Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શંખેશ્વરમાં મહિલાની લાજ લેવાના પ્રયાસ કેસમાં કોર્ટનો ચુકાદો:મુખ્ય આરોપીને 1 વર્ષની કેદ, 10,000 દંડ; 5,000 પીડિતાને, 2 નિર્દોષ છૂટ્યા

    1 day ago

    શંખેશ્વરના જેસડા ગામમાં મહિલાની લાજ લેવાના પ્રયાસના કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો છે. મુખ્ય આરોપી ઠાકોર ગણપતજી બચુજીને 1 વર્ષની જેલ અને 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો. દંડમાંથી 5,000 રૂપિયા પીડિત મહિલાને વળતર તરીકે ચૂકવવાનો આદેશ અપાયો. આ ઘટના 6 ઓક્ટોબર 2024 ના રોજ રાત્રે 9 વાગ્યે બની હતી. પીડિત મહિલા પોતાના 3 વર્ષના બાળક સાથે મંદિરથી ઘરે પાછી ફરી રહી હતી. જોગણી માતાના મંદિર પાસે ઉભેલા આરોપી ગણપતજી ઠાકોરે પાછળથી આવી મહિલાને પકડી લાજ લેવાનો પ્રયાસ કર્યો. મહિલાએ બૂમો પાડતા તેનો પતિ ત્યાં પહોંચી ગયો અને આરોપી ભાગી ગયો. બાદમાં પરિવારજનો ઠપકો આપવા ગયા ત્યારે અન્ય બે આરોપીઓ નટુજી ઠાકોર અને જયરામજી ઠાકોરે ગાળાગાળી કરી ધમકી આપી. આ મામલે શંખેશ્વર પોલીસમાં ફરિયાદ નોંધાઈ. કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલના પુરાવા ધ્યાનમાં લેવાયા. કોર્ટે પીડિતાની જુબાનીને મહત્વ આપી ગણપતજીને દોષિત ઠેરવ્યો. જોકે, પુરાવાના અભાવે નટુજી અને જયરામજીને નિર્દોષ છોડી દેવામાં આવ્યા.
    Click here to Read More
    Previous Article
    ઇસનપુરમાં ગાયત્રી સંસ્કાર કેન્દ્ર દ્વારા સામૂહિક શ્રાદ્ધ તર્પણ:પૂર્વજોની આત્માની શાંતિ માટે વિના મૂલ્યે કરાયું આયોજન, અનેક રહીશોએ લીધો લાભ
    Next Article
    ઇન્ડસ યુનિવર્સિટીમાં સ્વ-રક્ષણ સત્ર યોજાયું:'અનલૉક' થી વિદ્યાર્થીઓમાં વ્યક્તિગત સુરક્ષા, આત્મવિશ્વાસ અને જાગૃતિ કેળવવાનો ઉદ્દેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment