Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    VNSGU અને ડોનેટ લાઇફ વચ્ચે MoU થયા:અંગદાન જાગૃતિ માટે ઐતિહાસિક કરાર થયા

    1 day ago

    સુરત, 16 જૂન: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) અને ડોનેટ લાઇફ વચ્ચે અંગદાન જાગૃતિ માટે એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કરારનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને અંગદાનના મહાન કાર્ય સાથે જોડવાનો અને “મિશન 2047”ને સાકાર કરવાનો છે. આ MoU પર હસ્તાક્ષર VNSGU સ્કિલ સેન્ટર દ્વારા આયોજિત CSR મીટ દરમિયાન કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, સમાજસેવકો અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સ્વાગત ઉદ્બોધન ડૉ. ભવેશ વણપરિયાએ કર્યું હતું, જ્યારે સંચાલન અનુ આમોદયાએ કર્યું હતું. ‘ડોનેટ લાઇફ’ના સ્થાપક અને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત નિલેશ માંડલેવાલાએ યુવાનોને YODHA (Youth Organ Donation Health Awareness) બની અંગદાન જાગૃતિ અભિયાનમાં સક્રિય ભાગીદાર બનવા અપીલ કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે યુવાનોની ભાગીદારીથી અંગદાનની ચળવળને વધુ વ્યાપક બનાવી શકાય છે અને અનેક લોકોને નવજીવન આપી શકાય છે. મુખ્ય વક્તા મિહિર ખીલાવાલાએ CSR, સામાજિક જવાબદારી અને યુવા શક્તિના મહત્વ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વિશિષ્ટ અતિથિ અનિલ પટેલ (લુથરા ફાઉન્ડેશન)એ શિક્ષણ, આરોગ્ય, કૌશલ્ય વિકાસ અને પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે CSRની ભૂમિકા વિશે માહિતી આપી હતી. તેમણે VNSGU અને ડોનેટ લાઇફ વચ્ચે થયેલા MoUને આવકાર્યો હતો. યુનિવર્સિટીના કુલપતિએ વિવિધ કોર્પોરેટ હાઉસ, ઉદ્યોગગૃહો અને સ્વૈચ્છિક સંસ્થાઓને યુનિવર્સિટીની CSR પ્રવૃત્તિઓ સાથે જોડાવા અનુરોધ કર્યો હતો. રજિસ્ટ્રાર ડૉ. આર.સી. ગઢવીએ MoUના અમલીકરણ અને ભાવિ કાર્યક્રમોની રૂપરેખા અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ MoU અંતર્ગત VNSGUના વિદ્યાર્થીઓને ડોનેટ લાઇફ ખાતે ઇન્ટર્નશિપ, તાલીમ, સંશોધન અને રોજગારલક્ષી તકો ઉપલબ્ધ થશે. આ ઉપરાંત, અંગદાન અંગે જાગૃતિ લાવવા માટે સેમિનાર, વર્કશોપ અને વિવિધ અભિયાનોનું સંયુક્ત આયોજન કરવામાં આવશે. કાર્યક્રમના અંતે ડૉ. નરેશ શુક્લાએ આભારવિધિ કરી હતી. આ સમજૂતી કરાર દ્વારા VNSGU અને ડોનેટ લાઇફે અંગદાન જાગૃતિના ક્ષેત્રમાં એક નવી દિશા તરફ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે, જે ભવિષ્યમાં અન્ય યુનિવર્સિટીઓ માટે પણ પ્રેરણારૂપ બની રહેશે.
    Click here to Read More
    Previous Article
    WCC દ્વારા મહિલા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન:Procomac FinQueens ચેમ્પિયન, Unity Chargers રનર્સ-અપ
    Next Article
    Assam's Don Bosco University Sacks Teacher After Sexual Misconduct Allegation

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment