Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અરજીના 1 વર્ષ બાદ ફરિયાદ નોંધાઈ‎:પશુપાલન વિભાગના તત્કાલીન ડેપ્યુટી ડાયરેક્ટર અને કોન્ટ્રાક્ટર સામે રૂ.32.42 લાખની ઉચાપત

    7 hours ago

    પોરબંદરના જિલ્લા પંચાયતમાં આવેલ પશુપાલન વિભાગમાં વર્ષ 2015 થી 2020 સુધીમાં હરતા ફરતા દવાખામાં વાહનો અને પ્યુન રાખ્યા વગર ખોટા દસ્તાવેજ મારફતે તત્કાલીન ડેપ્યુટી ડાયરેક્ટર અને કોન્ટ્રાક્ટરે રૂ.32.42 લાખની ઉચાપત કરી હતી. આ બનાવ બાદ તત્કાલીન ડેપ્યુટી ડાયરેક્ટર સસ્પેન્ડ કરી વર્ષ 2025માં પશુપાલન વિભાગે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અરજી કરી હતી ત્યારે મંગળવારે પશુપાલન વિભાગના તત્કાલીન ડેપ્યુટી ડાયરેક્ટર અને કોન્ટ્રાક્ટર સામે રૂ.32.42 લાખની ઉચાપતની ફરિયાદ નોંધાઈ છે. પોરબંદર જિલ્લા પંચાયત હસ્તકની પશુપાલન શાખામાં સરકારી યોજના હેઠળ ફાળવાયેલી ગ્રાન્ટમાંથી રૂ.32,42,977ની જંગી રકમની નાણાકીય ઉચાપત થઈ હોવાનું સામે આવ્યું છે. પશુપાલન વિભાગના તત્કાલીન નાયબ નિયામક અને ખાનગી કોન્ટ્રાક્ટરે બોગસ દસ્તાવેજો ઊભા કર્યા હોવાની ફરિયાદના આધારે કમલાબાગ પોલીસે ફરિયાદ નોંધી છે. હાલ પશુપાલન શાખામાં મદદનીશ નિયામક તરીકે ફરજ બજાવતા ભરતભાઈ વિરમભાઈ મંડેરાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તત્કાલીન નાયબ નિયામક ડો. કે.બી. રાવલ વર્ષ 2014 થી 2020 દરમિયાન ફરજ પર હતા. આ કાર્યકાળ દરમિયાન દસ ગામ દીઠ ફાળવવામાં આવતા હરતા ફરતા પશુ દવાખાના માટે જરૂરી વાહન તથા એટેન્ડન્ટ-કમ-પટ્ટાવા ળાની સેવાઓ લીધા વિના જ કાગળ પર કામગીરી દર્શાવી ખોટા બિલો બનાવવામાં આવ્યા હતા. આરોપી અધિકારીએ કોન્ટ્રાક્ટર મેરામણભાઈ ઘના ઉલવા સાથે મળીને સરકારી ગ્રાન્ટમાંથી નાણાં ઉપાડી અંગત સ્વાર્થ ખાતર તેનો દુરુપયોગ કર્યો હોવાનું ખુલતાં બંને સામે છેતરપિંડી અને વિશ્વાસઘાત સહિતની કલમો હેઠળ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અરજીના 1 વર્ષ બાદ ફરિયાદ નોંધાઈ પોરબંદરના જિલ્લા પંચાયત પશુપાલન વિભાગમાં થયેલ ભ્રષ્ટાચાર અંગે તપાસમાં જ સામે આવ્યું હતું ત્યાર બાદ અધિકારીને સન્સ્પેન્ડ કરવામાં આવ્યા હતા ત્યારે આ ભ્રષ્ટાચાર અંગેની ફરિયાદ માટે પશુપાલન વિભાગ દ્વારા વર્ષ 2025માં કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અરજી કરવામાં આવી હતી.ત્યારે આ ફરિયાદ અરજીની તપાસના એક વર્ષ બાદ ફરિયાદ નોંધવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ગોધરા પાસે મામલતદારની ટીમ પરના હુમલામાં 5 ખનીજ માફિયા પકડાયા:ટીમે ગેરકાયદે રેતી ભરેલી ટ્રક છોડાવીને તલાટીને મારમારીને ધમકી આપી હતી‎
    Next Article
    US Set To Approve $2.8 Billion Arms Package For Israel: Report

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment