Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં 1લી મે વીજ પુરવઠો ખોરવાશે:11 KV ટાવર ફીડરમાં પ્રી-મોન્સૂન મેન્ટેનન્સને કારણે નિર્ણય

    2 days ago

    વેરાવળ શહેર પેટા વિભાગીય કચેરી દ્વારા શુક્રવાર, 1 મે, 2026 ના રોજ સવારે 7:00 થી બપોરના 1:00 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે. 11 કેવી ટાવર ફીડરમાં પ્રી-મોન્સૂન સમારકામની કામગીરીને કારણે આ નિર્ણય લેવાયો છે. આ વીજ કાપને કારણે રેયોન હાઉસિંગ સોસાયટી, આઝાદ સોસાયટી, બજરંગ સોસાયટી, સલાટ સોસાયટી, કલ્યાણ સોસાયટી, કોડીવાડા, પ્રકાશ કોમ્પ્લેક્સ, સાઈનાથ કોમ્પ્લેક્સ, 80 ફૂટ રોડ અને બેંક કોલોની સહિતના વિસ્તારો પ્રભાવિત થશે. સમારકામ પૂર્ણ થયા બાદ કોઈપણ પ્રકારની પૂર્વ સૂચના વિના વીજ પુરવઠો ફરીથી ચાલુ કરી દેવામાં આવશે. વીજ ગ્રાહકોને આ અંગે નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે. આ ઉપરાંત, વેરાવળ શહેર પેટા વિભાગીય કચેરીના ઇમરજન્સી ફોલ્ટ સેન્ટરના નંબર 96876 33787 અને 02876 22210 છે, જેનો જરૂર પડ્યે સંપર્ક કરી શકાય છે. વીજ અકસ્માતોનું જોખમ ઘટાડવા માટે, વીજ સ્થાપન પર યોગ્ય ક્ષમતાની ELCB (અર્થ લીકેજ સર્કિટ બ્રેકર) લગાવવી જરૂરી છે.
    Click here to Read More
    Previous Article
    રાજનગર ચોકમાં સામસામે બે વાહન અથડાતા વૃદ્ધનું મોત:રાતના સમયે એસ્ટ્રોન ચોકમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરીએ જતા સમયે અકસ્માત સર્જાયો'તો
    Next Article
    પંચાયતમાં ટાઈ પડતા ‘આપ’ના સભ્યોના પરબધામમાં શપથ:​જૂનાગઢ તાલુકા પંચાયતમાં ભાજપ-આપ વચ્ચે જંગ, પક્ષ પલટો ન થાય તે હેતુથી વિજેતા સભ્યોને લઈને યાત્રાધામ પહોંચ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment