Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    1 વર્ષમાં 21.10 કરોડની નશાની ખેતી ઝડપાઈ:10 મહિનામાં જિલ્લામાં નાર્કોટિક્સ એક્ટના 15 ગુના દાખલ થયા‎

    1 day ago

    આજે એન્ટિ નાર્કોટિક્સ દિવસ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લામાં નશાને ખેતીના ચોંકાવનારા આંકડાઓ મળી રહ્યા છે. જિલ્લા પોલીસે એક વર્ષમાં કુલ 21,10,62,000ની કિંમતનો લીલો ગાંજો અને ડોડવાનો જથ્થો ઝડપી લઈને 22 શખસ સામે ગુનો દાખલ કરેલ હોવાનું જાણવા મળે છે. તારીખ 2/8/25થી 14/6/26 સુધીમાં જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક્સ એક્ટ મુજબ 15 જેટલા ગુનાઓ દાખલ થયેલ છે. જેમાં નવ જેટલા ગુનાઓમાં એસઓજી પોલીસે ગ્રામ વિસ્તારોમાં દરોડા પાડીને નશાની ખેતી ઝડપી લઇ ગુનાઓ દાખલ કરાવેલ હોવાનું જાણવા મળે છે. નશાની ખેતીમાં લીલા ગાંજાનું વાવેતર–છોડ અને પોષ ડોડવા ઝડપાયેલા છે. મળતી માહિતી મુજબ કુલ 15 દરોડાઓમાં રૂપિયા 21,10,62,000ની કિંમતના લીલા ગાંજાના છોડવા અને પોષ ડોડવા ઝડપાયેલ છે. આ કાર્યવાહીમાં 22 જેટલા શખ્સો સામે પૂર્ણ દાખલ કરીને કાર્યવાહી કરવામાં આવેલ છે. ઝાલાવાડમાં વધતી જતી નશાની ખેતી ચિંતાનો વિષય છે પોલીસની ઘોંસ અને બાજ નજર હોવા છતાં વધુ વળતરની અપેક્ષાએ ખેડૂતો નશો કરવા પ્રેરતા હોવાનું મનાય છે. સુરેન્દ્રનગર જિલ્લો ઉડતા ઝાલાવાડ બની રહ્યો છે? પોલીસે 21 કરોડથી વધુની નશાને ખેતી ઝડપી લીધી છે. તો નહીં ઝડપાયેલા નશાની ખેતી કેટલી હશે? તેવો સવાલ ઉઠી રહ્યો છે. ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં બાતમીદારોનું નેટવર્ક મજબૂત કરાયું ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં બાતમીદારોનું નેટવર્ક મજબૂત કરીને ખેતરો પર દરોડા પાડવામાં આવ્યા છે. ખેતરોની આડમાં થતી લીલા ગાંજાની ખેતી તેમજ સૂકા ગાંજાના જથ્થાને ઝડપી લેવાયો છે. આ ઉપરાંત લોકપ્રિય બનેલા ઘાતક એવા પોષ ડોડવાના પાણીના વેચાણ પર પણ કાયદાકીય સકંજો કસવામાં આવ્યો છે. - બી.એચ.સીંગરખીયા, ઇનચાર્જ એસઓજી પીઆઇ ખેડૂતોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો થવા જોઈએ ઝાલાવાડમાં કૃષિ મહોત્સવ દરમિયાન ખેડૂતોને વૈજ્ઞાનિક ખેતી અંગે જાગૃત કરવા સેમિનારો યોજાય છે. તેમ નશાની ખેતીથી થતાં ગેરફાયદા અને નુકસાનથી ખેડૂતોને વાકેફ કરીને નશાની ખેતી ન કરવા જાગૃતિ લાવવાના પ્રયાસો થવા જોઈએ. તેમ મનાઈ રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ચોમાસુ સત્ર દરમિયાન એકતા પર પ્રશ્નાર્થ ચિહ્ન:મહાવિકાસ આઘાડીની મહત્ત્વની બેઠકમાં 23 જેટલાં ધારાસભ્યે દાંડી મારતાં ભવાં ઊંચકાયાં
    Next Article
    Many Injured In Explosion In Tripura, Bomb, Fire Squad At Spot: Cops

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment