Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બિહારના ‘મખાના’ પહેલીવાર મુન્દ્રા પોર્ટથી પહોંચશે કેનેડા:બે કન્ટેનરમાં ફ્લેવર્ડ મખાના મુન્દ્રા બંદર મારફતે કેનેડાની ZKV ફૂડ્સને મોકલાયા

    4 days ago

    ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ કાર્યરત એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા કૃષિ નિકાસ ક્ષેત્રે એક મોટી સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. 29 જુલાઈના બિહારના દરભંગાથી વેલ્યુ-એડેડ ‘ફ્લેવર્ડ મખાના’ ના પ્રથમ દરિયાઈ શિપમેન્ટને કેનેડા જવા માટે લીલી ઝંડી આપવામાં આવી છે. ખાસ વાત એ છે કે આ શિપમેન્ટ મુન્દ્રા પોર્ટ મારફતે રવાના કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ, બે કન્ટેનરમાં કુલ 7 મેટ્રિક ટન ફ્લેવર્ડ મખાના પેક કરીને મુન્દ્રા પોર્ટ મારફતે કેનેડાની ‘ZKV ફૂડ્સ’ કંપનીને મોકલવામાં આવ્યા છે. આ મખાનાનું પ્રોસેસિંગ અને પેકેજિંગ ‘ન્યૂટ્રિવિન એગ્રો પ્રાઇવેટ લિમિટેડ’ દ્વારા આંતરરાષ્ટ્રીય ગુણવત્તા અને ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ્સને સંપૂર્ણપણે ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. બિહારની પ્રીમિયમ કૃષિ પેદાશોને વૈશ્વિક બજારોમાં પ્રમોટ કરવાની દિશામાં આ એક અત્યંત મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. બિહાર સમગ્ર ભારતમાં મખાનાના ઉત્પાદનમાં સૌથી મોટો હિસ્સો ધરાવે છે. ઉચ્ચ પોષક તત્વો ધરાવતી આ પ્રોડક્ટની આંતરરાષ્ટ્રીય બજારોમાં માંગ સતત વધી રહી છે. રિપોર્ટ અનુસાર, વેલ્યુ-એડેડ ફ્લેવર્ડ મખાનાની સીધી નિકાસ થવાથી આ ક્ષેત્ર સાથે સંકળાયેલા સ્થાનિક ખેડૂતોને હવે સામાન્ય કરતા 50 ટકાથી વધુ ઊંચું વળતર મળી રહ્યું છે. આ શિપમેન્ટના ફ્લેગ-ઓફ કાર્યક્રમમાં APEDA ના ચેરમેન અભિષેક દેવ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ખેડૂતો તથા નિકાસકારોના સામુહિક પ્રયાસોની ભારે પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે આવી પહેલથી રાજ્યની કૃષિ નિકાસ ઇકોસિસ્ટમ મજબૂત બને છે. આ પ્રસંગે ICAR રિસર્ચ સેન્ટર (દરભંગા) ના વૈજ્ઞાનિક ડૉ. મનોજ કુમાર, જિલ્લા કૃષિ માર્કેટિંગ અધિકારી લોકનાથ ઠાકુર તેમજ APEDA ના વરિષ્ઠ અધિકારીઓ અને નિકાસકારો પણ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી:બીજા રાઉન્ડના અંતે ભાજપ 3519 મતથી આગળ, બપોર પહેલા જ હાર-જીતનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે
    Next Article
    What Happens When Microplastics Enter The Human Body? How To Avoid Them

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment