Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જાહેરમાં ગંદકી કરનાર સામે VMCની લાલ આંખ:વારસિયા રિંગ રોડ પર કચરો નાખતાં ક્લિનિક સીલ; ₹10,000 નો દંડ ફટકાર્યો

    18 hours ago

    વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા જાળવવા અને જાહેરમાં ગંદકી ફેલાવતા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વારસિયા રિંગરોડ વિસ્તારમાં આવેલા પંચશીલ કોમ્પ્લેક્સમાં ધમધમતા ચંચલ ક્લિનિક દ્વારા દવાના ખાલી ખોખા સહિતનો કચરો જાહેરમાં નાખવામાં આવતો હોવાથી પાલિકાએ ત્વરિત કડક પગલાં ભરીને ક્લિનિકને સીલ કરી દીધું છે. નિયમોની એસીતેસી કરીને જાહેરમાં ફેલાવાતી હતી ગંદકી ક્લિનિક સંચાલકો દ્વારા દવાખાનાની આસપાસ અને જાહેર રસ્તા પર જ કચરો ફેંકવામાં આવતો હતો, જેનાથી સ્થાનિક નાગરિકોના આરોગ્ય સામે ગંભીર જોખમ ઉભું થયું હતું. શહેરમાં વધી રહેલી ગંદકી અને રોગચાળાની પરિસ્થિતિને ધ્યાને રાખીને સેન્ટ્રલ ઝોન તેમજ દબાણ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની સંયુક્ત ટીમે સરપ્રાઇઝ ચેકિંગ કરીને વારંવારની સૂચનાઓનો અનાદર કરનાર ક્લિનિક સામે સીલિંગની કાર્યવાહી કરી હતી. ₹10,000 નો માતબર દંડ ફટકારાયો પાલિકાના વોર્ડ-4 ના સેનેટરી ઇન્સ્પેક્ટર રમણભાઈ પટેલે જણાવ્યું કે, નિયમોનો ભંગ કરી જાહેર આરોગ્ય સાથે ચેડાં કરવા બદલ ક્લિનિકને સીલ કરવાની સાથે ₹10,000 નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત ભવિષ્યમાં ફરીથી ગંદકી કરવામાં આવશે તો ₹50,000 નો ભારે દંડ વસૂલવાની સ્પષ્ટ ચેતવણી પણ સંચાલકોને આપવામાં આવી છે. ગંદકી કરનારા વેપારીઓ અને ડૉક્ટરોમાં ફફડાટ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આ કડક વલણથી સ્થાનિક વેપારીઓ અને ડૉક્ટરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. પાલિકાના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે શહેરના જાહેર સ્થળો કે વાણિજ્યિક સંકુલોની આસપાસ જે પણ એકમો કચરો ફેંકીને ગંદકી ફેલાવશે તેમની સામે કોઈ પણ પ્રકારની રહેમરાહ રાખ્યા વિના આ જ રીતે આકરી સીલિંગ અને દંડની કાયદેસરની કાર્યવાહી ચાલુ રખાશે.
    Click here to Read More
    Previous Article
    સ્વર્ણિમ સંકુલ-1 માં સીએમ ભૂપેન્દ્ર પટેલની સરપ્રાઇઝ વિઝિટ:મુખ્ય સચિવ અને અધિક અગ્ર સચિવ સાથે પહોંચ્યા;અચાનક મુલાકાતથી વહીવટી વર્તુળોમાં ચર્ચા જાગી
    Next Article
    JIOનો ₹30,213 કરોડનો મહા-IPO:ઈશાએ કહ્યું- 'નાણાકીય શિસ્ત અમારા DNAમાં', આકાશ અંબાણીએ રજૂ કર્યો ગ્લોબલ AI અને ટેક એક્સપોર્ટનો રોડમેપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment