Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લૂઝિવ‎:1 હજાર શાળાના સ્વ મૂલ્યાંકન બાદ 33 ટકા શાળામાં ચેકિંગ કરી ગાંધીનગર રિપોર્ટ મોકલાયો

    10 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લાની 33 ટકા એટલે કે, 350 શાળામાં ગુણોત્સવ અંતર્ગત બાહ્ય મૂલ્યાંકનની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે.ગુણોત્સવની પ્રક્રિયાના નિયમો મુજબ, મુખ્ય શિક્ષકો અને SMC દ્વારા સંયુક્ત રીતે થાય છે. તેમાં વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિ, અધ્યાપન પદ્ધતિ, શાળાની ભૌતિક સુવિધાઓ અને વહીવટની ચકાસણી કરવામાં આવે છે. પુરાવા આધારિત ગુણાંકન કરી ડેટા સરકારી પોર્ટલ પર ઓનલાઇન સબમિટ થાય છે. આ સ્વ-મૂલ્યાંકન પૂર્ણ થયા બાદ તેમાંથી રેન્ડમ આધારે 33 ટકા શાળાઓની પસંદગી કરીને ત્યાં બહારના નિષ્ણાતો અને અધિકારીઓની ટીમ દ્વારા બાહ્ય મૂલ્યાંકનની કામગીરી હાથ ધરાય છે. હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં આ બાહ્ય મૂલ્યાંકનની કામગીરી પૂર્ણ થઈ છે અને હાલ આ રિપોર્ટ તૈયાર કરીને ગાંધીનગર મોકલવામાં આવ્યો છે. આગામી તારીખ 31 ઓક્ટોબરના રોજ સુરેન્દ્રનગર સહિત રાજ્યભરનું પરિણામ જાહેર થનાર છે. પ્રથમ સત્રાંત પરીક્ષાના પેપર તૈયાર કરવા 45 શિક્ષકોની ટીમની ફાળવણી થઈ‎ ગુણોત્સવ શું છે અને તેમાં શાનું મૂલ્યાંકન થાય છે? વિદ્યાર્થીઓનું શૈક્ષણિક સ્તર બાળકોનું વાંચન, લેખન અને ગણન વાંચન-ગણન-લેખનકૌશલ્ય ચકાસવામાં આવે છે. આ ઉપરાંત શાળાની ભૌતિક સુવિધાઓમાં શાળાનું વાતાવરણ, પીવાના પાણીની સુવિધા, શૌચાલય, રમત-ગમતના સાધનો અને કમ્પ્યુટર લેબની ચકાસણી થાય છે. શિક્ષકોની ભણાવવાની પદ્ધતિઓ, વર્ગખંડ વ્યવસ્થાપન અને વિદ્યાર્થીઓની હાજરી ચકાસવામાં આવે છે. આ ઉપરાંત પરિણામ અને ગ્રેડિંગ જોઇએ તો મૂલ્યાંકનના આધારે દરેક શાળાને A, B, C, D જેવા ગ્રેડ ફાળવવામાં આવે છે. ધો.3થી 8ના સત્રાંત પરીક્ષાના પેપર તૈયાર થયા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે ધોરણ 3 થી 8 ના આગામી યોજાનાર પ્રથમ સત્રાંત પરીક્ષાના પેપર તૈયાર કરવા 45 શિક્ષકોની ટીમની ફાળવણી થઈ હતી. હાલ બે દિવસીય કામગીરી પૂર્ણ થઈ છે અને જિલ્લામાં ધોરણ 3 થી 8 ની પ્રથમ સત્રાંત પરીક્ષાના પેપરો તૈયાર થઈ ગયા છે. > અમીન ઘેશાણી, નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી, સુરેન્દ્રનગર
    Click here to Read More
    Previous Article
    મંડે પોઝિટીવ:ભાવસિંહજી હોસ્પિટલની નવી પહેલ: લેબોરેટરીના 135 પ્રકારના રિપોર્ટ સીધા વોટ્સએપ ઉપર મળશે
    Next Article
    Agha's Comeback Ton Helps Pakistan Beat Sri Lanka In ODI Tri-Series Opener

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment