Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગિફ્ટ સિટીના કરોડોના WTC પ્રોજેક્ટ પર રેરાની ‘બ્રેક’:બેન્ક એકાઉન્ટ ફ્રીઝ, નવા બુકિંગ પર પ્રતિબંધ; સમયમર્યાદા પૂર્ણ થયા બાદ પણ A, B અને D ટાવરનું બાંધકામ અધૂરું

    19 hours ago

    ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર (WTC) ગિફ્ટના A, B અને D ટાવર પ્રોજેક્ટ સામે ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (RERA)એ કડક કાર્યવાહી શરૂ કરી છે. પ્રોજેક્ટ પૂર્ણ કરવાની નિર્ધારિત સમયમર્યાદા 30 જૂન, 2024ના રોજ પૂરી થઈ ગઈ હોવા છતાં બાંધકામ અધૂરું છે. આ ઉપરાંત, પ્રમોટર દ્વારા પ્રોજેક્ટનો કમ્પ્લાયન્સ રિપોર્ટ પણ રજૂ કરવામાં આવ્યો નથી. ત્યારે નવા બુકિંગ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. RERA બેંક એકાઉન્ટ તાત્કાલિક ફ્રીઝ કરી દેવામાં આવ્યું અને નવા યુનિટના બુકિંગ પર પણ રોક લગાવી દેવામાં આવી છે. રેરા ઓથોરિટી દ્વારા 24 માર્ચ, 2026ના રોજ એક સામાન્ય આદેશ પસાર કરવામાં આવ્યો હતો, જેમાં મુખ્યત્વે પ્રમોટરને પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. જો કે, આદેશ હેઠળ આપવામાં આવેલા નિર્દેશોના પાલન માટે પ્રમોટર દ્વારા કોઈ કાર્યવાહી શરૂ કરવામાં આવી હોય તેવું જણાતું નથી, તેમજ આદેશ સામે અપીલેટ ટ્રિબ્યુનલમાં કોઈ અપીલ પણ કરવામાં આવી ન હતી. WTC પ્રોજેક્ટ શું છે? WTC એટલે World Trade Center GIFT City. આ પ્રોજેક્ટ GIFT Cityના Non-SEZ વિસ્તારમાં Block No. 51, Road 5E, Zone-5માં WTC Noida Development Company Pvt. Ltd. દ્વારા વિકસાવવામાં આવ્યો હતો. GIFT Cityએ ડેવલપરને 2014માં બાંધકામ માટે પરમિશન આપી હતી. મૂળ પ્રોજેક્ટમાં ચાર ટાવર—A, B, C અને Dનો સમાવેશ થાય છે. A, B અને Dના RERA પ્રોજેક્ટમાં કુલ 1,188 કોમર્શિયલ યુનિટ છે. Tower Cમાં 312 યુનિટમાંથી 311 બુક થયેલા હોવાનું 2026ના અહેવાલોમાં જણાવાયું છે, પરંતુ બાંધકામ માત્ર આશરે 28% સુધી પહોંચ્યું હતું. Tower A, B અને D: મુખ્યત્વે કોમર્શિયલ/ઓફિસ સ્પેસ Tower C: અલગ RERA રજિસ્ટ્રેશન હેઠળનો પ્રોજેક્ટ રેરાની કાર્યવાહી 1188માંથી 1168 યુનિટનું બુકિંગ WTC ગિફ્ટ ટાવર પ્રોજેક્ટમાં કુલ 1188 યુનિટ હોવાનું સામે આવ્યું છે. તેમાંથી 1168 યુનિટનું બુકિંગ થઈ ચૂક્યું છે. બાંધકામ અધૂરું હોવાથી મોટી સંખ્યામાં ખરીદદારો પોતાના યુનિટના કબજાની રાહ જોઈ રહ્યા છે. ફાળવણીકારો, અસરગ્રસ્તો પાસેથી દાવા મંગાવવામાં આવ્યા રેરાએ જાહેર નોટિસ બહાર પાડી પ્રોજેક્ટનું અધૂરું બાંધકામ પૂર્ણ કરાવવા માટે રેરા એક્ટની કલમ-8 હેઠળની પ્રક્રિયા શરૂ કરી છે. આ માટે પ્રોજેક્ટ સાથે સંકળાયેલા ફાળવણીકારો અને અન્ય અસરગ્રસ્ત પક્ષકારો પાસેથી વાંધા અને દાવા મંગાવવામાં આવ્યા છે. ફાળવણીકારો કે અન્ય સંબંધિત વ્યક્તિઓ પોતાના વાંધા-દાવા ડિજિટલ માધ્યમથી અથવા ગાંધીનગર સ્થિત ગુજરાત રેરાની કચેરીમાં લેખિતમાં 2 નવેમ્બર, 2026 સુધી રજૂ કરી શકશે. હવે રેરા અધૂરા પ્રોજેક્ટના વિકાસ કામને આગળ વધારવા અને ફાળવણીકારો સહિત અસરગ્રસ્ત પક્ષકારોના હિતોનું રક્ષણ કરવા અંગે નિર્ણય લેવાની પ્રક્રિયામાં છે. 2 નવેમ્બર સુધી મળનારા વાંધા-દાવાઓના આધારે આગળની કાર્યવાહી નક્કી કરવામાં આવશે. પ્રમોટર સામે અન્ય એજન્સીઓની પણ તપાસ રેરાની નોટિસ મુજબ પ્રમોટર સામે એન્ફોર્સમેન્ટ સહિતની કેન્દ્રીય એજન્સીઓ દ્વારા નાણાકીય બાબતોને લઈને તપાસ ચાલી રહી છે. બીજી તરફ, સ્થાનિક સત્તાધિકારીએ 4 જૂન, 2025ના રોજ પ્રમોટર સાથેનો યુઝર્સ એગ્રીમેન્ટ રદ કર્યો હતો. આ ઉપરાંત WTC ટ્રેડમાર્ક અંગે દિલ્હી હાઇકોર્ટના આદેશોના પાલનનો મુદ્દો પણ સામે આવ્યો છે. પ્રોજેક્ટના મોટાભાગના ગ્રાહકોએ અલગથી પોતાની સોસાયટીની નોંધણી કરાવી હોવાનું પણ રેરાની નોટિસમાં જણાવાયું છે.
    Click here to Read More
    Previous Article
    ભુજમાં ગાંજાના જથ્થા સાથે 20 વર્ષીય યુવક ઝડપાયો:બી ડિવિઝન પોલીસે 63 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો
    Next Article
    Hours Before Death, IIT Bombay Student Told Friend He "Made A Mistake": Sources

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment