Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જિનાજ્ઞા યુવા ટ્રસ્ટનું સામૂહિક સ્નાત્રપૂજાનું ચોથું વર્ષ:1 નવેમ્બરે પોળનાં 121 જિનાલયમાં એક જ સમયે સ્નાત્રપૂજા ભણાવાશે

    2 days ago

    પંડિત વીર વિજયજી મહારાજ સાહેબના માનમાં જિનાજ્ઞા યુવા ટ્રસ્ટ દ્વારા શહેરની પોળોનાં પ્રાચીન 121 જિનાલયમાં એક જ દિવસે 1 નવેમ્બરે, એક જ સમયે સવારે 9 વાગ્યે એકસાથે સ્નાત્ર પૂજા ભણાવાશે. પરમ પૂજ્ય સાધ્વીજી મૈત્રીરત્નાશ્રીજીની પ્રેરણાથી 3 વર્ષથી એક સાથે, એક જ દિવસે અને એક જ સમયે રવિ પુષ્ય નક્ષત્રના યોગે વિશિષ્ટ ફળ નૈવેદ્યની છાબની ભક્તિપૂર્વક ઉત્કૃષ્ટ ભાવની સાથે અલગ અલગ વૃંદ દ્વારા સ્નાત્ર પૂજા ભણાવાય છે. સ્નાત્ર પૂજામાં વિશિષ્ટ ફળ-નૈવેદ્ય છાબની સ્પર્ધા પણ રાખવામાં આવે છે. રીલીફ રોડ, ઝવેરીવાડના નાકાથી પાછિયાની પોળ સુધી ગોઠવાયેલાં કાઉન્ટરો પર અમદાવાદના અલગ અલગ સંઘોમાંથી પધારેલા ભક્તો છાબ સાથે ઊભા રહે છે. સવારે 8 વાગ્યે નૈવેદ્ય-ફળ છાપનું પ્રેઝન્ટેશન કરાશે. તેમાં 2000થી વધુ પરમાત્મા ભક્તો ભાગ લેશે અને 100થી 500 વર્ષથી વધુ પ્રાચીન જિનાલયોમાં ચોથી વખત સામૂહિક સ્નાત્ર ભણાવાશે. આ પ્રસંગમાં 14-15 વર્ષથી માંડીને 80 વર્ષ સુધીના યુવાનો તેમજ વૃદ્ધો ભાગ લે છે. સ્નાત્ર પૂજાના રચયિતા બ્રાહ્મણ કુટુંબમાં જન્મ્યા હતા શાંતિનાથ પાડાની પોળમાં બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલા અને જૈન ધર્મની દીક્ષા લઈને સમગ્ર વિશ્વમાં જૈન ધર્મનો ડંકો વગાડનારા ‘પંડિત વીર વિજયજી’ના હુલામણા નામથી પ્રસિદ્ધ મંત્રવિદ, સરસ્વતી કૃપા પ્રાપ્ત વીર વિજયજી મહારાજ સાહેબે જીવનકાળમાં ભઠ્ઠીની બારીમાં આવેલા વીરવિજયજી ઉપાશ્રયમાં રહીને અનેક ચમત્કારિક સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી અને જિનશાસનને અનેક વિશિષ્ટ પૂજા, ઢાળ, રાસ આદિની જ્ઞાન શ્રેણીની વિશિષ્ટ ભેટ આપી. જે સર્જન શ્રેણી અંતર્ગત જૈન સમાજને મળેલી વીર વિજયજીની મહાન ભેટ એટલે સ્નાત્ર પૂજા.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં 25 કરોડના ડ્રગ્સ સાથે ત્રણની ધરપકડ:રાજ્યભરના અલગ-અલગ સ્થળે ડ્રગ્સ મોકલવાનું હતું, અમદાવાદ અને સુરત ક્રાઈમ બ્રાંચનું ઓપરેશન
    Next Article
    Grey-Collar Jobs Rise 15% Ahead of Diwali: Who Are Companies Hiring Now?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment