Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપ આજે તેનો 1 લાખની લીડનો ગઢ બચાવી શકશે?:માંજલપુરની પેટાચૂંટણીનું 260 મથકો પર મતદાન, 2.19 લાખ મતદારો કરશે નિર્ણય

    2 days ago

    વરસાદી માહોલ વચ્ચે આજે વડોદરાના માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે સીધો જંગ જોવા મળી રહ્યો છે. ત્યારે મતદાન શાંતિમય રીતે થાય તે માટે વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ આટોપી લેવામાં આવી હતી. વરસાદની આગાહી વચ્ચે વધુને વધુ મતદાન કરાવવા માટે તંત્ર પણ સજ્જ બન્યું છે. માંજલપુર વિધાનસભા બેઠક એ ભાજપની પરંપરાગત બેઠક ગણવામાં આવી રહી છે. સ્વ.યોગેશ પટેલ દ્વારા આ બેઠક ઉપર સતત જંગી લીડથી જીત મેળવવામાં આવી છે. ત્યારે આ વખતે પણ ભાજપ આ લીડને જાળવી રાખવાના પ્રયાસોમાં લાગી છે. 260 મતદાન મથક ઉભા કરાયા સમગ્ર મતવિસ્તારના શહેરી ભાગોમાં કુલ 62 સ્થળોએ 260 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે, જ્યાં સરેરાશ 844 મતદારો મતદાન કરશે. દરેક મતદાન મથકે પીવાનું પાણી, શૌચાલય, વીજળી, પ્રતીક્ષા ખંડ જેવી મૂળભૂત સુવિધાઓ સુનિશ્ચિત કરાઈ છે. સમાજના તમામ વર્ગોની ભાગીદારી વધારવા માટે 2 સખી, 2 દિવ્યાંગ સંચાલિત અને 5 મોડેલ મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે કુલ 2.19 લાખ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે માંજલપુર વિધાનસભા બેઠક ઉપર કુલ 2,19,494 નોંધાયેલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે, જેમાં 1.11.645 પુરુષ, 1,07,847 મહિલા અને 2 અન્ય જાતિના મતદારો સમાવિષ્ટ છે. આ ઉપરાંત 1634 દિવ્યાંગ અને 85 વર્ષથી વધુ વયના 1406 વરિષ્ઠ નાગરિકો મતદારો છે. જેઓ માટે મતદાન મથકો પર રેમ્પ, વ્હીલચેર તથા સ્વયંસેવકો જેવી વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. વહીવટી તંત્ર દ્વારા મતદારો માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. 2022ની ચૂંટણીમાં 60.48 ટકા મતદાન થયું હતું વર્ષ 2022ની ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી દરમિયાન વડોદરા શહેરની અત્યંત મહત્વપૂર્ણ અને ચર્ચિત ગણાતી માંજલપુર વિધાનસભા બેઠક પર કુલ 60.48% મતદાન નોંધાયું હતું. જેમાં સ્વ. યોગેશ પટેલને 1,20,133 માટે મળ્યા હતા તો સામે કોંગ્રેસના ઉમેદવારને માત્ર 19 હજાર માટે મળ્યા હતા. આમ ભાજપના ઉમેદવાર યોગેશ પટેલની 1 લાખ કરતા વધુ લીડથી જીત થઇ હતી.
    Click here to Read More
    Previous Article
    No blanket amnesty or bar: How SC set ‘public interest’ test for ex-post facto environment clearances
    Next Article
    ગુજરાત માટે આગામી 6 દિવસ ભારે, 4 સિસ્ટમ એકસાથે સક્રિય:સુરત સહિત 7 જિલ્લામાં આજે ઓરેન્જ એલર્ટ, વરસાદથી ચારે તરફ માત્ર પાણી જ પાણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment