Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમિતાભ બચ્ચનની તબિયત લથડી?:1 અઠવાડિયાથી KBCનું શૂટિંગ બંધ, બ્લોગમાં બિગ-બીએ કહી આ મોટી વાત; રિપોર્ટ્સમાં સામે આવ્યા બે અલગ-અલગ દાવા!

    7 hours ago

    અમિતાભ બચ્ચનની તબિયતને લઈને ફરી એકવાર ચિંતા વધી ગઈ છે. તેમના ક્વિઝ શો 'કૌન બનેગા કરોડપતિ' (KBC)નું શૂટિંગ છેલ્લા એક અઠવાડિયાથી અટકાવવામાં આવ્યું છે. અહેવાલો અનુસાર, તબિયત સારી ન હોવાને કારણે નિર્માતાઓએ નવા એપિસોડનું શૂટિંગ રોકી દીધું છે. આવતા અઠવાડિયાથી શૂટિંગ ફરી શરૂ થવાની આશા છે. આ દરમિયાન અમિતાભે પોતાના બ્લોગમાં ધીમે-ધીમે કામ અને જૂની દિનચર્યામાં પરત ફરવાની વાત કરી છે. એક અઠવાડિયાથી નવા એપિસોડનું શૂટિંગ થયું નથી અમિતાભ બચ્ચન ઘણા વર્ષોથી 'કૌન બનેગા કરોડપતિ' હોસ્ટ કરી રહ્યા છે. તેના માધ્યમથી તેઓ દરેક સિઝનમાં દર્શકો સાથે જોડાય છે. તેમની તબિયતને લઈને ચિંતાઓના કારણે શોના શૂટિંગ પર બ્રેક લાગી ગઈ છે. ABP Newsના અહેવાલ મુજબ, IANS સાથેની વાતચીતમાં શો સાથે જોડાયેલા એક સૂત્રએ જણાવ્યું કે અમિતાભ છેલ્લા કેટલાક સમયથી સારું અનુભવી રહ્યા નથી. આ જ કારણે નિર્માતાઓએ નવા એપિસોડનું શૂટિંગ અટકાવી દીધું છે. સૂત્રના જણાવ્યા મુજબ, અમિતાભની તબિયતમાં સુધારો થયો તો આવતા અઠવાડિયાથી શૂટિંગ ફરી શરૂ થઈ શકે છે. તે તેમની તબિયત પર નિર્ભર રહેશે. રણબીર કપૂર, સાઈ પલ્લવી અને રવિ દુબેવાળો એપિસોડ શૂટ થયો શૂટિંગ અટકતા પહેલાં શોનો છેલ્લો મોટો સેલિબ્રિટી એપિસોડ રણબીર કપૂર, સાઈ પલ્લવી અને રવિ દુબે સાથે શૂટ કરવામાં આવ્યો હતો. ત્રણે કલાકારો આગામી ફિલ્મ 'રામાયણ'ના પ્રમોશન માટે KBCમાં પહોંચ્યા હતા. એપિસોડને શરૂઆતમાં ફિલ્મની રિલીઝની આસપાસ ટેલિકાસ્ટ કરવાની યોજના હતી. અમિતાભની તબિયતને લઈને ચિંતાઓના કારણે મેકર્સને ટેલિકાસ્ટનો પ્લાન બદલવો પડ્યો. ચેનલે એપિસોડને ફિલ્મની રિલીઝ સુધી રોકી રાખવાને બદલે દિવાળી સ્પેશિયલ વીકમાં પ્રસારિત કરી દીધો. બ્લોગમાં કહ્યું- ધીમે-ધીમે રૂટિનમાં પરત ફરી રહ્યો છું અમિતાભ બચ્ચને શનિવારે પોતાના બ્લોગમાં દિનચર્યા અને કામ પર પરત ફરવાની વાત કરી. તેમણે લખ્યું કે તેઓ ધીમે-ધીમે જૂની દિનચર્યા અને કામકાજભરી જિંદગીમાં પાછા ફરી રહ્યા છે. અમિતાભે જણાવ્યું કે રોજિંદા જીવનથી દૂર થયા બાદ એ જ રૂટિનમાં પાછા ફરવું સરળ હોતું નથી. તેમણે બ્લોગમાં લખ્યું કે ક્યારેક તેમને પોતાનાં ચશ્માં, મોબાઇલ અને થોડા કલાકો પહેલાં કરેલું કામ પણ યાદ રહેતું નથી. જોકે, શાળાના આઠમા ધોરણના દિવસોની વાતો તેમને આજે પણ યાદ છે. અમિતાભે બ્લોગ દ્વારા વ્યક્ત કર્યું કે બ્લોગ વાંચનારા લોકો, રવિવારે શુભેચ્છાઓ આપનારા પ્રશંસકો અને KBCના દર્શકો સાથેનું જોડાણ તેમના માટે અત્યંત ખાસ છે. KBCનું શૂટિંગ અટકવાનું કારણ અંગે સામે આવ્યો અલગ દાવો અમિતાભની તબિયતને લઈને આવેલા સમાચાર વચ્ચે બીજો એક રિપોર્ટમાં અલગ માહિતી સામે આવ્યો છે. ધ ઇન્ડિયન એક્સપ્રેસની 7 નવેમ્બર 2026ની રિપોર્ટ મુજબ, શો સાથે જોડાયેલા અન્ય એક સૂત્રએ શૂટિંગમાં બ્રેકનું કારણ અમિતાભની તબિયતને બદલે તેમની તારીખો ઉપલબ્ધ ન હોવાનું જણાવ્યું છે. રિપોર્ટ મુજબ, અમિતાભ 11 નવેમ્બર પછી શૂટિંગ માટે ઉપલબ્ધ થઈ શકે છે. દરમિયાન, SonyLIVએ જણાવ્યું છે કે KBCના નવા એપિસોડ 16 નવેમ્બરથી પ્રસારિત થશે.
    Click here to Read More
    Previous Article
    अमृतसर में दिनदहाड़े गैंगवार, 150 हथियारबंद लोगों ने घर घेरा; फायरिंग में युवक घायल
    Next Article
    પોલેન્ડના ક્રાકો શહેરમાં ગોળીબાર, 5 લોકોનાં મોત:10થી વધુ લોકો ઘાયલ; પોલીસે હુમલાખોરને ગોળી મારી

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment