Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નેશનલ હાઇવે નજીક VR વન બિલ્ડિંગમાં ભીષણ આગ:પાર્કિંગમાં મુકાયેલા મીટર બોર્ડથી શરૂ થયેલી આગની જ્વાળાઓ 8મા માળ સુધી પહોંચી, અનેક વાહનો ખાખ

    2 days ago

    વડોદરા નજીકથી પસાર થતા નેશનલ હાઈવે 48ને બિલ્ડિંગમાં અચાનક ભીષણ આગ લાગી હતી. પાર્કિંગમાં મુકાયેલા મીટર બોર્ડથી શરુ થયેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું આઠમા માળ સુધી પહોંચી હતી. એક મોટી હોનારત સર્જાતા રહી ગઈ હતી. LT કંપનીની બિલકુલ સામે આવેલી VR વન નામની બહુમાળી ઇમારતમાં ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં પાર્કિંગમાં રહેલા અનેક વાહનો બળીને ખાખ થઈ ગયા છે હતા. મીટર બોર્ડમાં શોર્ટ સર્કિટથી આગની શરૂઆત VR વન બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા ઇલેક્ટ્રિક મીટર બોર્ડમાં અચાનક શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હતી. જોતજોતામાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. મીટર બોર્ડમાંથી નીકળેલી આગની જ્વાળાઓએ પાર્કિંગમાં ઉભેલા વાહનોને પોતાની લપેટમાં લીધા હતા. વાહનોમાં રહેલા ટાયર અને ઓઈલને કારણે આગ વધુ પ્રચંડ બની હતી અને ધુમાડાના ગોટેગોટા આકાશમાં દેખાવા લાગ્યા હતા. જોતજોતામાં પાર્કિંગમાં મુકાયેલા વાહનો બળીને ખાક થઇ ગયા હતા. 8મા માળ સુધી જ્વાળાઓ પ્રસરી જતા અફરાતફરી આગ એટલી પ્રચંડ હતી કે તેની જ્વાળાઓ ગણતરીની મિનિટોમાં પાર્કિંગથી પ્રસરીને ઇમારતના 8મા માળ સુધી પહોંચી ગઈ હતી. બિલ્ડિંગના ડક્ટ અને ઇલેક્ટ્રિક વાયરિંગ મારફતે ધુમાડો ઉપરના માળ સુધી પહોંચતા ફ્લેટમાં રહેતા રહીશોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. જીવ બચાવવા માટે લોકો સીડીની મદદથી નીચે દોડી આવ્યા હતા. એક તબક્કે રહીશોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. બિલ્ડિંગમાં રહેતા લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. અંદાજે એક કલાકે આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવાયો આગ લાગવાની ઘટનાની જાણ તાત્કાલિક પાણીગેટ ફાયર સ્ટેશનને કરવામાં આવી હતી. બનાવની ગંભીરતાને જોતા ફાયર ફાઇટરોનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર ફાઇટરોએ સતત પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. કલાકોની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવી શકાયો હતો. ત્યારબાદ કૂલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ આગમાં પાર્કિંગમાં પાર્ક કરેલા ટુ-વ્હીલર અને અન્ય વાહનો બળીને લોખંડના માળખામાં ફેરવાઈ ગયા હતા. બિલ્ડિંગના કાચ અને બાહ્ય હિસ્સાને પણ મોટું નુકસાન થયું છે. ફાયર વિભાગના સમયસરના હસ્તક્ષેપને કારણે આગ અન્ય બ્લોક્સમાં ફેલાતા અટકી હતી, જેના કારણે મોટી હોનારત ટળી હતી. હાલમાં ફાયર વિભાગ દ્વારા આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    છોટા ઉદેપુર તાલુકા પંચાયતની ચૂંટણીનું પરિણામ:પહેલીવાર જુઓ વિજેતા ઉમેદવારોનું ફોટો સાથેનું લિસ્ટ
    Next Article
    Jamnagar Local Body Election Result | જામનગરમાં મનપામાં ભાજપનો ભગવો લહેરાતા વિજય સભા યોજાઈ|News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment