Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત બનશે મિની વાઈબ્રન્ટનું સાક્ષી:1લી મેથી મુખ્યમંત્રીની હાજરીમાં ઓરો યુનિ. ખાતે વાઈબ્રન્ટ રીજનલ કોન્ફરન્સમાં કરોડોના MOU થશે, પોલીસ જવાનોના દિલધડક સ્ટંટ

    9 hours ago

    આગામી 1લી મેના રોજ ગુજરાત સ્થાપના દિવસની સુરતમાં ભવ્ય ઉજવણી થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ઓરો યુનિવર્સિટી ખાતે વાયબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સ યોજાશે. આ અવસરે પોલીસ પરેડ અને વાય જંકશન પર જવાનોના રોમાંચક બાઈક સ્ટંટ આકર્ષણનું કેન્દ્ર બનશે, જે સુરતની ધરતી પર વિકાસ અને શૌર્યનો અનોખો સંગમ રજૂ કરશે. ઓરો યુનિવર્સિટી ખાતે વાયબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સનું આયોજન આગામી તા. 1 અને તા. 2જી મે 2026ના રોજ સુરતની ઓરો યુનિવર્સિટી ખાતે 'વાયબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક વિકાસને નવી ઊંચાઈઓ પર લઈ જવાના હેતુથી યોજાનારી આ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યના ઉચ્ચ અધિકારીઓ અને નામાંકિત ઉદ્યોગકારો ઉપસ્થિત રહેશે. આ 2 દિવસીય કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં મોટા પાયે એમ.ઓ.યુ. (MOU) કરવામાં આવશે, જે આગામી સમયમાં રોજગારી અને આર્થિક વૃદ્ધિના નવા દ્વાર ખોલશે. સુરત જેવા વિકસિત શહેર માટે આ કોન્ફરન્સ ઉદ્યોગોના વૈશ્વિકીકરણમાં મહત્વની ભૂમિકા ભજવશે. આ મંચ પરથી દક્ષિણ ગુજરાતના નાના અને મધ્યમ ઉદ્યોગોને વૈશ્વિક સ્તરનું પ્લેટફોર્મ પૂરું પાડવાનો સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય છે. વિવિધ વિષયો પર સેમિનારો દ્વારા જ્ઞાનનું આદાન-પ્રદાન આ વાયબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સ માત્ર રોકાણો પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેમાં ટેકનોલોજી અને નવા સંશોધનો પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. કાર્યક્રમ દરમિયાન ડાયમંડ, ટેક્ષટાઈલ, ફિશરીશ, ગ્રીન એનર્જી જેવા પરંપરાગત અને આધુનિક ઉદ્યોગો પર વિશેષ સેમિનારો યોજાશે. આ ઉપરાંત, 'નારીશક્તિ વંદન', 'હોલિસ્ટીક ફાર્મિંગ', 'ઈકોટુરિઝમ' અને 'ગ્રીન હાઈડ્રોજન પોલીસી' જેવા વર્તમાન સમયના પ્રસ્તુત વિષયો પર તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. આ સેમિનારો દ્વારા સ્થાનિક ઉદ્યોગ સાહસિકોને નવી સરકારી નીતિઓ અને 2026ના વૈશ્વિક પ્રવાહો વિશે જાણકારી મળશે, જે તેમને સ્પર્ધાત્મક બજારમાં ટકી રહેવા અને આગળ વધવા માટે સક્ષમ બનાવશે. ઔદ્યોગિક વિકાસની સાથે સામાજિક અને પર્યાવરણીય સંતુલન જાળવવા પર પણ આ કાર્યક્રમમાં ભાર મૂકવામાં આવ્યો છે. દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક વિકાસ માટે નવો સીમાચિહ્ન દક્ષિણ ગુજરાતના અર્થતંત્રને વેગ આપવા માટે VGRC એક મહત્વપૂર્ણ મંચ સાબિત થશે. ખાસ કરીને ટેક્ષટાઈલ અને ડાયમંડ ક્ષેત્રમાં નવી ટેક્નોલોજીના પ્રવેશથી ઉત્પાદન ક્ષમતા વધશે. સરકારના આ મહત્ત્વાકાંક્ષી પ્રયાસથી વૈશ્વિક ખરીદદારો અને સ્થાનિક ઉત્પાદકો વચ્ચે સીધું જોડાણ સ્થાપિત થશે. આ કોન્ફરન્સને કારણે સુરત સહિત નવસારી, વલસાડ અને તાપી જિલ્લાના ઉદ્યોગોને પણ મોટો ફાયદો થવાની અપેક્ષા છે. નવી ટેક્નોલોજી અને ઇનોવેશનના આદાન-પ્રદાનથી ઉદ્યોગોની કાર્યક્ષમતામાં વધારો થશે, જે અંતે રાજ્યના જીડીપીમાં મોટો ફાળો આપશે. રોકાણકારો માટે સુરત એક સુરક્ષિત અને પ્રગતિશીલ ગંતવ્ય તરીકે ઉભરી આવશે, જેનાથી લાંબાગાળાના આર્થિક ફાયદાઓ સુનિશ્ચિત થશે. વાય જંકશનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી ભવ્ય પોલીસ પરેડ તા. 1લી મે ગુજરાત સ્થાપના દિવસના પાવન અવસરે સાંજે 5:00 વાગ્યે સુરતના વાય જંકશનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી એક ભવ્ય પોલીસ પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરેડમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહી સલામી ઝીલશે. રાજ્યના વિવિધ પોલીસ દળોના જવાનો આ પરેડમાં જોડાઈને પોતાની શિસ્ત અને એકતાનું પ્રદર્શન કરશે. સુરતની જનતા આ પરેડને નિહાળી શકે તે માટે પ્રશાસન દ્વારા વિશેષ સુવિધાઓ અને બેઠક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. પોલીસ બેન્ડના સુરાવલીઓ અને માર્ચ પાસ્ટ દ્વારા વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ જશે. આ કાર્યક્રમ ગુજરાત પોલીસની ક્ષમતા અને ગૌરવનું પ્રતીક બની રહેશે. ડુમસ સી-ફેસ ખાતે ‘ગૌરવવતી ગુજરાત વિરાસતથી વિકાસ’ કાર્યક્રમ ગુજરાત સ્થાપના દિનની ઉજવણીને યાદગાર બનાવવા માટે રાત્રે 8:00 વાગ્યે સુરતના પ્રખ્યાત ડુમસ સી-ફેસ ખાતે ‘ગૌરવવતી ગુજરાત વિરાસતથી વિકાસ’ શીર્ષક હેઠળ એક ભવ્ય રંગારંગ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ગરિમામય હાજરી રહેશે. 250થી વધુ કલાકારો પોતાની કલાના માધ્યમથી સુરતના ભવ્ય ભૂતકાળથી લઈને અત્યાર સુધીની અદભૂત વિકાસયાત્રાને નાટ્ય અને નૃત્યના રૂપે રજૂ કરશે. સમુદ્રના કિનારે યોજાનારો આ સાંસ્કૃતિક ઉત્સવ સુરતની અસ્મિતા અને ગુજરાતના ગૌરવને ઉજાગર કરશે. અત્યાધુનિક લાઈટ એન્ડ સાઉન્ડ શો દ્વારા ગુજરાતની વિકાસગાથાને લોકો સમક્ષ જીવંત કરવામાં આવશે, જે પ્રેક્ષકો માટે એક અવિસ્મરણીય અનુભવ બની રહેશે. પોલીસ દ્વારા શસ્ત્ર પ્રદર્શન અને મશાલ પીટીનું આયોજન ગુજરાત ગૌરવ દિવસ નિમિત્તે ગુજરાત પોલીસ દ્વારા જનતા માટે વિવિધ રોમાંચક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. 29 એપ્રિલથી 1 મે સુધી અઠવાલાઇન્સ સ્થિત ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ભવ્ય શસ્ત્ર પ્રદર્શન યોજાશે. તા. 29મી એપ્રિલના રોજ સવારે 10:30 વાગ્યાથી લોકો આ પ્રદર્શન નિહાળી શકશે, જેમાં ગુજરાત પોલીસ સુરક્ષા વ્યવસ્થા અને આતંકવાદ વિરોધી કામગીરીમાં જે અત્યાધુનિક શસ્ત્રોનો ઉપયોગ કરે છે તેનું નિદર્શન કરવામાં આવશે. આ ઉપરાંત, 30મી એપ્રિલના રોજ સાંજે 7:30 કલાકે ઉમરા પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલા SMC પાર્ટી પ્લોટ ખાતે મશાલ પીટીનું આયોજન કરવામાં આવ્યું છે. અંધારા આકાશમાં મશાલ સાથે જવાનોની શિસ્તબદ્ધ કવાયત જોવી એ એક લ્હાવો હશે. પોલીસ જવાનોના દિલધડક બાઈક સ્ટંટ અને પરાક્રમ સુરતના વાય જંકશન પર ગુજરાત પોલીસના સાહસિક જવાનો દ્વારા દિલધડક બાઈક સ્ટંટ રજૂ કરવામાં આવશે. આ સ્ટંટ શોમાં જવાનો પોતાની બાઈક પર એવી કરતબો બતાવશે જે જોઈને લોકો દંગ રહી જશે. શૌર્ય અને પરાક્રમનું પ્રદર્શન કરતા આ સ્ટંટમાં જવાનોની સખત મહેનત અને તાલીમ સ્પષ્ટપણે દેખાઈ આવશે. આ પ્રદર્શનમાં જવાનો એક સાથે અનેક પ્રકારના જોખમી ફોર્મેશન બનાવીને બાઈક ચલાવશે, જે યુવાનોમાં જોમ અને જુસ્સો ભરશે. આ માટે ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા ઘણા દિવસોથી તળાવમાં અને મેદાનમાં સઘન તૈયારીઓ કરવામાં આવી રહી છે અને હાલમાં આખરી ઓપ આપવા માટે રિહર્સલ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. 12,000 ચોરસ મીટરમાં પથરાયેલું વાયબ્રન્ટ ગુજરાત રીજનલ એક્ઝિબિશન (VGRE) વાયબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સની સાથે સાથે 1 થી 5 મે 2026 દરમિયાન ‘વાયબ્રન્ટ ગુજરાત રીજનલ એક્ઝિબિશન’ (VGRE) પણ યોજાશે. ઓરો યુનિવર્સિટી ખાતે 12,000 ચોરસ મીટરના વિશાળ વિસ્તારમાં પથરાયેલું આ પ્રદર્શન સવારે 10:00 થી સાંજે 6:00 વાગ્યા સુધી મુલાકાતીઓ માટે ખુલ્લું રહેશે. આ પ્રદર્શનમાં MSME એકમો, 70 જેટલા સરકારી સ્ટોલ, 62 જેટલા હસ્તકલા અને સ્ટાર્ટઅપ્સ તેમજ ઉદ્યોગસાહસિકો માટે એક મોટું પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે. અહીં ઔદ્યોગિક ઉત્પાદનોથી લઈને હસ્તકલા સુધીની ચીજવસ્તુઓના સ્ટોલ જોવા મળશે. જે લોકો મુલાકાત લેવા ઈચ્છતા હોય તેઓ સત્તાવાર લિંક પર જઈને પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે. અગાઉના પ્રાદેશિક પ્રદર્શનોની સફળતાની ઝલક સુરત પહેલા રાજકોટ અને મહેસાણામાં યોજાયેલા પ્રાદેશિક એક્ઝિબિશનને અભૂતપૂર્વ સફળતા મળી હતી. 11 જાન્યુઆરી 2026ના રોજ રાજકોટમાં યોજાયેલા પ્રદર્શનમાં 450થી વધુ પ્રદર્શકો જોડાયા હતા, જેમાં 160 MSME અને 60 સ્ટાર્ટઅપ્સનો સમાવેશ થતો હતો. તેવી જ રીતે, મહેસાણામાં યોજાયેલા પ્રથમ રિજનલ એક્ઝિબિશનમાં 18,000 ચોરસ મીટર વિસ્તારમાં 410થી વધુ પ્રદર્શકોએ ભાગ લીધો હતો અને 80,000થી વધુ મુલાકાતીઓએ તેની મુલાકાત લીધી હતી. આ ભૂતકાળની સફળતાઓને જોતા 1 થી 5 મે દરમિયાન સુરતમાં યોજાનાર VGRE 2026 પણ નવા રેકોર્ડ સ્થાપિત કરશે તેવી અપેક્ષા છે. આ કાર્યક્રમો દ્વારા સરકાર રાજ્યના ખૂણેખૂણે ઔદ્યોગિક ચેતના જગાડવાનો પ્રયાસ કરી રહી છે. વિકસિત ભારત@2047ના વિઝન સાથે જોડાણ ગુજરાત સ્થાપના દિવસના આ અવસરે સુરતમાં યોજાનાર તમામ 10 જેટલા આકર્ષક કાર્યક્રમો ‘વિકસિત ભારત@2047’ના વિઝનને સાકાર કરવાની દિશામાં એક મહત્વનું ડગલું છે. VGRC દ્વારા રાજ્યના પ્રાદેશિક વિકાસ, રોકાણ અને વૈશ્વિક જોડાણોને પ્રોત્સાહિત કરવામાં આવશે. આ કોન્ફરન્સ અને એક્ઝિબિશન દ્વારા ઉદ્યોગ જગતના હિસ્સેદારોને નવા બજારો સાથે જોડવામાં મદદ મળશે. રિવર્સ બાયર-સેલર મીટ અને વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ જેવા ખાસ આયોજનો MSMEs અને કુટિર ઉદ્યોગોને નવી દિશા આપશે. ગુજરાતની આ વિકાસગાથા આગામી પેઢી માટે તકોનું નવું આકાશ ખોલશે અને સુરત ફરી એકવાર 2026માં વૈશ્વિક નકશા પર પોતાની આગવી ઓળખ મજબૂત કરશે.
    Click here to Read More
    Previous Article
    બહેનના પ્રેમીએ કુહાડી વડે ગળું કાપ્યું, પથ્થરમારો-આગચંપી:પોલીસની સામે જ 30થી વધુ ઘરો સળગાવ્યા; ગામમાં દિવસભર તણાવ રહ્યો
    Next Article
    Gujarat Municipal Election Result 2026 Date and Time: Gujarat local body polls held across state; Counting on April 28

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment