Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં વર્ગ-1ના 144 અધિકારીઓની બદલી:અનેક જિલ્લાઓમાં નવા પ્રાંત અધિકારી અને ડેપ્યુટી કલેક્ટર, જુઓ કોને ક્યાં મૂકાયા, સંપૂર્ણ લિસ્ટ

    20 hours ago

    ગુજરાત સરકારે વહીવટી તંત્રમાં મોટો ફેરફાર કરતાં વર્ગ-1 સંવર્ગના 144 અધિકારીઓની બદલી અને નિમણૂકના આદેશો કર્યા છે. મહેસૂલ વિભાગ દ્વારા જારી કરાયેલા આ હુકમથી વિવિધ જિલ્લાઓમાં ડેપ્યુટી કલેક્ટર, પ્રાંત અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી સહિતના મહત્વના પદો પર અધિકારીઓની જવાબદારી બદલાઈ છે. સરકારના આદેશ મુજબ ડેપ્યુટી કલેક્ટર, પ્રાંત અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી અને અન્ય સમકક્ષ વર્ગ-1 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. કેટલાક અધિકારીઓને એક જ જિલ્લામાં અન્ય જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે કેટલાકની અન્ય જિલ્લામાં બદલી કરવામાં આવી છે. જુઓ બદલી કરાયેલા અધિકારીઓના નામની સંપૂર્ણ યાદી બદલી પામેલા અધિકારીઓમાં પલક આર. ત્રિવેદીને સુરત સ્ટેમ્પ ડ્યૂટી ડિવિઝન-1ના ડેપ્યુટી કલેક્ટર પદેથી સાબરકાંઠાના ખેડબ્રહ્માના પ્રાંત અધિકારી બનાવાયા છે. બી. કે. રાઠોડને મહેસાણા નાયબ જિલ્લા વિકાસ અધિકારી પદેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કલેક્ટર તરીકે મૂકાયા છે. એ. બી. જાદવને ભુજના પ્રાંત અધિકારી પદેથી મહેસાણા ડેપ્યુટી જિલ્લા વિકાસ અધિકારી તરીકે બદલી કરાઈ છે. દ્વારકામાં પણ બદલી અલગ હુકમથી વાય. પી. ગઢવીની ડેપ્યુટી કલેક્ટર-1, કલેક્ટર કચેરી દ્વારકા પદેથી દ્વારકા જિલ્લાના પ્રાંત અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. 2019 બેચના અધિકારીને બઢતી હુકમમાં કેતન ચાવડા, મામલતદાર વર્ગ-2ને પણ બઢતી આપવામાં આવી છે. હાલના પગાર ધોરણ મેટ્રિક્સ લેવલ-8 (₹44,900-1,42,400) માંથી તેમને વર્ગ-1 સંવર્ગના મેટ્રિક્સ લેવલ-10 (₹56,100-1,77,500) ના પગાર ધોરણમાં બઢતી આપીને મામલતદારની ખાલી જગ્યા પર નિમણૂક કરવાની જોગવાઈ કરવામાં આવી છે. તેમની બઢતી ડિમ્ડ ડેટ 25 ઓક્ટોબર, 2024થી ગણાશે.
    Click here to Read More
    Previous Article
    India vs China LIVE Score, Women's Hockey World Cup 2026: India Take The Lead Against China Despite Playing With 10 Players
    Next Article
    સોમા તળાવ ઝૂંપડપટ્ટીમાંથી 1 લાખથી વધુના ગાંજા સાથે શખ્સ ઝડપાયો:પલંગની વચ્ચે છુપાવેલા પ્લાસ્ટિકના ડબ્બા મળ્યા,છૂટક વેચાણ કરતો; સુરતનો સપ્લાયર વોન્ટેડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment