Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વોર્ડ-1ની સોસાયટીમાં ભાજપના નેતાઓને પ્રવેશબંધી:₹30 લાખનો ટેક્સ ભરવા છતાં ઓસ્કાર સ્કાય પાર્કમાં સુવિધાનો અભાવ; રહીશોએ કહ્યું- ‘કામનો હિસાબ આપો, પછી જ વોટ માંગો’

    4 days ago

    રાજકોટ: મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે શહેરના વોર્ડ નંબર 1માં આવેલી ઓસ્કાર સ્કાય પાર્ક સોસાયટીના રહીશોએ સત્તાધારી પક્ષ ભાજપ સામે મોરચો માંડ્યો છે. વર્ષોથી પાયાની સુવિધાઓ માટે વલખાં મારતા 480 ફ્લેટના રહીશોએ સોસાયટીના નાકે ‘ભાજપના નેતાઓએ પ્રવેશ કરવો નહીં’ તેવા બેનરો લગાવી વિરોધ પ્રદર્શન કર્યું છે. રહીશોએ ચીમકી આપી છે કે જો કામ નહીં થાય તો આગામી તમામ ચૂંટણીઓનો બહિષ્કાર કરવામાં આવશે. ટેક્સ વસૂલવામાં રસ, સુવિધા આપવામાં આંખ આડા કાન ઓસ્કાર સ્કાય પાર્કના રહીશોએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, સોસાયટીમાં અંદાજે 480 જેટલા ફ્લેટ આવેલા છે. સોસાયટીના રહીશો દ્વારા દર વર્ષે અંદાજે રૂ. 30 લાખથી વધુનો ટેક્સ રાજકોટ મહાનગરપાલિકા (RMC)માં જમા કરાવવામાં આવે છે. આટલી મોટી રકમ ટેક્સ પેટે ચુકવવા છતાં સોસાયટીના રહીશો પાયાની જરૂરિયાતો જેવી કે સારા રસ્તા, સ્ટ્રીટ લાઈટ અને સફાઈ માટે વલખાં મારી રહ્યા છે. રહીશોનો મુખ્ય આક્ષેપ છે કે, તંત્ર દ્વારા માત્ર ટેક્સ વસૂલવામાં જ રસ દાખવવામાં આવે છે, જ્યારે સુવિધા આપવાની વાત આવે ત્યારે આંખ આડા કાન કરવામાં આવે છે. સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી મહિલાઓની સુરક્ષા જોખમમાં સ્થાનિક પ્રશાંત સેજપાલે જણાવ્યું કે, અહીંના રસ્તાઓ અત્યંત બિસ્માર હાલતમાં છે. રસ્તાઓ પહોળા કરવાની રજૂઆતો વર્ષોથી પેન્ડિંગ છે. આ ઉપરાંત, રાત્રિના સમયે સ્ટ્રીટ લાઈટો બંધ રહેતી હોવાથી મહિલા-દીકરીઓની સુરક્ષા સામે પણ પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું થયું છે. સોસાયટી પાસે આવેલા સરકારી પ્લોટમાં થયેલા દબાણો પણ એક મોટી સમસ્યા છે. આ દબાણો દૂર કરવા માટે અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં અત્યાર સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. તેમજ સોસાયટીમાં બાળકો માટે કોઈ ગાર્ડન કે પ્લે-એરિયાની સુવિધા પણ ઉપલબ્ધ નથી. મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન સામે રોષ અગાઉ તેઓએ આ સમસ્યાઓ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર, મેયર નયનાબેન પેઢડિયાને પણ વારંવાર રજૂઆતો કરી છે. RMCના પોર્ટલ પર પણ ઓનલાઈન ફરિયાદો નોંધાવવામાં આવી છે. જોકે, માત્ર આશ્વાસનો સિવાય કંઈ જ મળ્યું નથી. ગત ચૂંટણીમાં અમે ખોબલે ને ખોબલે મત આપ્યા હતા, પણ હવે નેતાઓએ અમારા કામનો હિસાબ આપવો પડશે. સોસાયટીના નાકે લાગેલા બેનરોમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે, જો કામ નહીં થાય તો ભાજપના નેતાઓએ પ્રચાર માટે સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં. તમામ ચૂંટણીના બહિષ્કારની ચીમકી વધુમાં તેમણે ચીમકી ઉચ્ચારી હતી કે, વિરોધ પ્રદર્શન માત્ર એક સોસાયટી પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે જનતાના રોષનું પ્રતીક છે. જો આગામી દિવસોમાં રસ્તા, લાઈટ અને સફાઈના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે, તો તેઓ આગામી રાજ્યસભા કે લોકસભાની કોઈપણ ચૂંટણીમાં સત્તાધારી પક્ષનો બહિષ્કાર કરશે. રાજકોટમાં ચૂંટણી પહેલા જ સ્થાનિક પ્રશ્નોએ જોર પકડ્યું છે. ઓસ્કાર સ્કાય પાર્કનો આ વિરોધ અન્ય વિસ્તારોમાં પણ પ્રસરે તેવી શક્યતા છે. હવે જોવાનું એ રહેશે કે, મહાનગરપાલિકાનું તંત્ર અને રાજકીય નેતાઓ આ રહીશોના રોષને શાંત પાડવા માટે શું પગલાં ભરે છે.
    Click here to Read More
    Previous Article
    સોનું ₹927 ઘટીને ₹1.51 લાખ પર આવ્યું:ચાંદી ₹4,700 સસ્તી, ₹2.43 લાખ પર આવી; આ વર્ષે સોનું ₹18 હજાર મોંઘું થયું
    Next Article
    ગીર સોમનાથ ભાજપમાં બળવો::ટિકિટ વહેંચણી વિવાદ, જેઠાભાઈ સોલંકી સહિત 13 નેતા 6 વર્ષ માટે બરતરફ; શિસ્તના નામે ‘સર્જિકલ સ્ટ્રાઈક’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment