Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જાહેરખબર એજન્સીએ વૃક્ષોનું નિકંદન કાઢ્યાની શંકા:YMCA કલબથી રિંગ રોડ તરફ જતા ડિવાઈડરની વચ્ચેના ઝાડ રાતોરાત કાપી નાંખ્યા

    1 day ago

    અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક તરફ વૃક્ષારોપણ માટે કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ આપવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ ખાનગી જાહેરાત એજન્સીઓ દ્વારા વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવી રહ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં YMCA ક્લબ રોડથી રિંગરોડ તરફ જવાના માર્ગ પર યોગ સર્કલ પાસે આવેલા 10થી વધુ મોટા વૃક્ષોને રાતોરાત કાપીને સાવ નાના કરી દેવામાં આવ્યા છે. સ્ટ્રીટ લાઈટ પર લગાવેલા જાહેરાતના બોર્ડ સ્પષ્ટ દેખાય તે માટે વૃક્ષો કાપી નાખવામાં આવ્યા હોવાની શંકા સેવાઈ રહી છે, જેને લઈને ગાર્ડન વિભાગે તપાસના આદેશ આપ્યા છે. જાહેરાતના બોર્ડ દર્શાવવા એજન્સી દ્વારા વૃક્ષો કાપ્યાની આશંકા જે વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે તેની બરાબર આગળ સ્ટ્રીટ લાઈટના પોલ પર 'CHITRA OOH પ્રાઇવેટ લિમિટેડ' કંપનીનું હોર્ડિંગ્સ બોર્ડ આવેલું છે. જાહેરાતનું બોર્ડ વાહનચાલકોને સ્પષ્ટ દેખાય તે હેતુથી એજન્સી દ્વારા જ આ વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. જોકે, આ અંગે ગાર્ડન વિભાગ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર ખુલાસો કરાયો નથી. પરવાનગી વિના વૃક્ષો કાપનારા સામે પોલીસ ફરિયાદની માગ શહેરમાં કોર્પોરેશનની પરવાનગી વિના રાતોરાત વૃક્ષો કાપી નાખવાના બનાવો દિન-પ્રતિદિન વધી રહ્યા છે. નિયમ મુજબ નડતરરૂપ ડાળીઓ કાપવા ગાર્ડન વિભાગને રજૂઆત કરવાની હોય છે, પરંતુ કેટલાક લોકો અને એજન્સીઓ પોતાના સ્વાર્થ ખાતર જાતે જ વૃક્ષો કાપી નાખે છે. આવા તત્વો સામે માત્ર દંડ ફટકારવાના બદલે કડક કાયદો લાવી પોલીસ ફરિયાદ નોંધવા સુધીની કડક કાયદાકીય કાર્યવાહી કરવાની જરૂરિયાત ઊભી થઈ છે.
    Click here to Read More
    Previous Article
    તહેવાર પર જૂનાગઢના ગિરનાર પર પ્રવાસીઓનો ભારે ઘસારો ​:ગિરનારમાં પ્રકૃતિ અને પરમેશ્વરનો મનોરમ્ય સમન્વય માણવા ગુજરાતભરમાંથી પ્રવાસીઓ ઉમટ્યા, અંબાજી અને દત્તાત્રેય મંદિરે દર્શન કરી લીધી ધન્યતા
    Next Article
    સુરતમાં ભંગારના 5 વેપારીના નામે ₹2000 કરોડનું ITC કૌભાંડ:મણિપુરની નકલી કંપની સાથે કનેક્શન ખુલતાં DGGI ચોંકી ઊઠી, મોટા માથાઓ સુધી પહોંચવા કવાયત્

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment