Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદના પોશ એરિયામાં આગ લાગી ને ફાયરની પોલ ખુલી:1 કિમીના અંતરમાં પહોંચતા 21 મિનિટ લાગી; ગાંધીનગરના સાંતેજ પાસે વેક્સ બનાવતી ફેક્ટરીમાં આગ

    1 सप्ताह पहले

    અમદાવાદમાં એસ.જી હાઈવે પર સોલિટેર બિલ્ડીંગના બી વિંગના ત્રીજા માળે આજે અચાનક આગ લાગી હતી. જે આગ ત્રીજા માળથી ચોથા અને પાંચમા માળ સુધી પહોંચી હતી. અચાનક આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને દોડધામનો માહોલ સર્જાયો હતો. ઘટનાની ગંભીરતાને જોતા જ ફાયર વિભાગને આગની ઘટનાની જાણ કરવામાં આવી. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે. જાનહાનિના કોઈ સમાચાર નથી પરંતુ ચીફ ફાયર ઓફિસરે આપેલી માહિતી પ્રમાણે 50 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જેમને ફાયર વિભાગે CPR આપી મદદ કરી હતી. ઉલ્લેખનીય છે કે આગ લાગી તે બિલ્ડિંગ સોલિટેર કોર્પોરેટ પાર્કથી પ્રહલાદનગર ફાયર સ્ટેશનનું અંતર માત્ર 1 કિલોમીટર જેટલું છે એટલે કે કોલ મળતાં જ ફાયર ફાયટર 3 મિનિટમાં જ ઘટનાસ્થળે પહોંચી જવું જોઈએ, પરંતુ ફાયર ફાઇટરે પ્રહલાદનગર ફાયર સ્ટેશનથી સોલિટેર કોર્પોરેટ પાર્ક વચ્ચેનું 3 મિનિટનું અંતર કાપવામાં 21 મિનિટ લીધી. આ સમગ્ર ઘટનાક્રમ અમદાવાદના સૌથી પોશ વિસ્તાર કહેવાતા એસ.જી.હાઇવે મકરબામાં બની છે. આમ મસમોટા દાવા કરતા ફાયર વિભાગની પોલ ખુલી ગઈ છે. આગના કારણે કાચ ધડામ દઈને તૂટ્યા મળતી માહિતી મુજબ, 22મેએ આજે બપોરે એસ.જી હાઈવે પર સોલિટેર બિલ્ડીંગના બી વિંગના ત્રીજા માળે ગીતા પાવર નામની કંપનીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. જે આગ જોતજોતામાં ત્રીજા અને ચોથા માળ સુધી પહોંચી હતી. આગના કારણે ચોથા અને પાંચમા માળે નુકસાન થયું છે. આ દરમિયાન આસપાસના લોકો પણ ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. આગને કારણે બિલ્ડિંગના કાચ ધડામ કરતા કડડભૂસ થવા લાગ્યા હતા. હાઈડ્રોલિક પ્લેટફોર્મ પણ મોકલવામાં આવ્યું હતું ચીફ ફાયર ઓફિસર સહિત અધિકારીઓ ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા. ફાયર બ્રિગેડની 10 જેટલી ગાડીઓએ સ્થળ ઉપર પહોંચી આગને કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી અને આગને કાબૂમાં કરી લેવામાં આવી છે. જ્યારે ફાયર વિભાગની ગાડીઓ સાથે હાઇડ્રોલિક પ્લેટફોર્મ પણ મોકલવામાં આવ્યું છે. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે. 50 લોકોનું ફાયર વિભાગે રેસ્ક્યૂ કર્યું ફાયર વિભાગના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેના જણાવ્યા પ્રમાણે એસજી હાઈવે પર બિલ્ડીંગના ત્રીજા માળે લાગેલી આગ પર કાબુ મેળવાયો છે.જે લોકો ફસાયા હતા તેમને કાચના પાટીસન તોડીને બહાર કઢાયા. 50 લોકોનું ફાયર વિભાગની મદદથી રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે. ત્રીજા ફ્લોર પર લાગી હતી જે ચોથા અને પાચમા માળ સુધી પ્રસરી હતી. કોઈ જાનહાનિ થઈ નથી. ફાયરની 20થી વધુ ગાડીઓ અને 80 ફાયર જવાનોની મદદ લેવામાં આવી હતી. 'બારીમાંથી 76 લોકો બહાર નીકળ્યા' આગ લાગી ત્યારે બિલ્ડીંગના ત્રીજા માળે સુરેશ ચાસિયા જેફર કંપનીમાં વર્ક કરતા હતા. ત્યારે સુરેશભાઈએ જણાવ્યું હતું કે, અમે ઓફિસમાં કામ કરતા હતા, એટલામાં ફાયર એલાર્મ વાગ્યું. એટલે અમે લોકો બહાર જોવા આવ્યા. ત્યાં દરવાજો ખોલ્યો તો ધુમાડો ધુમાડો આવતો હતો. અમે અંદર ઓફિસ બંધ કરીને બહાર જ આવી ગયા. પછી મેં ફાયર વિભાગમાં ફોન કર્યો. તેમણે બધી ડિટેલ લીધી અને જવાબ મળ્યો કે અમે મોકલી દઈએ છીએ ફાયર બ્રિગેડ. એ ટાઈમ તો કંઈક 2:45 વાગ્યાની આસપાસ કોલ કર્યો હતો. વધુમાં સુરેશભાઈએ જણાવ્યું હતું કે, થર્ડ ફ્લોર પર ગેલેરી એટલે 305 નંબરની આખી ગેલેરી. અમે લોકો 302, 303, 304 અને 305 નંબરની ઓફિસોમાંથી ત્યાં બારી વાટેથી બહાર નીકળ્યા. અમે બધા 76 એ 76 લોકો રૂમમાં જ હતા. બહાર નીકળવાનો જે રસ્તો હતો ત્યાં આખું ધુમાડો ધુમાડો હતો એટલે કંઈ દેખાતું નહોતું. શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી. હા, બધી ઓફિસો ચાલુ હતી. ત્યાં બધી આઈટી (IT) કંપનીઓ આવેલી છે. કલોલના સાંતેજ પાસે વેક્સ બનાવતી કંપનીમાં ભીષણ આગ અમદાવાદ બાદ આજે બપોરના સમયે કલોલના સાંતેજ વિસ્તારમાં આવેલી ‘ફેઈથ’ નામની વેક્સ બનાવતી ફેક્ટરીમાં આજે ભયાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આગ એટલી વિકરાળ છે કે તેને ‘મેજર કોલ’ જાહેર કરવાની ફરજ પડી હતી. (સંપૂર્ણ સમાચાર વાંચો) શહેરમાં આગનો બીજો એક બનાવ જીવરાજ પાર્ક વિસ્તારમાં બંધ ફલેટમાં આગ બીજા એક અન્ય બનાવમાં જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલા સહજાનંદ ફ્લેટમાં બંધ મકાનમાં આગ લાગવાની ઘટના બની હતી. બીજા માળ ઉપર આવેલા મકાનમાં આગ લાગવાની જાહેરાત થતા ફાયર બ્રિગેડ ની બે ગાડીઓ ઘટના સ્થળ ઉપર રવાના કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ધોરણે સ્થળ ઉપર પહોંચી અને આગને કાબુમાં લીધી હતી. બંધ મકાન હતું અને કયા કારણોસર આગ લાગી તે જાણવા મળ્યું નથી.
    Click here to Read More
    Previous Article
    Heatwave In India: गर्मी से लोग परेशान, कहीं बाहर घूमने का प्लान तो नहीं बना रहे आप? | Social List
    Next Article
    હિંમતનગરમાં આવતીકાલે વીજ પુરવઠો બંધ રહેશે:UGVCL સબસ્ટેશનના સમારકામથી 23થી વધુ વિસ્તારોમાં વીજ કાપ, પાણી વિતરણ વ્યવસ્થાને અસર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment