Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કુમાર કાનાણીના ઘરથી માત્ર 1 કિ.મી. દૂર હોટફિક્સના કચરામાં:'આ પ્રશ્ન કોણે ઊભો કર્યો અધિકારીઓના પાપે સુરત ગોબરું બન્યું', હોટફિક્સના કચરામાં આગ લાગતા MLAનો બળાપો

    1 day ago

    સુરત શહેરમાં હોટફિક્સ ઉદ્યોગમાંથી નીકળતા પ્લાસ્ટિકના કચરા સળગાવવાના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે વરાછાના અશ્વિનીકુમાર રોડ પર મોડી રાત્રે હોટફિક્સના કચરાના મોટા ઢગલામાં ભીષણ આગ લાગી હતી. આશ્ચર્યની વાત એ છે કે આ ઘટના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીના ઘરથી માત્ર એક જ કિલોમીટર દૂર બની હતી. પોતાના વિસ્તારમાં અને ઘરની બિલકુલ નજીક જ કચરાના કારણે સર્જાયેલી આ આગની ઘટનાથી MLA કુમાર કાનાણી લાલઘૂમ થઈ ગયા હતા. આ ઘટના બાદ તેમણે તાત્કાલિક ધોરણે મહાનગરપાલિકાના અધિકારીઓને આડે હાથ લીધા હતા અને તંત્રની ઘોર બેદરકારી પર પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. 'સ્વચ્છ સુરત'ને ગોબરું બનાવતો હોટફિક્સનો કચરો આ ઘટના અંગે પ્રતિક્રિયા આપતા કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે, હોટફિક્સના મશીનોમાંથી નીકળતું પ્લાસ્ટિકનું કચરૂ એક ગંભીર સમસ્યા બની ગયું છે. 'સ્વચ્છ સુરત, ખૂબસુરત સુરત'ની છબી પર આ કચરાના કારણે કાળી ટીલી લાગી છે. સુરત શહેર ગંદુ અને ગોબરું બની રહ્યું છે, જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સામાન્ય જનતા માટે અત્યંત ત્રાસજનક છે. આ અગાઉ પણ તેમણે નવા આવેલા મ્યુનિસિપલ કમિશનરને સંકલનની બેઠકમાં આ વિકટ પ્રશ્નને હલ કરવા માટે ઉગ્ર રજૂઆત કરી હતી. ચાર વર્ષ પહેલા જ મેં વિરોધ કર્યો હતો ધારાસભ્યએ ભૂતકાળને યાદ કરતા વહીવટી તંત્ર પર સીધો આક્ષેપ કર્યો હતો કે આ સમસ્યા અધિકારીઓના પાપનું પરિણામ છે. ચાર વર્ષ પહેલાં જ્યારે વરાછાના રહેણાંક વિસ્તારોમાં આ હોટફિક્સના મશીનો આવવાના શરૂ થયા ત્યારે સૌપ્રથમ તેમણે જ તેનો વિરોધ કર્યો હતો. રહેણાંક વિસ્તારમાં આવા મશીનો ન હોવા જોઈએ કારણ કે તેનાથી સામાજિક દૂષણો ઊભા થાય છે. મશીનો આવતાની સાથે શ્રમજીવીઓનો ધસારો વધે છે, ચા-પાનની દુકાનો ખુલે છે અને નશાખોરોનો જમાવડો થાય છે. પરંતુ તે સમયે અધિકારીઓએ કાન આડા કાન કર્યા અને આ સમસ્યાને ગંભીરતાથી ન લેતા આજે સ્થિતિ વણસી છે. હજારો મશીનો ધમધમતા પ્રશ્ન હાથની બહાર ગયો વહીવટી તંત્રની આ જ બેદરકારીને કારણે આજે હોટફિક્સનો આ પ્રશ્ન અત્યંત ભયંકર સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે. વરાછા સહિતના વિસ્તારોમાં આજે હજારોની સંખ્યામાં મશીનો ધમધમી રહ્યા છે. પરિસ્થિતિ હવે જાણે હાથમાંથી સરકી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. જ્યાં જુઓ ત્યાં રસ્તાઓ પર કચરાના ઢગલાઓ દેખાય છે અને લોકો તેને સળગાવી રહ્યા છે. આ ઝેરી ધુમાડાને કારણે જનતાના સ્વાસ્થ્ય પર મોટું જોખમ ઊભું થયું છે અને આખાય વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય સ્થપાઈ ગયું છે. અધિકારીઓના પાપે પ્રશ્ન ઊભો થયો ધારાસભ્ય કુમાર કાનાણીએ સ્પષ્ટ શબ્દોમાં તંત્રની જવાબદારી નક્કી કરતા આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, "આ પ્રશ્ન કોણે ઊભો કર્યો? વહીવટી તંત્રના અધિકારીઓની બેદરકારીને કારણે આ પ્રશ્ન ઉપસ્થિત થયો છે. એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે અમે તો અમારી જવાબદારી નિભાવી રહ્યા છીએ અને ઉકેલ માટે પ્રયાસો કરીએ છીએ. પરંતુ તંત્ર જે રીતે કામગીરી કરવી જોઈએ તે કરતું નથી. મારી સ્પષ્ટ માંગણી છે કે, આ પ્રશ્ન વહીવટી તંત્રના પાપે ઊભો થયો છે, તો હવે આ પ્રશ્ન હલ કરવો એ પણ તંત્ર અને અધિકારીઓની જ જવાબદારી છે. તાત્કાલિક ધોરણે આ પ્રશ્નનો હલ થાય એવી મારી માંગણી અને લોકોની લાગણી છે."
    Click here to Read More
    Previous Article
    સ્વ. નંદલાલ પટેલના શ્રાદ્ધે બટુકોને મિષ્ટાન ભોજન:હેલ્પ્સ ફાઉન્ડેશનના સ્થાપક ડો. ધીરેન્દ્રભાઈ પટેલે પિતાના શ્રાદ્ધ નિમિત્તે કાગવાસ પણ અર્પણ કર્યો
    Next Article
    વલસાડની રેની સોલંકીએ ટેકવોન્ડો ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો:અમદાવાદમાં યોજાયેલી રાજ્યકક્ષાની સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા બની વલસાડનું ગૌરવ વધાર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment