Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહીસાગરમાં બપોરના 1 વાગ્યા સુધીમાં 29.99 ટકા મતદાન:બાલાસિનોરના સિનિયર ભાજપ ધારાસભ્ય માનસિંહ ચૌહાણે મતદાન કર્યું

    23 hours ago

    મહીસાગર જિલ્લામાં આજે, રવિવાર, 26 એપ્રિલે સવારે 7 વાગ્યાથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનો ઉત્સાહપૂર્વક પ્રારંભ થઈ ગયો છે. જિલ્લાના મતદારો જિલ્લા પંચાયતની 28 બેઠકો, આઠ તાલુકા પંચાયતોની 147 બેઠકો અને લુણાવાડા નગરપાલિકાના વોર્ડ નંબર 5 ની પેટાચૂંટણી માટે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. લોકશાહીના આ મહાપર્વમાં સહભાગી થવા માટે સવારથી જ મતદાન મથકો પર મતદારોની અવરજવર શરૂ થઈ ગઈ છે. ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે સંપન્ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા વ્યાપક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેમાં 919 મતદાન મથકો પર 5000 થી વધુ પોલિંગ સ્ટાફ અને 2200 થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને દરેક મતદાન મથક પર પાણી, ORS, વ્હીલચેર અને છાંયડાની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. જિલ્લા કલેક્ટર અર્પિત સાગરે નાગરિકોને નિર્ભય બનીને મતદાન કરવા ભાવભરી અપીલ કરી છે, જ્યારે આ મતદાનની ગણતરી 28 એપ્રિલે હાથ ધરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    સાબરકાંઠામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન:જિલ્લા તાલુકા પંચાયત ચૂંટણીમાં બપોરે 3 વાગ્યા સુધીમાં 52.12 ટકા મતદાન; 838 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે
    Next Article
    પંચમહાલ જિલ્લા પંચાયતમાં 3 વાગ્યા સુધીમાં 54 ટકા મતદાન:ગોધરા નગરપાલિકામાં 45.56 અને શહેરા નગરપાલિકામાં 55.72 ટકા મતદાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment