Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં યુજીવીસીએલ દ્વારા વીજ સલામતી સપ્તાહની ઉજવણી:ચોમાસા પૂર્વે 1 થી 7 જૂન સુધી જાગૃતિ માટે કાર્યક્રમો યોજાશે

    1 week ago

    પાટણમાં યુજીવીસીએલ દ્વારા ચોમાસા પૂર્વે વીજ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. 1 થી 7 જૂન દરમિયાન વીજ ગ્રાહકો અને સામાન્ય જનતામાં વીજ સલામતી અંગે જાગૃતિ લાવવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આ ઉજવણીના ભાગરૂપે પાટણ શહેરમાં એક વિશાળ રેલી યોજાઈ હતી. યુજીવીસીએલ પાટણ વિભાગ દ્વારા આયોજિત આ રેલી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. રેલીમાં વીજ સલામતી અંગે જાગૃતિ ફેલાવવા માટે વિવિધ બેનરો અને સૂત્રોચ્ચાર પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ચોમાસાની ઋતુ શરૂ થાય તે પહેલાં વીજળીથી સુરક્ષિત રહેવા અંગે લોકોમાં સભાનતા કેળવવાનો હતો. આ રેલીમાં યુજીવીસીએલ કોર્પોરેટ ઓફિસના વિશેષ મુખ્ય ઇજનેર અંસારી, પાટણ વિભાગના કાર્યપાલક ઇજનેર પરમાર તેમજ વી.બી. પટેલ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં કર્મચારીઓએ ભાગ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    સાપુતારા-સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ નવીનીકરણ:₹45.42 કરોડ મંજૂર, તાપી જિલ્લાના વિકાસને મળશે નવી ગતિ
    Next Article
    પાટણની ભગવતી નગર સોસાયટીમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી:યજમાન પરિવારે રાસગરબા સાથે નંદલાલાને પારણામાં ઝુલાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment