Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં કથિત રૂ. 1 કરોડના તોડકાંડમાં પોલીસ તપાસ તેજ:DYSP મહર્ષિ રાવલની ટીમે LCBના તમામ કર્મચારીઓની પૂછપરછ શરૂ કરી, અન્ય લોકોની પણ તપાસ થશે

    7 hours ago

    બોટાદમાં ચકચાર જગાવનાર કથિત રૂ. 1 કરોડના તોડકાંડની પોલીસ તપાસ ઝડપી બની છે. બોટાદ જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માના આદેશથી 9 સપ્ટેમ્બરથી આ કેસની તપાસ DYSP મહર્ષિ રાવલને સોંપવામાં આવી છે. આ કેસની તપાસના ચોથા દિવસે, ગંભીર આરોપોથી ઘેરાયેલી બોટાદ ક્રાઇમ બ્રાન્ચના તમામ કર્મચારીઓ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. DYSP ઓફિસ ખાતે LCBના તમામ સ્ટાફના સ્ટેટમેન્ટ નોંધવામાં આવી રહ્યા છે. DYSP મહર્ષિ રાવલે આ નિવેદનો પ્રક્રિયા ચાલુ હોવાની પુષ્ટિ કરી છે, જોકે તેમણે કેમેરા સમક્ષ કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, LCB કર્મચારીઓની પૂછપરછ પૂર્ણ થયા બાદ કેસમાં સંકળાયેલા અન્ય શંકાસ્પદ લોકોની પણ તબક્કાવાર તપાસ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, 6 સપ્ટેમ્બરે કોળી સમાજના નેતા અને ભાજપના પૂર્વ મહામંત્રી જગદીશ ચૌહાણે પોલીસ અને રાજકીય નેતાઓ વચ્ચેની મિલીભગતથી રૂ. 1 કરોડનો તોડ થયો હોવાનો આરોપ લગાવ્યો હતો. હાલ આ કેસમાં LCBના કર્મચારીઓની સંડોવણી બહાર આવે છે કે નહીં, તે તરફ સૌની નજર ટકેલી છે.
    Click here to Read More
    Previous Article
    આંગડિયા પેઢીના કર્મી પાસેથી 6 લાખનું પાર્સલ સેરવી લીધું:બે શખસે ​પાર્સલમાં બે નંબરનો માલ હોવાનું કહી રોક્યા હતા, વિજાપુરમાં પોલીસ ફરિયાદ
    Next Article
    Every Citizen is a Milliionaire in Norway!

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment