Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓટોરિક્ષાના ગુપ્ત ખાનામાથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો,VIDEO:1.30 લાખના મુદ્દામાલ સાથે રીઢો બુટલેગર દબોચાયો, કઠોરગામની સોસાયટીના પાર્કિંગમાં પોલીસ ત્રાટકી

    22 hours ago

    સુરત શહેરમાં પ્રોહિબીશન અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નાબૂદ કરવા માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને કડક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ ઝુંબેશ અંતર્ગત ઉત્રાણ પોલીસ સ્ટેશનની ટીમને એક મોટી સફળતા મળી છે. પોલીસે બાતમીના આધારે રેડ પાડીને એક ઓટોરીક્ષામાંથી ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂના મોટા જથ્થા સાથે એક રીઢા બુટલેગરને ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂ, રિક્ષા અને મોબાઈલ ફોન સહિત કુલ 1,30,775નો મુદ્દામાલ કબ્જે કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કામરેજના કઠોરગામની સોસાયટીમાં શંકાસ્પદ ઓટોરીક્ષાની બાતમી મળી સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, ઉત્રાણ પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ પ્રોહિબીશનના કેસો શોધી કાઢવા માટે સઘન પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન પોલીસના ખાનગી અને અંગત વિશ્વાસુ બાતમીદારો પાસેથી એક અત્યંત ચોક્કસ હકીકત મળી હતી કે કામરેજના કઠોરગામ ખાતે આવેલી માનસરોવર રેસીડેન્સીના બિલ્ડીંગ નંબર 8/એ ના પાર્કિંગમાં જાહેર જગ્યા પર એક શંકાસ્પદ ઓટોરીક્ષા ઊભી છે, જેનો રજીસ્ટ્રેશન નંબર GJ-15-XX-8822 છે. આ રીક્ષામાં એક ઇસમ મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો સપ્લાય કરવા માટે લઈને આવ્યો છે. બાતમી મળતા જ પોલીસે જરાય સમય ગુમાવ્યા વિના ત્વરિત એક્શન લીધા હતા અને મોજે ઉત્રાણ કઠોરગામ ખાતે આવેલી ઉક્ત સોસાયટીના પાર્કિંગમાં પ્રોહિબીશન અંગે ઓચિંતી રેડ પાડી હતી. રીક્ષાના ગુપ્ત ખાનામાંથી 469 બોટલો મળી આવી પોલીસે બાતમીવાળી જગ્યાએ ઘેરો ઘાલીને તપાસ કરતા રિક્ષા સાથે એક ઇસમ મળી આવ્યો હતો. પોલીસની ટીમે રિક્ષાની તલાશી લેતા તેમાંથી ગેરકાયદેસર રીતે છુપાવીને રાખવામાં આવેલી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની 180 મીલીની કાચની તેમજ પ્લાસ્ટિકની નાની-મોટી કુલ 469 નંગ બોટલો મળી આવી હતી, જેની અંદાજિત કિંમત 95,775 થાય છે. પોલીસે ઘટનાસ્થળેથી દારૂના આ જથ્થા સાથે આરોપીની અટકાયત કરી લીધી હતી અને પ્રોહિબીશન એક્ટ હેઠળ ક્વોલિટી કેસ શોધી કાઢવામાં સફળતા મેળવી હતી. રીઢો બુટલેગર દબોચાયો પોલીસ પૂછપરછમાં પકડાયેલા આરોપીની ઓળખ 44 વર્ષીય યુસુફ અહેમદ શેખ તરીકે થઈ છે, જે વ્યવસાએ રિક્ષા ડ્રાઇવર છે. તે હાલ ઘર નં. 310, બિલ્ડીંગ નં. એ/8, માનસરોવર રેસીડેન્સી, કઠોર, કામરેજ, સુરત ખાતે રહે છે અને તેનું મૂળ વતન એકતાનગર, થાના બરેલી, જીલ્લો-રાયબરેલી, ઉત્તર પ્રદેશ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલો આરોપી યુસુફ અહેમદ શેખ સામાન્ય ગુનેગાર નથી, પરંતુ અગાઉ પણ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો રીઢો આરોપી છે. તેની સામે વર્ષ 2023માં વલસાડ રૂરલ પોલીસ મથકે પ્રોહિબીશન એક્ટની કલમ 65(ઇ), 81, 98(2) મુજબ દારૂની હેરાફેરીનો ગુનો નોંધાઈ ચૂક્યો છે. આ ઉપરાંત વર્ષ 2024માં તેની સામે ઓલપાડ પોલીસ મથકમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)-2023 ની કલમ 305 અને 331(4) મુજબ પણ ગુનો નોંધાયેલો છે. આમ, અગાઉ અલગ-અલગ જિલ્લા અને વિસ્તારોમાં ગુના આચર્યા બાદ પણ તે સુરત વિસ્તારમાં ફરીથી દારૂનું નેટવર્ક ચલાવતો હોવાનું બહાર આવ્યું છે. 1.30 લાખનો મુદ્દામાલ જપ્ત ઉત્રાણ પોલીસે રેડ દરમિયાન આરોપી પાસેથી કુલ 1,30,775 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં 95,775 ની કિંમતનો વિદેશી દારૂ, ગુનામાં વપરાયેલી 30,000 ની કિંમતની બજાજ કંપનીની ઓટોરિક્ષા અને 5,000 ની કિંમતનો 1 નંગ મોબાઈલ ફોન સામેલ છે. આ મામલે ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં આરોપી યુસુફ અહેમદ શેખ વિરુદ્ધ ગુનો નોંધીને તેને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયો છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને સુરતમાં તે કોને સપ્લાય કરવાનો હતો.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં સાંજે 7 વાગ્યાથી ધોધમાર વરસાદની સંભાવના:મહારાષ્ટ્રના પુણેની C-DAC કંપનીનું અનુમાન, મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે સંકલન
    Next Article
    "Would Get 4 Red Cards": Zlatan's Brutal Verdict On Paraguay's Tactics vs France

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment