Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે સેમસંગ ગેલેક્સી અનપેક્ડ ઇવેન્ટ:પાસપોર્ટ ડિઝાઇનવાળો Z ફોલ્ડ 8 લોન્ચ કરાશે, અલ્ટ્રામાં 200MP કેમેરા અને ટાઇટેનિયમ બોડી મળશે

    8 hours ago

    ટેક કંપની સેમસંગનો ગેલેક્સી અનપેક્ડ 2026 ઇવેન્ટ આજે સાંજે 7 વાગ્યાથી શરૂ થશે. તેમાં કંપની નવા પાસપોર્ટ ડિઝાઇનવાળો 'ગેલેક્સી Z ફોલ્ડ 8', 'ગેલેક્સી Z ફ્લિપ 8' અને 200 મેગાપિક્સલ કેમેરાવાળો 'ગેલેક્સી Z ફોલ્ડ 8' અલ્ટ્રા લોન્ચ કરશે. આ ઉપરાંત, નવા સેમસંગ ગેજેટ્સ અને સોફ્ટવેર જેવા કે, 'ગેલેક્સી વોચ 9 સિરીઝ', 'ગેલેક્સી AI' અને 'એન્ડ્રોઇડ XR', 'ગેલેક્સી ગ્લાસિસ' પણ રજૂ કરવામાં આવશે. સેમસંગ ગેલેક્સી અનપેક્ડ ઇવેન્ટમાં આ ડિવાઇસ આવશે સેમસંગ ગેલેક્સી Z ફોલ્ડ 8 આ મોબાઇલ પાસપોર્ટ શેપમાં લાવવામાં આવશે. લીક અનુસાર, તેમાં 4:3 આસ્પેક્ટ રેશિયોવાળી 7.6-ઇંચની મેઇન ડિસ્પ્લે આપવામાં આવશે અને 5.5-ઇંચની કવર સ્ક્રીન મળશે. બંને QXGA+ ડાયનેમિક એમોલેડ 2X પેનલ પર બનાવવામાં આવી શકે છે. ફોટોગ્રાફી માટે ‘ગેલેક્સી Z ફોલ્ડ 8’ના બેક પેનલ પર 50 મેગાપિક્સલ અલ્ટ્રા વાઇડ કેમેરા અને 10 મેગાપિક્સલ ટેલિફોટો કેમેરા આપવામાં આવી શકે છે. જ્યારે મેઇન ડિસ્પ્લે અને કવર ડિસ્પ્લે બંને પર 10 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા મળશે. ‘ગેલેક્સી Z ફોલ્ડ 8’ને સ્નેપડ્રેગન 8 એલાઇટ જનરલ 5 પ્રોસેસર પર લોન્ચ કરી શકાય છે, જે એન્ડ્રોઇડ 16 આધારિત વન UI 9 પર કામ કરશે. પાવર બેકઅપ માટે ફોનમાં 4800mAh બેટરી સાથે 45W વાયર્ડ અને 15W વાયરલેસ ચાર્જિંગ આપી શકાય છે. સેમસંગ ગેલેક્સી Z ફ્લિપ 8 નવો ગેલેક્સી ફ્લિપ ક્લેમશેલ ફોલ્ડેબલ ડિઝાઇન સાથે આવશે. તેમાં 6.9 ઇંચની ડાયનેમિક એમોલેડ 2X LTPO મેઇન ડિસ્પ્લે અને 4.1-ઇંચની સુપર એમોલેડ ફ્લેક્સ વિન્ડો કવર સ્ક્રીન મળી શકે છે. બંનેમાં 120Hz રિફ્રેશ રેટ અને 2600nits પીક બ્રાઇટનેસનો સપોર્ટ આપી શકાય છે. 'ફોલ્ડ 8'ની જેમ જ કંપની ‘ફ્લિપ 8’ને પણ સ્નેપડ્રેગન 8 એલાઇટ જનરલ 5 પ્રોસેસર પર લોન્ચ કરી શકે છે, જેમાં એન્ડ્રોઇડ 16 આધારિત વન UI 9 આપી શકાય છે. બેક પેનલ પર 50 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા અને 12 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ કેમેરા મળી શકે છે. જ્યારે, સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 10 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવી શકે છે. પાવર બેકઅપ માટે તેમાં 4300mAhની બેટરી સાથે 45W ફાસ્ટ વાયર્ડ ચાર્જિંગ, 15W વાયરલેસ ચાર્જિંગ અને વાયરલેસ પાવર શેર સપોર્ટ પણ મળી શકે છે. ફોનને આર્મર એલ્યુમિનિયમ ફ્રેમ પર બનાવવામાં આવી શકે છે, જેની સાથે ગોરિલા ગ્લાસ વિક્ટસ 2 નું પ્રોટેક્શન મળી શકે છે. સેમસંગ ગેલેક્સી Z ફોલ્ડ 8 અલ્ટ્રા આ ફોન પણ ફ્લેક્સ ટાઇટેનિયમ સ્ટ્રક્ચર સાથે આવશે. તેમાં ટાઇટેનિયમ એલોય ફિલ્મ અને ટાઇટેનિયમ સપોર્ટ પ્લેટ સામેલ હશે. આ નોર્મલ પોલિમર ફિલ્મ કરતાં 20x મજબૂત અને માનવીના વાળ કરતાં પણ 30% પાતળી હોવાનું જણાવાયું છે. ફોનમાં QXGA+ ડાયનેમિક એમોલેડ 2X પેનલ પર બનેલી 8-ઇંચની મેઇન સ્ક્રીન અને 6.5-ઇંચની કવર ડિસ્પ્લે આપવામાં આવી શકે છે. ફોટોગ્રાફી માટે તેમાં 200 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા સાથે 50 મેગાપિક્સલ અલ્ટ્રા વાઇડ અને 10 મેગાપિક્સલ ટેલિફોટો સેન્સર મળશે. તેના સેકન્ડરી અને પ્રાઇમરી ડિસ્પ્લે પર 10 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવી શકે છે. આ પણ ક્વોલકોમ સ્નેપડ્રેગન 8 એલાઇટ જનરલ 5 પર લોન્ચ થઈ શકે છે. પાવર બેકઅપ માટે તેમાં 5000mAh બેટરી સાથે 45W વાયર્ડ, 15W વાયરલેસ અને વાયરલેસ પાવરશેર સહિત Qi વાયરલેસ ફીચર પણ આપવામાં આવી શકે છે. સેમસંગ ગેલેક્સી વોચ 9 સિરીઝ ઇવેન્ટમાં કંપની નવી 'ગેલેક્સી વોચ 9' સિરીઝ પણ રજૂ કરી શકે છે, આ ઉપરાંત 'ગેલેક્સી વોચ અલ્ટ્રા 2' પણ આવવાની અપેક્ષા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 'ગેલેક્સી વોચ 9'માં જ્યાં 40mm અને 44mm ડાયલ વિકલ્પો મળશે, ત્યાં 'વોચ અલ્ટ્રા 2' મોટા 47mm ડાયલ સાથે આવી શકે છે. બંનેમાં સુપર એમોલેડ ઓલવેઝ-ઓન ડિસ્પ્લે, સેફાયર ક્રિસ્ટલ ગ્લાસ પ્રોટેક્શન અને 3000 નિટ્સ સુધીની પીક બ્રાઇટનેસ જોવા મળી શકે છે. તેમાં 5ATM વોટર રેઝિસ્ટન્સ, IP68 રેટિંગ અને MIL-STD-810H મિલિટરી-ગ્રેડ ડ્યુરેબિલિટી પણ જોવા મળી શકે છે. 'ગેલેક્સી વોચ 9' અને ‘ગેલેક્સી વોચ અલ્ટ્રા 2’ને એક્ઝીનોસ W1000 પર લાવી શકાય છે, જે વેર OS 7 આધારિત વન UI વોચ 9 પર કામ કરશે. પાવર બેકઅપ માટે ‘ગેલેક્સી વોચ 9’માં 435mAh અને ‘ગેલેક્સી વોચ અલ્ટ્રા 2’માં 590mAh બેટરી આપી શકાય છે. કનેક્ટિવિટી માટે GPS, બ્લૂટૂથ 5.4, વાઇ-ફાઇ, NFC અને સેમસંગ વોલેટ સહિત કેટલાક મોડલ્સમાં LTEનો સપોર્ટ આપી શકાય છે. યુઝર્સને આમાં હાર્ટ રેટ મોનિટરિંગ, બાયોએક્ટિવ સેન્સર, ECG, SpO2, બોડી કમ્પોઝિશન એનાલિસિસ, સ્લીપ ટ્રેકિંગ અને સ્ટ્રેસ મોનિટરિંગ સાથે ગેલેક્સી AI જેવા ફીચર્સ મળી શકે છે.
    Click here to Read More
    Previous Article
    સેન્સેક્સ 715 અંક ઘટીને 76755 પર બંધ થયો:નિફ્ટી પણ 191 અંક ઘટીને 23996 પર આવ્યો; રિયલ્ટી, IT અને મીડિયા શેર્સમાં વધુ વેચવાલી રહી
    Next Article
    અમદાવાદ સમરાંગણ બન્યું, વિદ્યાર્થીઓ આક્રમક બન્યા:'ગલી ગલી મે શોર હૈ, મોદી સરકાર ચોર હૈ', પોલીસે પ્રદર્શનકારીઓને ધક્કા મારી મારીને બસમાં ભર્યા

    Related Utility Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment