Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોરોના રેમેડીઝનો મોટો દાવો:ડો. રેડ્ડીઝ પાસેથી ભારતમાં Wokadineના વ્યૂહાત્મક હસ્તાંતરણની જાહેરાત કરી, કરોડોના માર્કેટમાં એન્ટ્રી

    1 week ago

    કોરોના રેમેડીઝ લિમિટેડે આજે ભારતના હૈદરાબાદમાં હેડક્વાર્ટર ધરાવતી ગ્લોબલ ફાર્માસ્યુટિકલ કંપની ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝ લિમિટેડપાસેથી Wokadine®️ના હસ્તાંતરણની જાહેરાત કરી છે. 30 માર્ચ, 2026થી પોવિડોન આયોડિન ઈન્ડિયા માર્કેટમાં બીજા ક્રમની Wokadine®️નું હસ્તાંતરણ, કોરોનાની સર્વાંગી રિકવરી અને સ્વાસ્થ્ય તરફની યાત્રા તરીકે ‘હીલિંગ’ પ્રત્યેની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે. આ વ્યૂહાત્મક હસ્તાંતરણ કોરોના રેમેડીઝને ટાર્ગેટેડ સ્પેશિયાલિટીમાં વધુ ઊંડાણપૂર્વક પ્રવેશ કરવા અને વ્યાપક સુલભતા પ્રદાન કરવા સક્ષમ બનાવે છે. કોરોના રેમેડીઝના નેતૃત્વ હેઠળ આ બ્રાન્ડ ઝડપી વૃદ્ધિ માટે મજબૂત સંભાવના ધરાવે છે. Wokadine®️ને તેના પોર્ટફોલિયોમાં એકીકૃત કરીને કોરોના રેમેડીઝે રૂ. 648 કરોડના પોવિડોન આયોડિન બજારમાં પ્રવેશ કર્યો છે કોરોના રેમેડીઝની સેલ્સ અને માર્કેટિંગ ટીમ વ્યાપક વિતરણ નેટવર્ક સાથે મળીને સુનિશ્ચિત કરશે કે આ નવો હસ્તગત કરેલ પોર્ટફોલિયો મેટ્રો, સેમી-મેટ્રો, શહેરી, સેમી-શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં દર્દીઓ સુધી પહોંચે. Wokadine®️માં 14 એસકેયુ છે જે વિવિધ એપ્લિકેશનો ધરાવે છે, જે ક્લિનિશિયનને બીમાર સમુદાયની સારવાર કરવામાં મદદ કરે છે. આ સંપાદન માટેનું ફંડ સંપૂર્ણપણે કંપનીની આંતરિક રકમ અને રોકડ દ્વારા પૂરું પાડવામાં આવશે. આ હસ્તાંતરણ અંગે કંપનીના કોર્પોરેટ સ્ટ્રેટેજી અને બિઝનેસ ડેવલપમેન્ટના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી તેજસ કોઠારીએ જણાવ્યું હતું કે “કોરોના રેમેડીઝ સતત ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક બંને પ્રકારની વૃદ્ધિની તકનું મૂલ્યાંકન કરે છે. અમે કોરોનાની વ્યાપક પહોંચ, ડોકટરો અને તબીબી સમુદાયમાં મજબૂત વિશ્વાસ, સમગ્ર ભારતમાં વિતરણ નેટવર્ક અને સમર્પિત વેચાણ તથા માર્કેટિંગ ટીમનો ઉપયોગ કરીને અમારી બ્રાન્ડ્સને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ.” અમારું માનવું છે કે આ હસ્તાંતરણ અમારા હાલના પ્રોડક્ટ પોર્ટફોલિયોને વધારશે અને મજબૂત બનાવશે. હેલ્થકેર પ્રોફેશનલ્સ સાથેના અમારા મજબૂત સંબંધોના આધારે, અમે બજારમાં પ્રવેશને વધુ ગાઢ બનાવવાનો ધ્યેય રાખીએ છીએ અને આ બ્રાન્ડના વિકાસને વેગ આપવા માટે વિશ્વાસ રાખીએ છીએ.”
    Click here to Read More
    Previous Article
    નફાના ચક્કરમાં ગ્રાહકોને ભૂલી ગયેલી કંપની:ક્રાફ્ટ હાઇન્ઝને તોડવાને બદલે નવા સીઈઓ કૈહિલેન તેને સુધારશે; ગ્રાહકોના સ્વાસ્થ્ય પર ભાર
    Next Article
    રાયપુર કેનાલમાંથી વધુ એક મૃતદેહ મળતા મોતનો આંક 3 થયો:હજુ એક યુવાન લાપતા, દારૂની લતમાં બે સગા ભાઈએ જીવ ગુમાવ્યો; ગઈકાલે બે યુવકની લાશ મળી'તી

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment