Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં VMCની ડોર-ટુ-ડોર ચરા વાહને અકસ્માત સર્જયો:પાલિકાની ગાડીએ ડિવાઈડર ચડી સામેથી આવતી કારને ટક્કર મારતા કાર ચાલક ઇજાગ્રસ્ત, VMCના વાહનમાંથી દેશી દારૂની પોટલીઓ મળી

    1 day ago

    વડોદરા શહેરના ગોત્રી-સેવાસી રોડ પર નાયરા પેટ્રોલ પંપ નજીક વડોદરા મહાનગર પાલિકાની ડોર-ટુ-ડોર કચરો એકત્ર કરતી ગાડીએ અકસ્માત સર્જતા એક કારને ભારે નુકસાન પહોંચ્યું હતું. અકસ્માતમાં કારચાલક ઇજાગ્રસ્ત થતાં તેને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત બાદ માર્ગ પર ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા. દરમિયાન VMCના વાહનમાંથી દેશી દારૂની પોટલી મળી આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસ દોડી ગઈ હતી અને આ મામલે તપાસ શરૂ કરી છે. વડોદરા શહેરના ગોત્રીથી સેવાસી જવાના મુખ્ય માર્ગ પર આવેલા નાયરા પેટ્રોલ પંપ પાસે આજે રવિવારે વડોદરા મહાનગર પાલિકાની ડોર-ટુ-ડોર કચરો એકત્ર કરતી ગાડીએ અકસ્માતકર્યો હતો. VMCનું વાહન અચાનક ડિવાઈડર ચડી ગયું હતું અને ત્યારબાદ સામેથી આવી રહેલી કાર સાથે જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, કારના આગળના ભાગને ભારે નુકસાન પહોંચ્યું હતું. અકસ્માતમાં કારચાલકને ઈજાઓ થતાં સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ત્યારબાદ ઇજાગ્રસ્તને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતને પગલે ગોત્રી-સેવાસી રોડ પર વાહનોની લાંબી કતારો લાગી હતી અને ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી ટ્રાફિક વ્યવસ્થિત કરાવવાની કામગીરી હાથ ધરી હતી અને અકસ્માતના કારણોની તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન અકસ્માતગ્રસ્ત VMCના વાહનમાંથી દેશી દારૂની પોટલી મળી આવી હતી. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    PoKમાં પાકિસ્તાની ફોર્સે લોકો પર ગોળીઓ ચલાવી:અનેક લોકો ઘાયલ, પાક સરકાર વિરુદ્ધ 40,000 પ્રદર્શનકારીઓ એકઠા થયા હતા
    Next Article
    Anshula Kapoor cries as she hugs brother Arjun Kapoor at pre-wedding ceremony, see photos

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment