Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    1 જુલાઈથી અમદાવાદમાં સપનાનું ઘર લેવું મોંઘુ બનશે:નવા પ્રોજેક્ટમાં 10 ટકાનો અને જૂના પ્રોજેક્ટમાં 5 ટકાનો વધારો કરાશે, CREDAIનો નિર્ણય

    9 hours ago

    અમદાવાદમાં પોતાનું ઘર ખરીદવાનું સપનું જોતા નાગરિકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી ૧ જુલાઈથી શહેરમાં મકાનો અને રિયલ એસ્ટેટના ભાવમાં નોંધપાત્ર વધારો થવા જઈ રહ્યો છે. અમદાવાદના ક્રેડાઈ (CREDAI) હાઉસ ખાતે મળેલી એક મહત્વપૂર્ણ બેઠકમાં બિલ્ડર એસોસિએશન દ્વારા આ અંગેનો આખરી નિર્ણય લેવામાં આવ્યો છે. 400થી વધુ બિલ્ડરોની બેઠકમાં લેવાયો મોટો નિર્ણય ક્રેડાઈના ચેરમેન રાજેશ વસવાણી, પ્રમુખ આલાપ પટેલ સહિત શહેરના ૪૦૦થી વધુ અગ્રણી બિલ્ડર સભ્યોની ઉપસ્થિતિમાં એક હાઈલેવલ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મકાનના ભાવ અને રિયલ એસ્ટેટ માર્કેટને અસર કરતા તમામ પરિબળો અંગે ઊંડી ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. જેમાં બાંધકામ ખર્ચમાં થયેલો અસાધારણ વધારો, કાચા માલની અછત અને મજૂરોની સમસ્યા જેવા ગંભીર મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા થઈ હતી. કેમ વધી રહ્યા છે ભાવ? ક્રેડાઈના જણાવ્યા અનુસાર, આ ભાવવધારો કોઈ નફાખોરી માટે નહીં પરંતુ મજબૂરીમાં લેવાયેલો નિર્ણય છે. હાલમાં મધ્ય પૂર્વ (Middle East)માં ચાલી રહેલી યુદ્ધજન્ય સ્થિતિના કારણે બાંધકામ ક્ષેત્ર પર સીધી અને નકારાત્મક અસર પડી છે, જેના લીધે આયાતી સામગ્રીના ખર્ચમાં મોટો ઉછાળો આવ્યો છે. વૈશ્વિક પરિસ્થિતિના કારણે રો-મટીરિયલના ભાવમાં 20% થી લઈને 60% જેટલો તોતિંગ વધારો નોંધાયો છે. આગામી દિવસોમાં સ્ટીલ અને સિમેન્ટ સહિતના મુખ્ય બાંધકામ મટીરિયલના ભાવમાં હજુ પણ 30% થી 40% સુધીનો વધારો થવાની પ્રબળ શક્યતા છે. જો આ યુદ્ધ લાંબુ ચાલશે, તો આગામી ૬થી ૧૨ મહિનામાં બાંધકામ ઉદ્યોગ પર આનાથી પણ વધુ ગંભીર અસરો થઈ શકે છે. 1 જુલાઈથી કેટલો બોજ વધશે? ક્રેડાઈ દ્વારા આ ભાવવધારાને 'ફેઝ-1' (પ્રથમ તબક્કો) ગણાવવામાં આવ્યો છે. આ નિર્ણય હેઠળ બે અલગ-અલગ કેટેગરીમાં ભાવવધારો લાગુ થશે: ગ્રાહકોને રાહત આપતા ક્રેડાઈએ જણાવ્યું છે કે, 30 જૂન સુધી ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. પરંતુ 15 જૂન, 2026થી જ નવા બુકિંગ અને અમુક પ્રોજેક્ટોમાં ભાવવધારાની પ્રક્રિયા આડકતરી રીતે શરૂ થઈ શકે છે, જે 1 જુલાઈથી પૂર્ણપણે અમલી બનશે. બિલ્ડરોની સરકાર પાસે ટેક્સમાં રાહતની માંગ બાંધકામ ઉદ્યોગ પર આવી પડેલી આ આર્થિક કટોકટી વચ્ચે ડેવલપર્સે સરકાર પાસે મદદની ગુહારી લગાવી છે. ક્રેડાઈ દ્વારા સરકાર સમક્ષ જીએસટી (GST) અને અન્ય કરવેરામાં રાહત આપવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત, સ્ટેમ્પ ડ્યુટીમાં પણ ઘટાડો કરવા રજૂઆત કરાઈ છે, જોકે આ અંગે સરકાર તરફથી તાત્કાલિક કોઈ નિર્ણય લેવાય તેવી શક્યતા જણાતી નથી. રૉ-મટીરીયલ્સના ભાવવધારા અને લેબરની અછતથી બાંધકામ ક્ષેત્ર સંકટમાં મધ્ય પૂર્વ એશિયામાં યુધ્ધની પરિસ્થિતિના કારણે વધી રહેલ કન્સ્ટ્રકશન રૉ મટીરીયલ્સના ભાવોના કારણે બાંધકામ વ્યવસાય ઉપર જે રીતે ગંભીર અસર થયેલ છે અને તેના લીધે પ્રોપર્ટીની કિંમતોમાં થવાપાત્ર વધારા અંગે ચર્ચા વિચારણા કરવા 15 જૂન, 2026ના રોજ ક્રેડાઈ અમદાવાદ દ્વારા કરવામાં આવેલ વિશેષ મીટીંગમાં આશરે 400થી વધુ સભ્યો હાજર રહ્યા હતા. સપ્લાય ચેઈન ખોરવાતાં પ્રોજેક્ટ કોસ્ટમાં મોટો વધારો સંસ્થાના ચેરમેન રાજેશભાઈ વાસવાનીએ જણાવ્યું હતુ કે, મધ્ય પૂર્વ એશિયામાં યુધ્ધની પરિસ્થિતિના કારણે બિલ્ડીંગ્સમાં ઉપયોગી રો મટીરીયલ્સની સપ્લાય ચેઈન ખોરંભે પડતા અને તેમાં પણ અતિશય ભાવ વધી જતાં બાંધકામ વ્યવસાય ઉપર ગંભીર અસરો થવા પામી છે. આ પરિસ્થિતિમાં પ્રોજેકટ કોસ્ટમાં મોટો વધારો જોવા મળી રહેલ છે. વતને ગયેલા મજૂરો પરત ન ફરતાં લેબરની ભારે અછત તેમણે ઉમેરતા જણાવ્યું હતું કે, ઉપરોકત વધારા ઉપરાંત સમયસર પૂરતા પ્રમાણમાં રો મટીરીયલ ન મળતા બાંધકામ પ્રવૃત્તિ મંદ પડી જતાં લેબર્સને રોજગારીની તકોમાં ધરખમ ઘટાડો થવાના કારણે તેમજ અન્ય રાજયોમાં ઈલેક્શન પૂરું થયા છતાં માઈગ્રેટેડ લેબર્સ પોતાના વતનમાંથી પરત આવ્યા ન હોવાથી મોટા પ્રમાણમાં લેબરની અછત પણ ઉભી થયેલ છે. આ પરિસ્થિતિમાં ચાલુ બાંધકામના પ્રોજેકટ્સ પૂર્ણ કરવામાં વધુ સમય જાય કે વિલંબ થાય તેવી પરિસ્થિતિ સર્જાયેલ છે. રેરાના નિયમો અને પઝેશનમાં વિલંબથી બિલ્ડરો પર આર્થિક બોજો સામાન્ય રીતે જયારે પ્રોજેકટ અમલમાં આવે ત્યારે રેરાના નીતિ નિયમો મુજબ પઝેશન માટેની સમય મર્યાદા નકકી કરવામાં આવે છે અને તે સમયમાં પઝેશન આપવાનું થાય છે. જો નિયત સમય મર્યાદામાં પઝેશન ન અપાય તો તેમાં પણ રેરાના નિયમો મુજબ દંડની જોગવાઈ છે. આમ જોતાં રીયલ એસ્ટેટ વ્યવસાયકારો માટે હાલમાં બધી જ બાજુ આર્થિક રીતે બોજો સહન કરવાની પરિસ્થિતિ ઉદ્ભવેલ છે. ગ્રાહકોના હિત માટે 30 જૂન સુધી ભાવવધારો મુલતવી રાખવામાં આવ્યો સંસ્થાના પ્રેસિડેન્ટ આલાપભાઈ એસ. પટેલે જણાવ્યું હતું કે, આ વિષમ પરિસ્થિતિનો ઉકેલ આવશે અને રીયલ એસ્ટેટ ઉપર આકસ્મિક ભારણો દુર થશે તેવી સંભાવનાઓને ધ્યાનમાં રાખી આવાસ ખરીદનારા ઈચ્છુક શહેરીજનો ઉપર નાહકનું ભારણ ન પડે તેવા શુભ આશયથી સંસ્થાના સભ્યો અને અગ્રગણ્ય ડેવલપર્સ સાથે પરામર્શ કરી 30 જૂન, 2026 સુધીમાં ભાવ ન વધારવા અને ત્યારબાદ જ ભાવ વધારો કરવા 15 મે, 2026ના રોજ દૈનિક વર્તમાન પત્રોમાં જાહેરાત આપી પોતાના સ્વપ્નાઓનું ઘર વસાવી લેવા જાણ કરેલ. જનજાગૃતિ માટે સંસ્થાએ કરેલ અપીલને અનુલક્ષી ઘણા જાગૃત નાગરિકોએ પોતાની જરૂરીયાત મુજબ રેસીડેન્શીયલ કે કોમર્શીયલ મિલ્કતની ખરીદી કરેલ હોવાનું પણ જાણવા મળેલ છે. વૈશ્વિક સંજોગો બિલ્ડરોના નિયંત્રણ બહાર વધુમાં પ્રેસિડેન્ટે જણાવ્યું હતું કે, પ્રવર્તમાન વૈશ્વિક સંજોગોને ધ્યાને લેતા આ ભાવ વધારાની પરિસ્થિતિ ડેવલપર્સના નિયંત્રણ બહારની વાત છે અને જે રીતે ભાવોમાં વધારો થયો તે મુજબ હવે પ્રોપર્ટીના ભાવમાં વધારો કરવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી. દેશના અન્ય મોટા શહેરોની સરખામણીમાં અમદાવાદ શહેરમાં આવાસની કિંમત ખૂબજ ઓછી હોય છે અને અમદાવાદ શહેરના ડેવલોપર્સ ખૂબજ નજીવા માર્જીન સાથે કામ કરે છે તેથી હવે રો મટીરીયલ્સના વધેલા ભાવોને સહન કરી વ્યાપાર થઈ શકે તેમ નથી તેવું સંસ્થાના સભ્યોએ પ્રતિભાવ આપેલ છે. GDPમાં મહત્વનું યોગદાન બાંધકામ વ્યવસાયમાં સૌથી મોટી રોજગારીની તકો મળે છે અને જી.ડી.પી.માં 7.8%નો હિસ્સો છે. ટેક્ષ તથા વિવિધ પ્રકારની ફી થકી રાજય સરકારને ખૂબજ મોટી આવક મળી રહે છે. આથી આ વ્યવસાયના વિકાસ અર્થે તેમાં રીલેકસેશન આપી પ્રજા ઉપર પડનાર ભારણને હળવું કરવાની અપેક્ષા વ્યકત કરીએ છીએ. રેરા એકટમાં "ફોર્સ મૅજર"ની જોગવાઈને ધ્યાને રાખી પ્રવર્તમાન યુધ્ધની પરિસ્થિતિ અને લેબરની અછતને પહોંચી વળવા પ્રોજેકટ પૂર્ણ કરવાની સમય મર્યાદામાં વધારો કરી આપવા રેરા ઓથોરીટી તથા સરકારમાં રજુઆતો કરેલ છે જેના સકારાત્મક પ્રતિભાવ માટે આશાસ્પદ છીએ. બાંધકામમાં વપરાતા રો મટીરીયલ્સના ભાવમાં આશરે 30% થી 50% જેટલો ધરખમ ભાવ વધારો થયેલ છે અને હજુ પણ ભાવ વધારો ચાલુ છે તેના પરિણામે વ્યવસાયિક વિકાસ ઉપર ગંભીર અસરો થવા પામી છે. પરંતુ નાગરિકોના હિતોને પણ ધ્યાને રાખીને મિલ્કત ખરીદનારાઓ ઉપર એક સાથે ભારણ ન આવે તેવુ નાગરિકલક્ષી આયોજન કરવા અને ક્રમશઃ ભાવ વધારો કરવા ઉપર ભાર મુકતા પ્રમુખએ હાલના તબક્કે દરેક ડેવલપરને પોત પોતાના પ્રોજેક્ટના સ્ટેજ પ્રમાણે ભાવ વધારો કરવા વિનંતી કરેલ છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરા બહુચર્ચિત શેખ બાબુ કસ્ટોડિયલ ડેથ કેસ:સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે શૈલેન્દ્રસિંહ ઘરિયાની જગ્યાએ અતુલ વ્યાસની નિમણૂક કરી, પીઆઇ સહિત 7 પોલીસકર્મી હાલ જેલમાં છે
    Next Article
    यही है राम की मर्यादा? 200 करोड़ के चंदे की डकैती होती रही, और किसी को ख़बर नहीं?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment