Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરની જીવાદોરી ધોળીધજા ડેમ 0.1 ફૂટ ઓવરફ્લો:સપી પ્રેમસુખ ડેલુએ સ્થળ પર પહોંચી સ્થિતિની સમીક્ષા કરી, નદીકાંઠાના ગામોને એલર્ટ

    7 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં આવેલ અને સમગ્ર જિલ્લાના જળસ્રોત તરીકે મહત્વ ધરાવતા ભોગાવો-2 (ધોળીધજા) ડેમમાં ઉપરવાસમાંથી સતત પાણીની આવકને કારણે ડેમ 0.1 ફૂટ ઓવરફ્લો થયો છે. સતત વધી રહેલા જળસ્તરને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સતર્ક બન્યું છે અને ડેમની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. એસપી પ્રેમસુખ ડેલુએ સ્થળ પર જઈ સ્થિતિનું નિરીક્ષણ કર્યું પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ ખુદ પોલીસ અધિકારીઓ અને સ્ટાફ સાથે ડેમ પર પહોંચ્યા હતા અને સમગ્ર સ્થિતિની રૂબરૂ સમીક્ષા કરી હતી. કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તેમજ લોકોની સુરક્ષા સુનિશ્ચિત રહે તે માટે ડેમ વિસ્તાર અને આસપાસના સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. નદીકાંઠાના શહેરો અને ગામોને એલર્ટ જાહેર ડેમ ઓવરફ્લો થતાં તંત્ર દ્વારા સુરેન્દ્રનગર શહેર, વઢવાણ શહેર, જોરાવરનગર, રતનપર સહિત આસપાસના નીચાણવાળા વિસ્તારો તેમજ મેમકા, ભડિયાદ, સાંકળી, ખમીસણા, નાના કેરાળા, નટવરગઢ, દોલતપર, શિયાણી, રામરાજપર, પરનાળા અને જાંબુ ગામના રહેવાસીઓને વિશેષ સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. લોકોને નદીપટમાં ન જવા અને જોખમી વિસ્તારોમાંથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે. સરકારી સૂચનાઓનું પાલન કરો : તંત્રની અપીલ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. ખાસ કરીને નદીકાંઠાના રહેવાસીઓ અને પશુપાલકોને નદીપટથી દૂર રહેવા, અફવાઓથી દૂર રહેવા તેમજ તંત્ર દ્વારા સમયાંતરે જાહેર કરવામાં આવતી તમામ સરકારી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. જિલ્લા તંત્રએ જણાવ્યું છે કે લોકોની સુરક્ષા માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    Jharkhand JPSC Students Protest में छात्रों ने Hemant Soren सरकार पर क्या आरोप लगाए? Ranchi
    Next Article
    કોમનવેલ્થ ગેમ્સ: ભારતે બોક્સિંગમાં પહેલીવાર 5 ગોલ્ડ જીત્યા:પ્રીતિ, જાસ્મિન, સાક્ષી, પ્રિયા અને અરુંધતી ચેમ્પિયન બની; અત્યાર સુધીમાં 34 મેડલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment