Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'તંત્ર નહીં જાગે તો 1-3 નંબરમાં આવવાના પણ ફાફા પડશે':સ્વચ્છતામાં સુરત 2જા ક્રમે ધકેલાતા કુમાર કાનાણીએ કહ્યું- મારી ચેતવણી સાચી ઠરી, અગાઉ પણ તંત્રને ચેતવ્યું હતું

    2 days ago

    દેશભરમાં 'સ્વચ્છ સુરત, સુંદર સુરત' તરીકે ડંકો વગાડનાર સુરત સ્વચ્છ સર્વેક્ષણ 2025-26ની 'સુપર સ્વચ્છ લીગ' કેટેગરીમાં પ્રથમ સ્થાન ગુમાવીને 2જા ક્રમે ધકેલાઈ ગયું છે. મહારાષ્ટ્રના નવી મુંબઈએ પ્રથમ સ્થાન મેળવતા સુરતની આ પીછેહઠ અંગે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ સ્પષ્ટ શબ્દોમાં વહીવટી તંત્રની બેદરકારીને જવાબદાર ઠેરવતા કહ્યું છે કે, એક ચેતવણી આપી હતી અને તેનું પરિણામ પણ આવી ગયું છે. ક્રમ 1 જાળવવો ખૂબ અઘરો છે તેવી મારી શંકા 100 ટકા સાચી ઠરી છે. પોશ વિસ્તારોમાં સર્વે છતાં સુરત 2જા નંબરે કેમ? હજુ તંત્ર નહીં જાગે તો 1-3 નંબરમાં આવવાના પણ ફાફા પડશે. 2024-25માં 12,151 ગુણ સાથે સુરત હતું દેશમાં અવ્વલ ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે એટલે કે સ્વચ્છ સર્વેક્ષણ 2024-25માં 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની 'સુપર સ્વચ્છ લીગ' શ્રેણીમાં સુરતે 12,500 માંથી 12,151 ગુણ મેળવીને ઈન્દોર (12,147 ગુણ) અને નવી મુંબઈ (12,074 ગુણ)ને પછાડી દેશમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું. જુલાઈ 2025માં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે સુરતને આ ઐતિહાસિક સિદ્ધિ બદલ સન્માનિત કરાયું હતું. જોકે, વર્ષ 2025-26ના પરિણામોમાં સુરતની ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શન, સોલિડ વેસ્ટ પ્રોસેસિંગ અને તાપી શુદ્ધીકરણ જેવી કામગીરીને ઊંચા ગુણ મળવા છતાં નવી મુંબઈ પ્રથમ, સુરત 2જા અને વિજયવાડા 3જા સ્થાને રહ્યું છે. હોટફિક્સ પ્લાસ્ટિકનું દૂષણ બન્યું માથાનો દુખાવો સુરતનો નંબર-1નો તાજ છીનવાઈ જવા પાછળના કારણો જણાવતા કુમાર કાનાણીએ સફાઈ કામગીરીની ઢીલી નીતિ પર પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી શહેરમાં સફાઈની કામગીરી યોગ્ય રીતે ચાલતી ન હતી. ખાસ કરીને વરાછા અને લિંબાયત જેવા વિસ્તારોમાં ટેક્સટાઇલ ઉદ્યોગમાંથી નીકળતા 'હોટફિક્સ' જેવા પ્લાસ્ટિકના કચરાનું દૂષણ મોટો માથાનો દુખાવો બન્યું છે. પ્લાસ્ટિકના કચરાનું યોગ્ય કલેક્શન અને નિકાલ ન થવાને કારણે શહેરની સ્વચ્છતા પર સીધી અસર પડી છે, જે અંગે અગાઉ પણ તંત્રને ચેતવ્યું હતું. પોશ વિસ્તારોમાં સર્વે છતાં 2જો ક્રમ મળવો ગંભીર બાબત સર્વેની પદ્ધતિ અંગે પૂછાયેલા સવાલનો જવાબ આપતા ધારાસભ્ય કુમાર કાનાણીએ તંત્રની પોલ ખોલી નાખી હતી. તેમણે આક્રોશ સાથે કહ્યું કે, જો પોશ વિસ્તારમાં જ સર્વે થયો હોય અને તેમ છતાં ક્રમ નંબર 2 મળ્યો હોય તો તે ખૂબ જ ગંભીર બાબત છે. ઉધના, લિંબાયત, વરાછા અને પુણામાં જ્યાં શ્રમજીવી અને કારીગર વર્ગ રહે છે, ત્યાં સફાઈના અભાવે કચરાના ઢગલાઓ જોવા મળે છે અને વારંવાર આગ લાગવાની ઘટનાઓ બને છે. માત્ર પોશ વિસ્તારો સુંદર હોય અને શ્રમજીવી વિસ્તારો ગંદકીથી ખદબદતા હોય તો સુરતને 'સ્વચ્છ સુરત' કેવી રીતે કહી શકાય? ‘તંત્ર નહીં જાગે તો 1 થી 3 નંબરમાં આવવાના પણ ફાફા પડશે’ વહીવટી તંત્રને આડેહાથ લેતા કુમાર કાનાણીએ આગામી વર્ષો માટે પણ લાલબત્તી ધરી છે. તેમણે ચેતવણી આપતા કહ્યું કે, હજુ પણ મોડું નથી થયું, વહીવટી તંત્રે ખૂબ ગંભીરતાથી આ વાતને ધ્યાનમાં લઈ જાગવું પડશે. જો હવે ફરીવાર 1 નંબર મેળવવા માટે કમર નહીં કસવામાં આવે, તો આગામી સમયમાં 1થી 3 નંબર પર આવવામાં પણ આપણે ફાફા પડવાના છે એ વાત ચોક્કસ છે. નાગરિકોની અપેક્ષા સંતોષવા તંત્રએ કમર કસવી પડશે સુરતના નાગરિકો અને તંત્રની અપેક્ષા હતી કે સુરત પોતાનો 1લો ક્રમ જાળવી રાખશે, પરંતુ બેદરકારીને કારણે શહેરે નંબર-1 નું બિરુદ ગુમાવ્યું છે. કુમાર કાનાણીના મતે, પ્લાસ્ટિક કચરાના નિકાલ માટે નક્કર વ્યવસ્થા ઊભી કરવાની અને શહેરના દરેક ખૂણે, ખાસ કરીને શ્રમજીવી વિસ્તારોમાં સઘન સફાઈ ઝુંબેશ ચલાવવાની તાતી જરૂરિયાત છે. જો તંત્ર આ નિવેદન બાદ સફાળું જાગીને કામગીરી સુધારશે, તો જ સુરત ફરીથી દેશનું નંબર-1 સ્વચ્છ શહેર બની શકશે.
    Click here to Read More
    Previous Article
    7 કરોડ રૂપિયા આપો, નહીં તો મારી નાખીશું:અરવિંદ કેજરીવાલ પાસે લોરેન્સ ગેંગ ખંડણી માંગી ધમકી આપી
    Next Article
    'Ratioed': El Salvador President Nayib Bukele Uses Gen Z Slang To Criticise Amnesty International

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment