Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    થલતેજના મેગ્નેટ પાર્કમાં આગ લાગતા કૂદેલા એક યુવકનું મોત:1 ગંભીર, અમદાવાદની આઇટી કંપનીમાં 30-40 લોકો ફસાયા'તા, જીવ બચાવવા છજા પર ઉભા રહી ગયા

    1 day ago

    અમદાવાદના થલતેજમાં આવેલા મેગ્નેટ પાર્કમાં ખાનગી કંપનીમાં લાગેલી આગની ઘટનામાં ઉપરથી નીચે કૂદવાના કારણે મૂળ રાજકોટના રહેવાસી એક યુવકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પાંચ લોકોને આગના કારણે ગુંગળામણ અને ઇજાઓ થતા સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને પ્રાથમિક સારવાર આપીને રજા આપી દેવામાં આવી હતી. બોડકદેવ પોલીસ સ્ટેશનના પીઆઈ સંદીપ ખાંભલાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મેગ્નેટ પાર્કમાં લાગેલી આગની ઘટનામાં એક યુવકનું ઉપરથી નીચે પડવાના કારણે મૃત્યુ થયું છે. મૃતક મૂળ રાજકોટનો રહેવાસી રચિત પટેલ છે અને પકવાન ચાર રસ્તા પાસે પીજીમાં રહેતો હતો. એક વ્યક્તિ ઈજાગ્રસ્ત હોવાથી હજી હોસ્પિટલમાં દાખલ છે. આગ લાગવાની ઘટના મામલે અકસ્માત મોત નોંધી અને તપાસ શરૂ કરવામાં આવી છે. ઘટનાસ્થળની 5 તસવીરો આઇટી કંપનીમાં આગ લાગી હતી થલતેજ વિસ્તારમાં રાત્રે 9:30 વાગ્યાની આસપાસ મેગ્નેટ પાર્કમાં આગ લાગવાની ઘટના બની હતી. બીજા માળે આવેલી આઇટી કંપનીમાં આગ લાગી હતી. આગ લાગી ત્યારે કંપનીમાં લગભગ 30 થી 40 જેટલા લોકો કામ કરતા હતા. આગ લાગવાના કારણે જીવ બચાવવા માટે તાત્કાલિક લોકો દોડીને નીચે ઉતારવા લાગ્યા હતા જોકે નીચે ઉતરવા માટે એક જ સીડી હતી જેના કારણે બીજા લોકો જીવ બચાવવા બીજા માળે આવેલી બારીઓમાંથી નીચે ઉતરવાનો પ્રયત્ન કર્યો હતો. મેગ્નેટ પાર્કની આસપાસમાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક જીવ બચાવવા બારીમાં લટકેલા લોકોને નીચે ઉતારવા સીડીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. બહાર નીકળવાનો રસ્તો બંધ થતાં બે કર્મચારીઓએ નીચે કૂદકો માર્યો આગના કારણે સર્જાયેલા ગાઢ ધુમાડાએ મુખ્ય એક્ઝિટ માર્ગને ઘેરી લેતાં કેટલાક કર્મચારીઓ અંદર જ ફસાઈ ગયા હતા. ધુમાડાને લીધે શ્વાસ લેવામાં ભારે તકલીફ પડતાં અને ગભરાટના માહોલમાં પોતાનો જીવ જોખમમાં મુકાયેલો જોઈને અંદર કામ કરતા બે કર્મચારીઓએ બારીમાંથી સીધા ગ્રાઉન્ડ ફ્લોર પર કૂદકો માર્યો હતો. ઉપરથી નીચે પટકાવાના કારણે બંને કર્મચારીઓને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. નીચે હાજર સ્થાનિક લોકો અને સુરક્ષાકર્મીઓએ બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ફાયર વિભાગે સીડીની મદદથી 3 કર્મચારીઓને સુરક્ષિત બહાર કાઢ્યા ઘટના અંગે સ્થાનિકો દ્વારા તાત્કાલિક ફાયર કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવતાં નજીકના ફાયર સ્ટેશનોમાંથી પાંચથી છ ફાયર ફાઈટરો અને રેસ્ક્યૂ વાન સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ફાયર જવાનોએ સમયસૂચકતા વાપરીને એક તરફ પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી, જ્યારે બીજી તરફ સ્નોર્કલ અને સીડી લગાવીને બિલ્ડિંગમાં ફસાયેલા અન્ય ત્રણ લોકોને હેમખેમ બહાર કાઢ્યા હતા. ફાયર વિભાગની ત્વરિત કામગીરીને પગલે મોટી જાનહાનિ ટળી હતી. ભારે જહેમત બાદ આગ કાબૂમાં; શોર્ટ સર્કિટની આશંકા ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમત બાદ આખરે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો અને કૂલિંગ પ્રક્રિયા હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું ચોક્કસ કારણ સ્પષ્ટ થયું નથી, પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટ થવાના કારણે આગ ભભૂકી ઊઠી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. આગની આ ઘટનામાં ઓફિસના ફર્નિચર અને અન્ય સાધન-સામગ્રીને મોટું નુકસાન પહોંચ્યું છે.
    Click here to Read More
    Previous Article
    કિરણ ચોકમાં ફડાકડાના સ્ટોલમાં આગ, મહિલા રડતા-રડતા ઢળી પડી:ભારે ધડાકા અને આડેધડ રોકેટો જતાં લોકોમાં નાસભાગ મચી, જીવના જોખમે વાહનો હટાવ્યાં
    Next Article
    નેપાળમાં લેન્ડિંગ દરમિયાન હવામાં 2 હેલિકોપ્ટર અથડાયા:ભારતીય ટૂરિસ્ટનું મોત, ન્યૂઝીલેન્ડનો ભારતીય મૂળનો નાગરિક ઘાયલ; બંને પાઇલટ પણ ઈજાગ્રસ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment