Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમ્પાયરના નિર્ણય પર શુભમન ગિલ ભડક્યો, VIDEO:IND-NZ પહેલી ટેસ્ટના પહેલા દિવસે બબાલ; ભારતીય કેપ્ટન દલીલ કરતા જોવા મળ્યો

    5 hours ago

    ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 2 મેચની ટેસ્ટ સિરીઝની પહેલી મેચ વેલિંગ્ટનના બેસિન રિઝર્વમાં રમાઈ રહ્યો છે. મેચના પહેલા દિવસે મેદાન પર માહોલ ગરમાતો જોવા મળ્યો. ગ્લેન ફિલિપ્સ વિરુદ્ધ LBWની અપીલ ફગાવી દેવાતા ભારતીય કેપ્ટન શુભમન ગિલ નારાજ થઈ ગયો અને તેણે ગ્રાઉન્ડ અમ્પાયર રિચર્ડ ઇલિંગવર્થ પાસે નિર્ણય પર સવાલ કર્યા. ઈન્ડિયન ટીમની અપીલ પર ગ્રાઉન્ડ અમ્પાયરે નોટઆઉટ આપ્યો આ ઘટના ન્યૂઝીલેન્ડની પહેલી ઇનિંગ્સની 31મી ઓવરમાં બની હતી. તે ઓવરમાં જસપ્રીત બુમરાહનો ત્રીજો બોલ ઝડપથી અંદર આવ્યો અને ગ્લેન ફિલિપ્સને સરપ્રાઇઝ આપતા પેડ પર જઈ વાગ્યો. ઈન્ડિયન ટીમે LBWની અપીલ કરી, પરંતુ અમ્પાયરે નોટ આઉટ આપ્યો. શુભમને વિકેટકીપર અને બુમરાહ સાથે ચર્ચા કર્યા બાદ DRS લેવાનો નિર્ણય કર્યો. રિવ્યૂ લેતા પહેલા બુમરાહને લાગ્યું કે બોલની ઊંચાઈ વધારે છે. તેણે ગિલને કહ્યું, 'હાઈટ છે'. તેનાથી વિપરીત કેપ્ટનને વિશ્વાસ હતો કે બોલ બેટને અડ્યો નથી. તેણે જવાબ આપ્યો, 'બેટ નથી'. સ્નિકોમીટરમાં બોલ બેટની નજીકથી પસાર થતા મોટો સ્પાઈક જોવા મળ્યો, જોકે સામેથી મળેલા ફૂટેજમાં અંડર એડ્જ સ્પષ્ટ નહોતી. થર્ડ અમ્પાયર પોલ રાઈફલે ઘણી વખત રિપ્લે જોયા બાદ માન્યું કે બોલ બેટ સાથે થોડો ટકરાયો હતો. તેમણે ગ્રાઉન્ડનો અમ્પાયરનો નિર્ણય યથાવત્ રાખ્યો. ગિલની ઇલિંગવર્થ સાથે ચર્ચા થઈ થર્ડ અમ્પાયરનો નિર્ણય આવ્યા બાદ શુભમન ગિલે રિચર્ડ ઇલિંગવર્થ સાથે વાતચીત કરી. ઈન્ડિયન કેપ્ટનનું માનવું હતું કે બેટ અને પેડ વચ્ચે સ્પષ્ટ ગેપ હતો અને બોલ પહેલા પેડ પર વાગ્યો હતો. અમ્પાયરે તેને પોતાનો પક્ષ સમજાવ્યો, પરંતુ ગિલ માથું હલાવતા ત્યાંથી પાછો ફર્યો. બુમરાહ પણ નિર્ણયથી ખુશ દેખાયો નહીં. જોકે, રિપ્લેમાં બોલ સ્ટમ્પ્સની ઉપરથી જતો હોય તેવું દેખાઈ રહ્યું હતું. આવી સ્થિતિમાં બેટ સાથે સંપર્ક ન થયો હોત તો પણ LBWની અપીલ સફળ થવાની શક્યતા ઓછી હતી. વેલિંગ્ટન ટેસ્ટના પહેલા દિવસે ન્યૂઝીલેન્ડે 243 રન બનાવ્યા વેલિંગ્ટન ટેસ્ટનો પહેલો દિવસ ઠીક-ઠાક રહ્યો. સવારે પહેલા સેશનમાં ભારતીય પેસર્સનો દબદબો રહ્યો. ત્યારબાદ ન્યૂઝીલેન્ડના બેટર્સે કમબેક કર્યું. ગુરુવારે પહેલા દિવસની રમત સમાપ્ત થાય ત્યાં સુધીમાં કિવીઝે 5 વિકેટે 243 રન બનાવ્યા. હેનરી નિકોલ્સ 113 અને ગ્લેન ફિલિપ્સ 94 રન પર નોટઆઉટ પરત ફર્યા. બંને વચ્ચે 173 રનની પાર્ટનરશીપ થઈ. સંપૂર્ણ સમાચાર વાંચો…
    Click here to Read More
    Previous Article
    Prince William मिले Saif Ali Khan, Kareena Kapoor, Karan Johar से, Dharma Production में हुआ स्वागत
    Next Article
    PM મોદીએ કહ્યું- દેશ યોગ્ય દિશામાં આગળ વધી રહ્યો છે:50 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા, FICCIના વાર્ષિક સંમેલનમાં PMનું સંબોધન

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment