Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આરોપીને 1 વર્ષની સખત કેદ અને 2 હજાર દંડ:નવરાત્રીમાં 21 વર્ષીય યુવતી સાથે શરીર સંબંધ બાંધવાની માગ કરીને ધમકી આપી હતી

    8 hours ago

    2023માં સાબરમતી પોલીસ મથકે આરોપી માનસિંહ રાજપુત સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. જેનો કેસ અમદાવાદ ગ્રામ્ય મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ ડી.જે.પરમારની દલિલો અને 6 સાહેદોની જુબાનીને આધારે કોર્ટે આરોપીને 1 વર્ષની સખત કેદ અને 2 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. શરીર સંબંધ બાંધવાની માગ કરીને ધમકી આપી હતી કેસને વિગતે જોતા આરોપી 21 વર્ષીય યુવતીનો પીછો કરતો હતો. તેની સાથે શરીર સંબંધની માંગ કરીને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. તે તેની સાથે જબરદસ્તી વાતચીત કરવા પ્રયત્ન કરતો, અડપલા કરતો તેમજ ગાળો આપવાનો પણ આક્ષેપ હતો. દોઢ મહિના જેટલી મોડી ફરિયાદ નોંધાઈ હતી જ્યારે તેના વકીલના જણાવ્યા મુજબ આ કેસમાં કોઈ સ્વતંત્ર સાહેદ નથી. ફક્ત આરોપીને હેરાન કરવા ફરિયાદ કરાવી છે. આરોપી પોતે ફરિયાદીનો પાડોશી અને પરિણીત છે. જ્યારે નવરાત્રી ચાલતી હતી, ત્યારે બધા જ હાજર હોય તેમ છત્તા ત્યારે ફરિયાદ નહીં કરતા દોઢ મહિના જેટલી મોડી ફરિયાદ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    5 રાજ્યોમાં મતગણતરી કાલે- સેન્ટર્સ પર 3 લેયર સિક્યોરિટી:ભાજપના ઉમેદવારો મંદિરોમાં પૂજા કરશે; મમતાએ કાર્યકરોને કહ્યું- એલર્ટ રહો, સેન્ટર ન છોડો
    Next Article
    દારૂ મહેફિલ કેસમાં અર્જુન મોઢવાડિયાનો પુત્ર નિર્દોષ:ફરિયાદી તત્કાલીન PSI પર 4 લાખના તોડનો કરાયો હતો આક્ષેપ; 2016ના કેસમાં 26 આરોપીઓ નિર્દોષ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment