Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બપોરના 1થી 4 સુધી શહેરના તમામ ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે:કોરાટ ચોકથી કાળીપાટ ચોક સુધીનો રસ્તો 5 જૂન સુધી બંધ; જાણો વૈકલ્પિક માર્ગો વિશે

    17 hours ago

    રાજકોટ શહેરમાં ઉનાળાની શરૂઆતે જ તાપમાનનો પારો ઊંચકાતા નાગરિકોને હીટવેવથી બચાવવા માટે રાજકોટ મહાનગરપાલિકા અને શહેર પોલીસ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ સંયુક્ત નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી દિવસોમાં ઉગ્ર ગરમી પડવાની શક્યતાને જોતા હીટવેવ એક્શન પ્લાન અંતર્ગત હવેથી શહેરના તમામ ટ્રાફિક સિગ્નલો બપોરે 1:00થી 4:00 વાગ્યા દરમિયાન બંધ રાખવામાં આવશે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય વાહનચાલકોને બપોરના આકરા તડકામાં સિગ્નલ પર ઊભા રહેવામાંથી મુક્તિ અપાવવાનો અને લૂ લાગવાની ઘટનાઓ અટકાવવાનો છે. આ સમયગાળા દરમિયાન ટ્રાફિકનું સંચાલન જરૂરિયાત મુજબ પોલીસ દ્વારા કરવામાં આવશે. ગરમીના પ્રકોપ સામે રક્ષણ મેળવવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ખાસ માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે. નાગરિકોને અપીલ કરાઈ છે કે, બપોરે 12થી 4 વાગ્યા સુધી બિનજરૂરી બહાર ન નીકળવું અને જો બહાર જવું અનિવાર્ય હોય તો માથું છત્રી કે રૂમાલથી ઢાંકવું. શરીરમાં પાણીનું સ્તર જાળવી રાખવા માટે વધુ પ્રમાણમાં પાણી, છાશ અને લીંબુ પાણી જેવા પ્રવાહી લેવા તેમજ હળવા રંગના સુતરાઉ કપડાં પહેરવા હિતાવહ છે. ખાસ કરીને વૃદ્ધો અને બાળકોની વિશેષ સંભાળ રાખવી અને જો ચક્કર કે ઉલટી જેવા લક્ષણો જણાય તો તુરંત નજીકના આરોગ્ય કેન્દ્રોનો સંપર્ક કરવા પણ આરોગ્ય અધિકારી દ્વારા જણાવાયું છે. રાજકોટના રિંગ રોડ-2 પર રિસર્ફેસિંગ કામગીરી, વાહનચાલકો માટે નવા ટ્રાફિક ડાયવર્ઝન જાહેર રાજકોટ શહેર વિકાસ સત્તા મંડળ હસ્તકના રિંગ રોડ-2, ફેઝ-3 (ગોંડલ રોડથી ભાવનગર રોડ) પર રિસર્ફેસિંગની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ કામગીરી દરમિયાન અકસ્માતો નિવારવા અને ટ્રાફિક વ્યવસ્થા જાળવી રાખવા માટે અધિક જિલ્લા કલેક્ટર એન. કે. મુછાર દ્વારા કોરાટ ચોકથી કાળીપાટ ચોક સુધીના માર્ગ પર ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા ભારે અને હળવા વાહનો માટે વૈકલ્પિક માર્ગો નક્કી કરવામાં આવ્યા છે, જેથી મુસાફરોને હાલાકી ન ભોગવવી પડે. નવા જાહેરનામા મુજબ, ભારે વાહનચાલકો 5 જૂન, 2026 સુધી NH-27 (કોરાટ ચોકથી આજી ડેમ ચોક) અને SH-25 રાજકોટ-ભાવનગર રોડ (આજી ડેમ ચોકથી કાળીપાટ ચોક)નો વૈકલ્પિક માર્ગ તરીકે ઉપયોગ કરી શકશે. હળવા વાહનો માટે બે તબક્કામાં વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં 20 માર્ચ, 2026 સુધી લાપાસરીથી વડાળી ચોકડી અને ત્યારબાદ 20 માર્ચથી 25 એપ્રિલ, 2026 સુધી વડાળીથી કાળીપાટ ચોકડીના માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે. આ આદેશ 9 એપ્રિલ, 2026 સુધી અમલમાં રહેશે. જોકે પોલીસ-ઈમરજન્સી સેવાના વાહનોને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે. ગેસની અછત વચ્ચે કાળાબજારી સામે તંત્રની તવાઈ રાજકોટ શહેરમાં વ્યવસાયિક એકમોમાં ઘરેલું ગેસ સિલિન્ડરના ગેરકાયદેસર વપરાશ સામે પુરવઠા વિભાગે લાલ આંખ કરી છે. આજે 13 માર્ચે જિલ્લા પુરવઠા અધિકારીના માર્ગદર્શન હેઠળ મામલતદાર (પશ્ચિમ) અને પુરવઠા નિરીક્ષકની ટીમ દ્વારા જે. કે. ચોક અને યુનિવર્સિટી રોડ જેવા ધમધમતા વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન વિવિધ હોટેલો, રેસ્ટોરન્ટ્સ, ટી-સ્ટોલ અને નાસ્તા હાઉસમાં ઘરેલું સિલિન્ડરના વપરાશ બાબતે તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન મળેલા ગેસ સિલિન્ડર જપ્ત કરાયા તપાસ દરમિયાન જે. કે. ચોક ખાતે આવેલ કૈલાશ ફરસાણ સ્ટોરમાં ઘરેલું સિલિન્ડરનો કોમર્શિયલ હેતુ માટે ઉપયોગ થતો હોવાનું માલૂમ પડ્યું હતું, જેના પગલે ઇન્ડેન કંપનીના 3 ગેસ સિલિન્ડર સીઝ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, નકલંક હોટેલ સામે આવેલા શ્રીહરી ફાસ્ટફૂડ સ્ટોરમાંથી પણ 1 ઘરેલું સિલિન્ડર મળી આવતા તેને જપ્ત કરવામાં આવ્યો હતો. આમ, કુલ 4 ઘરગથ્થુ સિલિન્ડર જપ્ત કરી ગેસ એજન્સીમાં જમા કરાવવામાં આવ્યા છે. કાર્યવાહી બાદ તમામ હોટેલ અને ફાસ્ટફૂડ સ્ટોરના માલિકોને નિયમોનું પાલન કરવા અને કોમર્શિયલ હેતુ માટે માત્ર વ્યવસાયિક સિલિન્ડરનો જ ઉપયોગ કરવા કડક સૂચના આપી સમજૂતી આપવામાં આવી હતી. ગેસની અછત વચ્ચે બોલબાલા ટ્રસ્ટે લાકડાના ચુલા પેટાવીને પણ સેવાની પરંપરા જાળવી રાજકોટમાં છેલ્લા 35 વર્ષથી નિ:સ્વાર્થ ભાવે કાર્યરત બોલબાલા ટ્રસ્ટ દ્વારા હાલમાં સર્જાયેલી ગેસની અછત વચ્ચે પણ માનવસેવાનું કાર્ય ચાલુ રાખવામાં આવ્યું છે. ગેસ સિલિન્ડરની તંગીને કારણે રસોઈ બનાવવામાં મુશ્કેલી પડતા ટ્રસ્ટે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે લાકડાની મદદથી ચુલા ઉપર રસોઈ બનાવવા શરૂઆત કરી છે. સંસ્થા દ્વારા એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે કે ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ એક પણ મનુષ્ય ભૂખ્યો ન રહે અને ત્રણ ટાઈમ રસોડું ધમધમતું રહે. આ અંગે ટ્રસ્ટના પ્રમુખ જયેશ ઉપાધ્યાયના જણાવ્યા અનુસાર, હાલમાં ગેસની અછતને કારણે દાળ, ભાત અને શાક જેવી વાનગીઓ ચુલા પર બનાવવામાં આવે છે. જ્યારે હળવો નાસ્તો, ચા અને રોટલી ગેસ પર તૈયાર થઈ રહી છે. સંસ્થા પાસે 10 કોમર્શિયલ અને 6 ઘરેલુ ગેસ રિફિલની સુવિધા હોવા છતાં પણ અછતને પહોંચી વળવા આ નિર્ણય લેવાયો છે. દરરોજ રેન બસેરા, હોસ્પિટલો અને બાંધકામ સાઈટ સહિતના વિસ્તારોમાં વાહનો મારફત 3000થી વધુ જરૂરિયાતમંદોને શુદ્ધ અને સાત્ત્વિક ભોજન પહોંચાડવામાં આવે છે. નોંધનીય છે કે, કોરોના જેવી કપરી પરિસ્થિતિમાં પણ અન્નક્ષેત્ર અવિરત ચાલ્યું હતું. હાલમાં ગેસની અછતને કારણે અનેક હોટેલ અને રેસ્ટોરન્ટ બંધ થઈ રહ્યા છે, ત્યારે બોલબાલા ટ્રસ્ટે લાકડાના ચુલા પેટાવીને પણ પોતાની સેવાની પરંપરા જાળવી રાખી છે. કોમર્શીયલ ગેસની અછતથી 3500થી વધુ ફરસાણના વેપારીઓ મુશ્કેલીમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધની અસરો હવે રાજકોટના સ્થાનિક બજારમાં વર્તાવા લાગી છે. દેશભરમાં કોમર્શીયલ અને ઘરેલુ ગેસના પુરવઠાની અછત સર્જાતા ઉદ્યોગો અને રેસ્ટોરન્ટ્સની હાલત કફોડી બની છે. રાજકોટમાં અંદાજે 3500 જેટલી ફરસાણની દુકાનો આવેલી છે, જેમાંથી 80 ટકા દુકાનોમાં ગેસના અભાવે તાવડા બંધ થયા છે. આ ગંભીર પરિસ્થિતિને પગલે ફરસાણ એસો.નાં પ્રમુખ પંકજ જોબનપુત્રાની આગેવાનીમાં વેપારીઓએ કલેકટર કચેરી ખાતે દોડી જઈ જિલ્લા પુરવઠા અધિકારી ઝાપડાને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, હાલ ગેસનો પુરવઠો ખોરવાતા નાના વેપારીઓ - કારીગરો પર બેરોજગારીનું સંકટ તોળાઈ રહ્યું છે. એક તરફ સત્તાવાર પુરવઠો બંધ છે. બીજી તરફ કોમર્શીયલ અને રાંધણ ગેસના સિલિન્ડરો કાળાબજારમાં મળી રહ્યા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. દરવર્ષે જન્માષ્ટમી જેવા તહેવારોમાં વહીવટી તંત્રને સહયોગ આપી રાહત દરે ફરસાણ વેચતા આ વેપારીઓએ અત્યારે મુશ્કેલ સમયમાં તંત્ર પાસે વૈકલ્પિક ગેસ પુરવઠાની વ્યવસ્થા કરવાની તાતી માગ કરી છે. માર્કેટ યાર્ડમાં શિયાળુ પાકની મબલખ આવક, ઘઉંની આવકે 1 લાખ મણની સપાટી વટાવી માર્કેટ યાર્ડમાં હાલ શિયાળુ પાકની સિઝન પૂરજોશમાં જામી છે. ખાસ કરીને હોળાષ્ટક પૂર્ણ થયા બાદ યાર્ડમાં ખેત પેદાશોની ભારે આવક જોવા મળી રહી છે, જેના કારણે યાર્ડના મેદાનમાં માલના જંગી ઢગલા ખડકાયા છે. ચાલુ સિઝનમાં પ્રથમવાર ઘઉંની આવક 1,00,000 મણની ઐતિહાસિક સપાટીને પાર કરી ગઈ છે. એક જ દિવસમાં 1.20 લાખ મણ ઘઉંની આવક નોંધાતા વેપારીઓ અને તંત્ર પણ આશ્ચર્યચકિત થઈ ગયું છે. ક્વિન્ટલના હિસાબે જોઈએ તો આશરે 25,000 ગુણી ઘઉં ઠલવાયા છે. યાર્ડમાં માલ રાખવાની જગ્યા ન રહેતા અને મગફળી જેવી સ્થિતિ સર્જાતા તંત્ર દ્વારા ઘઉંની નવી આવક પર હાલ બ્રેક મારવામાં આવી છે. હરરાજી દરમિયાન ઘઉંના ભાવ પ્રતિમણ રૂ. 490 થી રૂ. 570 સુધી બોલાયા હતા. ઘઉં ઉપરાંત અન્ય પાકોમાં પણ સારી આવક જોવા મળી હતી. યાર્ડમાં ચણાની 31,800 મણ, મેથીની 9,700 મણ અને વટાણાની 9,800 મણની જંગી આવક નોંધાઈ હતી. આ સિવાય રાયડો 5,000 મણ, કપાસ 5,000 મણ, મગફળી 4,800 મણ અને લસણની 2,800 મણ આવક ઠલવાઈ હતી. ચારેતરફ માલની આવક વધતા યાર્ડમાં શિસ્તબદ્ધ રીતે હરરાજીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી રહી છે, છતાં જગ્યાના અભાવે ખેડૂતોને નવી આવક માટે રાહ જોવી પડી શકે છે.
    Click here to Read More
    Previous Article
    કાર ચાલકે બે મહિલાઓને કચડી નાખી, એકનું મોત, CCTV:બ્રેકના બદલે એક્સિલરેટર દબાવી દીધું, એક મહિલા પર વ્હિલ ફળી વળતાં સેકન્ડોમાં જ મોત, રાજુલા પોલીસ સ્ટેશન સામે અકસ્માત
    Next Article
    Jayraj Ahir LIVE | જયરાજ આહીરની મોટી જાહેરાત, જાણો શું કહ્યું? | Ahir Samaj | ભગુડાધામ | N18L

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment