Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવરંગપુરામાં બેંકના સેલ્સ મેનેજરે ગ્રાહકના પૈસા પડાવ્યા:નવા વાડજમાં વ્યાજખોરોએ 1 લાખ સામે 4.50 લાખ વસૂલ્યા, વાસણામાં યુકેના વિઝાના નામે 24 લાખની ઠગાઈ

    1 week ago

    અમદાવાદ શહેરમાં ગુનાખોરીના ત્રણ ચોંકાવનારા કિસ્સા સામે આવ્યા છે. પ્રથમ ઘટનામાં નવરંગપુરામાં એક્સિસ બેંકના એક આસિસ્ટન્ટ સેલ્સ મેનેજરે ગ્રાહક સાથે વિશ્વાસઘાત કરી ખાતું ખોલાવવાના નામે રૂ. 1 લાખ પર્સનલ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધા હતા. જ્યારે બીજી ઘટનામાં નવા વાડજમાં વ્યાજે લીધેલા નાણાં સામે ચાર ગણી રકમ ચૂકવી દીધી હોવા છતાં, વ્યાજખોરે મિત્રો સાથે મળી ફૂટપાથ પર લારી ચલાવતા વેપારીને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પ્રથમ બનાવ: બેંક મેનેજર દ્વારા ગ્રાહક સાથે છેતરપિંડી નવરંગપુરા એક્સિસ બેંકમાં આસિસ્ટન્ટ સેલ્સ મેનેજર તરીકે ફરજ બજાવતા ભાવેશ ભીમસુરે ગ્રાહક સૌરભભાઈ પટેલ સાથે છેતરપિંડી આચરી હતી. ઓગસ્ટ 2025માં સૌરભભાઈ નવું કરન્ટ એકાઉન્ટ ખોલાવવા આવ્યા ત્યારે ભાવેશે તેમનો વિશ્વાસ જીતી ખાતું ખોલાવવા માટે ટુકડે-ટુકડે કુલ રૂ. 1 લાખ મેળવ્યા હતા. ભાવેશે આ રકમ બેંકમાં જમા કરાવવાને બદલે પોતાના અંગત સેવિંગ્સ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધી હતી. લાંબા સમય સુધી ખાતું ન ખુલતા ગ્રાહકે બેંકનો સંપર્ક કર્યો અને આંતરિક તપાસમાં કૌભાંડ ખુલતા બેંક મેનેજર કોમલબેને ભાવેશ વિરુદ્ધ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બીજો બનાવ: વ્યાજખોરોએ 1 લાખ સામે 4.50 લાખ વસૂલ્યા નવા વાડજમાં રહેતા અને એચ.એલ. કોલેજ પાસે 'મહાલક્ષ્મી ફ્રેન્કી'ની લારી ચલાવતા હેમલ બંસીલાલ શાહે વર્ષ 2022માં ધંધા માટે જીગર અમૃતભાઈ દેસાઈ પાસેથી 10 ટકા વ્યાજે રૂ. 1 લાખ લીધા હતા. હેમલભાઈએ અત્યાર સુધીમાં મૂડી અને વ્યાજ મળી કુલ રૂ. 4.50 લાખ ચૂકવી દીધા હોવા છતાં જીગર દેસાઈ વધુ નાણાંની કડક ઉઘરાણી કરતો હતો. જીગર દેસાઈ 'તારીખ વીત્યા બાદ ડબલ વ્યાજ' માંગતો હતો. ગત 31 જાન્યુઆરીએ જીગર દેસાઈ તેના મિત્ર યશ રબારી અને અન્ય બે અજાણ્યા શખ્સો સાથે લારી પર પહોંચ્યો હતો અને હેમલભાઈને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હેમલ શાહે આ મામલે જીગર દેસાઈ અને યશ રબારી સહિત ચાર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ત્રીજો બનાવ: યુકેના વિઝા માટે બનાવટી ડોક્યુમેન્ટ આપી 24.50 લાખની ઠગાઈ વાસણામાં રહેતા અને કન્સલ્ટન્ટનો ધંધા કરતા નિરવભાઇ શાહ સાથે વિઝાના નામે લાખોની છેતરપિંડી થઈ છે. નિરવભાઇએ તેમના એક ગ્રાહક કૃપાબેન પટેલના યુકે વિઝા માટે નડિયાદના ક્રિશ ઓવરસીસના અર્પણ મધુકર અને અમિત પટેલનો સંપર્ક કર્યો હતો. વિઝા પ્રક્રિયા માટે નિરવભાઇએ બંનેને કુલ રૂ. 24.50 લાખ ચૂકવ્યા હતા. જોકે, આ ઠગબાજોએ મોકલેલા વિઝા સર્ટિફિકેટ અને સીઓએસ (C.O.S) લેટરમાં ગ્રાહકની શૈક્ષણિક વિગતો ખોટી અને બનાવટી હોવાનું માલૂમ પડ્યું હતું. રૂપિયા પરત માંગવા છતાં ઠાગાઠૈયા કરતા હોવાથી નિરવભાઇએ બંને શખ્સો વિરુદ્ધ વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતના બોલર્સ KKR પર હાવી, ચાર વિકેટ પાડી પ્રેશર વધાર્યું:કેમરૂન ગ્રીનની ફીફટીએ કોલકાતાની પારી સંભાળી, અમદાવાદમાં GT જીતની હેટ્રિક લગાવવા તૈયાર
    Next Article
    કલેક્ટરે EVM સ્ટ્રોંગરૂમની મુલાકાત લીધી:લુણાવાડાની પી.એન. પંડ્યા કોલેજ ખાતે સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment