522 દારૂની બોટલ જપ્ત:મંજુબેન બાંભણીયાનો પુત્ર કુખ્યાત બુટલેગર અને હત્યા સહિત 19 ગુનાનો આરોપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment