Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેન્સ ક્રિકેટમાં પહેલીવાર ભારત vs જાપાન:જાપાનમાં 163 વર્ષ પહેલાં ક્રિકેટની શરૂઆત, ખેલાડીઓ રિવોલ્વર લઈને ઉતર્યા હતા

    2 days ago

    ડિપ્લોમેટિક રિલેશનના 75 વર્ષ પૂરા થવા પર આજે ભારત-જાપાન વચ્ચે ફ્રેન્ડલી મેચ રમાશે. મેન્સ ક્રિકેટના ઇતિહાસમાં પહેલીવાર બંને ટીમ સામસામે છે. જાપાનના સાનો ઇન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર મેચ મંગળવારે સવારે 9:30 વાગ્યાથી શરૂ થવાની હતી. જોકે, વરસાદના કારણે આઉટફિલ્ડ ભીનું છે અને અત્યાર સુધી ટૉસ પણ થઈ શક્યો નથી. જાપાનમાં ક્રિકેટની શરૂઆત 163 વર્ષ પહેલાં થઈ હતી. ત્યારે બ્રિટિશ વેપારીઓ અને રોયલ નેવી વચ્ચે મેચ રમાઈ હતી. એ સમયે વિદેશી લોકો પર હુમલાનો ભય હતો. એટલા માટે ખેલાડીઓ રિવોલ્વર લઈને મેદાન પર ઉતર્યા હતા. બંને ટીમની અપડેટેડ ટીમ ભારત: શ્રેયસ અય્યર (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), શિવમ દુબે, તિલક વર્મા (વાઇસ-કેપ્ટન), અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, વૈભવ સૂર્યવંશી, યશ ઠાકુર અને વિપરાજ નિગમ. જાપાન: કેન્ડેલ કાડોવાકી-ફ્લેમિંગ (કપ્તાન), ચાર્લી હારા-હિંજ, બેન્જામિન ઇટો-ડેવિસ, એલિસ્ટર કાડોવાકી-ફ્લેમિંગ, કોહેઈ કુબોટા, જેક કુસુડા-નાયર્ન, વાતરુ મિયાઉચી (વિકેટકીપર), રિયો સકુરાનો-થોમસ, એલેક્સ શિરાઈ-પેટમોર (વિકેટકીપર), શોમા સુગાયા-સ્લેટર, ડેક્લાન સુઝુકી-મેકકોમ્બ, ત્સુયોશી તાકાડા, ઇબ્રાહિમ તાકાહાશી, માકોટો તાનિયામા, લચલાન યામામોટો-લેક.
    Click here to Read More
    Previous Article
    सूखे से शराब पर संकट! फ्रांस की वाइन इंडस्ट्री पर क्लाइमेट चेंज की मार, झुलस रही अंगूर की फसल
    Next Article
    એશિયન ગેમ્સમાં અમદાવાદની એલાવેનિલ-પાર્થ શૂટિંગની ફાઇનલમાં પહોંચ્યા:સોફ્ટ ટેનિસમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું; સિંધુ બેડમિન્ટનમાં હારી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment